રત્ન વિજ્ઞાન મુજબ કન્યા અને મીથુન રાશીના લોકો માટે ખૂબ જ શુભ હોય છે આ પન્નાનો નંગ, જાણો તેને ધારણ કરવાથી કેવા લાભ થઈ શકે છે…

લીલા રંગનો પન્નાનો ગ્રહ સર્પનો ડર, જેવા અનેક ભયને દૂર કરીને આપે છે અનેક લાભ, સેલિબ્રિટીઝ પહેરે છે આ રત્ન… જાણો ચોંકાવનારા રહસ્યો… રત્ન વિજ્ઞાન મુજબ કન્યા અને મીથુન રાશીના લોકો માટે ખૂબ જ શુભ હોય છે આ પન્નાનો નંગ, જાણો તેને ધારણ કરવાથી કેવા લાભ થઈ શકે છે…

જેમોલોજી સાયન્સ મુજબ, ‘પન્ના’નો નંગ્ર બુધ ગ્રહનું પ્રતીક છે અને બુધને ભાષા – વાણી, વ્યવસાય, પાચનતંત્ર, યુવા અવસ્થાની સાચવણી વગેરે જેવા લાભ પ્રાપ્ત કરવા પાછળનું કારણ માનવામાં આવે છે. બુધનો ગ્રહ મિથુન અને કન્યા રાશી પર આધિપત્ય ધરાવે છે. તેને લગતો રત્ન પન્નો ખૂબ જ તેજસ્વી અને ચમકદાર હોય છે. શુદ્ધ રાશી રત્ન પન્નો સૂર્યના પ્રકાશમાં પણ આરપાર દેખાય તેવો પારદર્શક હોય છે, પ્રાચીન સમયમાં એવું કહેવાતું હતું કે તે પોતાની આભાના કિરણો ચાદરેકોર ફેલાવી શકે તેટલો તેજોમય હોય છે. પન્નાના ગ્રહને લઈને ઘણી ધાર્મિક અને વૈજ્ઞાનિક માન્યતાઓ પ્રવર્તમાન રહેતી હોય છે.

પન્નાનો ગ્રહ કન્યા રાશી અને મીથુન રાશી ધરાવતાં જાતકો માટે ખૂબ જ લાભદાયી રત્ન છે. તે એક અનોખું રત્ન વિજ્ઞાન છે. જેના મુજબ તે તેને ઘારણ કરતા વ્યક્તિ પર અસર કરે છે, આવો જોઈએ પન્નાનો નંગ આંગળીમાં વીટીની જેમ અને ગળાંમાં પેનડન્ટની જેમ જડાવીને પહેરવાથી શું લાભ થાય છે અને તેને ધારણ કર્યા બાદ કેવા અનુભવો થાય છે ધારકને એ જોઈએ.

પન્નાના અન્ય નામો:

આ રત્નો ઘણા નામો દ્વારા જાણીતા છે, જેમ કે: સંસ્કૃતમાં મરકટ મણિ, ફારસી એટલે કે પર્શિયનમાં જામરાની, હિન્દીમાં પન્ના અને અંગ્રેજીમાં એમરલ્ડ તરીકે ઓળખાય છે.

પન્નાના રંગો તેની મૂળ ખાસિયત છે:

આ મણિ હળવા કે ઘેરા લીલા રંગના જોવા મળે છે. આ મણિ પહેરનાર વ્યક્તિ નસીબદાર હોય છે. પન્નો મુખ્યત્વે પાંચ રંગોમાં જોવા મળે છે. પોપટના પાંખોનો રંગ, દરિયાના પાણી જેવો આછો પારદર્શક લીલો રંગ, ગુંદરના ફૂલના રંગ જેવો ઘાટો લીલો કે, મોરપીંછ જેવા ચમકીલો લીલો રંગ છે અને સેરદુલના ફૂલની જેમ ચમતો રંગ પણ પન્નાના રંગમાં જોવા મળે છે.

રત્નોની લાક્ષણિકતાઓ:

આ મણિ ખૂબ નરમ પત્થર છે અને તે સૌથી મૂલ્યવાન પત્થરોમાંથી એક છે. તેનો આકર્ષક લીલો રંગ, દેખાવ, ચમક, વજન, પારદર્શિતા અનુસાર, તેનું મૂલ્ય નિર્ધારિત થતું હોય છે.

કિંમત: આ મણિના ૧ કેરેટ રૂપિયા ૫૦૦થી લઈને રૂપિયા ૫૦૦૦ સુધી વધીને કેરેટના હિસાબે નક્કી થાય છે.

તે ક્યાંથી મળી આવે છે:

આ દુર્લભ રીતે પ્રાપ્ત થતું રત્ન છે. તે મોટે ભાગે દક્ષિણ મહાનદી, હિમાલય, ગિરનાર અને સોમનદી પાસે જોવા મળે છે.

રત્ન પહેરવાના ફાયદા:

આ રત્ન ધારણ કરવાથી, અનિશ્ચિતતા દૂર થઈને નિશ્ચિત સંજોગોની પ્રાપ્તી થઈ જાય છે. જો વિદ્યાર્થી પન્નાનો નંગ વીંટીમાં પહેરી રહ્યો હોય, તો સરસ્વતીની કૃપા બની રહે છે અને તેમની બુધ્ધિ અર્થે ઉત્તમ રીતે કારગર રહે છે.

જો આ પ્રકારનું રત્ન ઘરમાં હોય તો કેવા લાભ થાય:

જે ઘરમાં આ મણિ છે, ત્યાં અનાજ અને ધન અખૂટ રહે છે, સંતતિ સુખની પ્રાપ્તી થાય છે, ભૂત-પ્રેત જેવા અવરોધો દૂર થઈને શાંતિ પ્રાપ્ત થાય છે. સર્પનો ડર નથી લાગતો અને ધારકને આત્મવિશ્વાનો અનુભવ થયા વિના નથી રહેતો. તે આંખની બિમારીમાં પણ ખૂબ ફાયદાકારક છે.

આરોગ્ય માટે લાભદાયી:

તે એક અક્સીર પદાર્થ છે જે રોગીઓ અને દર્દીઓ માટે તંદુરસ્ત અને આનંદપ્રદ જીવન આપનાર છે. જો તમે સવારે પાંચ મિનિટ માટે આ મણિને ગ્લાસમાં પાણી નાખીને તેમાં ફેરવો અને પછી તમારી આંખો પર છાંટવામાં આવે તો આંખના રોગ માટે ખૂબ ફાયદાકારક નિવડે છે.

અન્ય આચર્ચયજનક ફાયદા જાણીએઃ

પન્નાનો નંગ જો મીથુન લગ્નના જાતકો ધારણ કરે છે, તો તેઓ કૌટુંબિક સમસ્યાઓમાંથી રાહત મેળવી શકે છે. તેમના માતાનું આરોગ્ય પણ સારું રહેશે અને જો તેઓ પબ્લિક અપીરિયંસ એટલે કે લોકોને સંબંધિત કાર્યોમાં તેમની કારકિર્દી હશે તો તેમને અચૂક સફળતા મળશે. કન્યા રાશીના જાતકોને પણ પન્નો પહેરવાની સલાહ અપાય છે. તેમને પન્નો પહેરવાથી રાજકિય, વ્યવસાયિક, કૌટુંબિક અને, નોકરી કે સરકારી કાર્યમાં લાભ મેળવી શકે છે. જો તે વ્યક્તિ બેરોજગાર હોય, તો તેમની રોજગારીની તકો વધશે.

કોણ કોણ પન્નો ગ્રહણ કરી શકે છેઃ

જો કોઈ વ્યક્તિની કુંડળીમાં જન્મ લગ્ન બુધ હોયનું ખાનું ૬, ૮ કે ૧૨માં હોય તો પણ તે જાતક બુધનો નંગ ગ્રહણ કરી શકે છે. જો તેમનો બુધ નીચના સ્થાને હોય તો તેઓ પણ પન્નો પહેરી શકે છે. જો જાતકની મૂળ બુધનો ગ્રહ હોય તો પન્નો પહેરવાથી માનસિક શાંતિ, આર્થિક લાભ અને અભ્યાસમાં મન લાગવું જેવા લાભ જણાય છે. દસેય દિશાઓથી શુભ સમાચારો આવવાના સંકેત મળી શકે છે. પન્નો ધારણ કરવાથી અન્ય નડતર રૂપ ગ્રહોની અસર પણ નહિવત થાય છે. પન્નો ધારણ કરનારને દુશ્મનોના મનોરથોની પણ અસર થઈ શકતી નથી.

જેઓ સરકારી કર્મચારીઓ છે, નોકરિયાત વર્ગ છે, ધંધાદારી કે વેપારી, ગણિતજ્ઞ કે શિક્ષક હોય કે પછી કોઈ સેલ્સમેન હોય જેમનું માર્કેટિંગમાં કામ રહેતું અને લોકસંપર્કમાં જ રહેવું પડતું હોય તેઓએ આ રત્ન જરૂર પહેરવું જોઈએ. આવા લોકો તેમના શ્રેષ્ઠ પરિણામો મેળવવાના લાભ લઈ શકે છે.

ક્યારે પહેરી શકાય?

બુધવારે સૂર્યોદયના સમયથી પ્રાતઃકાળ, એશ્લેષા, જ્યેષ્ઠ અથવા રેવતી નક્ષત્રમાં તમે દિવસના ભાગમાં ૧૦ વાગ્યા પહેલાં સુધીમાં પન્નાનો નંગ પહેરી શકો છો. પન્ના હંમેશાં શુભ સમયે સુવર્ણ ધાતુમાં જડીને જ પહેરાય છે. તેમજ તેનો પૃષ્ઠ ભાગ આંગળીની ચામડીને સ્પર્શે તે રીતે બનાવડાવવી જોઈએ. તે ઓછામાં ઓછા ૩ કેરેટ હોવું જોઈએ અને તેથી વધુ કેરેટનું હોય તો ઉત્તમ છે. તેને જમણા હાથની ટલચી આંગળીમાં પહેરવાનું સૂચન છે.

સેલિબ્રિટીઝ પહેરે છે આ પન્નાનું રત્ન…

તમે ટીવી સિરિયલો કે ફિલ્મોમાં કામ કરતા અનેક સફળ અભિનેતાઓ અને અભિનેત્રીઓને જમણા હાથની છેલ્લી ટચલી આંગળીમાં ઘેરા લીલા કે કાળા જેવા લાગતા ઓવેલ કે ચોરસ નંગને સોના કે ચાંદીની વીંટીમાં પહેરેલ નંગ નોંધો હશે. ન જોયો હોય તો હવે ફરીથી માર્ક કરશો… ટી.વી. સિરિયલ ક્વિન એકતા કપૂર, સદીના મહાનાયક અમિતાભ બચ્ચન અને પ્રખર રાજકીય નેતા અમિત શાહને પણ આ પન્નાનો નંગ ધારણ કરેલ જોવા મળ્યા છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ