૨૫૦ ફૂટ ઊંડા ખાડામાં પડ્યો ૨ વર્ષનો બાળક, માતા પિતા છે આઘાતમાં…

બાળકોને બહુ સાચવવા પડતા હોય છે. તમે ઘણી વાર એવા સમાચાર જોયા અને સાંભળ્યા હશે કે એક મજુરી કરતા કપલનો બાળક એ રમતા રમતા પાસેના ખાડામાં પડી ગયો પછી ઘણી મહેનત કરીને તેને બહાર કાઢવામાં આવે છે. હમણાં થોડા સમય પહેલા કોઈને પણ બહુ જલદી વિશ્વાસ ના આવે એવી એક ઘટના બની છે. એક બાળક કે જે ફક્ત ૨ વર્ષનું છે તે ૨૫૦ ફૂટ ઊંડા ખાડામાં ફસાઈ જાય છે અને તેને બચાવવા માટે આખી દુનિયાના લોકો ઈશ્વરને પ્રાર્થના કરી રહ્યા છે. આ બાળકને બચાવવા અને બહાર કાઢવા માટે અનેક પાવરફુલ મશીનની મદદ લેવામાં આવી. મોટા મશીનોની મદદથી સુરંગ ખોદવાનું કામ શરુ કરવામાં આવ્યું.

આ ઘટના એ સ્પેનમાં એક મલાગા નામની જગ્યા છે જે પહાડી વિસ્તાર છે ત્યાં બનેલ છે. રવિવારનો દિવસ હતો અને ત્યારે જુલેન રોસેલ નામનો છોકરો એ ખોવાઈ ગયો હતો અને તેના પિતા એ નજીકમાં જ પોતાના પરિવાર માટે ખાવાનું બનાવી રહ્યા હતા. તેમને જાણ કરવા આવી કે તેમનો દીકરો એ ખાડામાં પડી ગયો છે. એ બાળકને બચાવવા માટે પહેલી વાર જયારે સુરંગ ખોદવામાં આવી તો તેમાં તેમને સફળતા મળી નહિ. ત્યારબાદ ફરીથી સુરંગ ખોદવાનું કામ શરુ કરવામાં આવ્યું.

ઘણાને એવી આશા હતી કે બાળકને આપણે ૨૦ જાન્યુઆરી સુધીમાં બહાર કાઢી શકીશું. પણ તમને જાણીને નવાઈ લાગશે કે આ બાળક એ પુરા ૧૩ દિવસ એ ખાડામાં રહ્યો અને આખરે એ હારી ગયો અને તેનું મૃત્યુ થઇ ગયું. રેસ્ક્યુ ટીમને એ ખાડાની જગ્યાએથી થોડા વાળ મળ્યા હતા અને તેનો ડીએનએ ટેસ્ટ કરીને ખાતરી કરવામાં આવી હતી કે આ બાળક એ જુલેન જ છે. સ્પેનમાં ઘણા પાવરફુલ મશીન સાથે આ બાળક સુધી પહોચવા માટે સુરંગ બનવવામાં આવી હતી. સુરંગ પાછળ પ્લાન એવો હતો કે જયારે તે બાળકથી થોડી દુરી બાકી હોય ત્યારે અમુક લોકોને નીચે મોકલીને હાથથી ખોદાવશે. આમ બાળકને બચાવવાનો હતો.

children on bike

ઘણી જ બધી મહેનત અને લોકોની આટલી બધી પ્રાર્થના કરવા છતાં પણ એ બાળક જીવી શક્યો નહિ. બાળકના જવાથી તેના માતા પિતાએ ઘણા જ આઘાતમાં છે. તમને જાણીને દુઃખ થશે પણ આ માતા પિતાનો પહેલો પુત્ર પણ ૨૦૧૭માં મૃત્યુ પામ્યો હતો અને તેનો નાનો દીકરો પણ ૩ વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યો હતો. જયારે અત્યારે તેમનો આ દીકરો પણ ૨ વર્ષનો હતો અને અકસ્માત થતા તે પણ મૃત્યુ પામ્યો છે. બાળકોની વિશેષ કાળજી રાખો મિત્રો ક્યારેય તેમને એકલા કોઈપણ જગ્યાએ જવા દેશો નહિ. ઈશ્વર તે બાળકની આત્માને શાંતિ આપે અને તેના માતા પિતાને હિંમત અને શક્તિ આપે.

પોસ્ટમાં ફોટો પ્રતીકાત્મક છે.