રેસ્ટોરંટ્સમાં જમવા જવાનો શોખ છે? તો હોટેલ્સમાં જમતી વખતે ઓછામાં ઓછા આ એટિકેટ્સ તો ફોલો કરવા જ જોઈએ

આપણે જ્યારે હોટેલમાં જમવા જઈએ ત્યારે ત્યાંના વાતાવરણથી આપણે એવા પ્રભાવિત થઈ જઈએ છીએ કે આપણને એમ થાય કે શું કરવું અને શું ન કરવું. મોઘી હોટલોની સજાવટ અને ત્યાંના સ્ટાફ સાથેની વર્તણૂંક જોઈને આપણે અંજાઈ જઈએ છીએ.

આપણને તો એ પણ ખ્યાલ નથી હોતો કે કયા હાથમાં કાંટો અને કયા હાથમાં ચમચી પકડવી.. હોટેલસમાં જઈએ એટલે કેટલીક બાબતોની કાળજી આપણે અનાયાસે જ લઈએ છીએ અને કેટલાક નિયમો એવા છે જે કહ્યા વિના જ આપણે અનુસરવા લાગીએ છીએ.
અમે આજે હોટેલ્સમાં જમતી વખતે કેટલાક શિષ્ટાચાર જરૂરી બની જાય છે. અને એ કયા કયા છે એની ચર્ચા કરીશું.

૧ હોટેલના સૂચવ્યા સમયે પહોંચવું

જો એવું બને કે હોટેલનું રસોડું બંધ કરવાનો સમય થઈ ગયો હોય અને ત્યારે આપણે પહોંચીએ. અથવા હોટેલના સૂચિત સમય પહેલાં પહોંચ્યાં હોઈએ તો પણ આપણને સર્વિસ મળતી નથી. સામાન્ય રીતે બ્રેકફાસ્ટ ટાઈમ સવારે ૭થી ૧૦ લંચ બપોરે ૧૨થી ૩ અને ડિનર સાંજે ૭થી ૧૧ સુધીનો સમય હોય છે.

જો કે જુદી જુદી હોટેલ અને તેના રેસ્ટોરંટ મુજબ આમાં થોડો ફેરફાર હોઈ શકે છે. શક્ય બને એટલું આ નિયત સમયની અંદર જ પહોંચવું જોઈએ જેથી મુશ્કેલી ન પડે.

૨ ટેબલ રિઝર્વેશન

જો તમે હોટેલ પર પહોંચીને સમય બચાવવા ઇચ્છતા હોવ તો રિઝર્વેશન કરાવવાની સિસ્ટ્મ છે. જો તમે વધારે લોકો હોટેલમાં જતાં હોવ તો બધાં એક સાથે તમે બેસી શકો તો તમે રિઝર્વેશન કરાવી શકો છો. પરંતુ જો તમે મોડા પહોંચવાના હોવ તો ફોન કરીને જાણ કરવાની ફરજ રહે છે. જેથી આપ ત્યાં પહોંચો ત્યારે તમારું ખરાબ ન લાગે.

૩ સ્ટાફ સાથેની વર્તણૂંક

જો તમે જે ઓર્ડર કર્યો છે તેમાં કોઈ ભૂલ હોય કે કોઈ ખામી હોય તો પણ સ્ટાફ સાથે નમ્રતાથી વર્તવું જોઈએ. તેમને તમે ખખડાવીને કે બૂમબરાડા પાડીને ન વાત કરશો. શાંતિથી અને ધીરજપૂર્વક આપની મુશ્કેલી જણાવવી જોઈએ.

૪ ટીપ્સ આપવી

મોટી અને મોંઘી હોટેલ હોય કે સાવ નાની રેસ્ટોરંટ હોય ત્યારે બીલના પ્રમાણના ૨૦% જેટલી ટીપ્સ આપવી જોઈએ. તમે ૨૦૦૦નું બીલ આપો ત્યારે સાવ ૧૦ કે ૨૦ રૂપિયા જેટલી ટીપ્સ ન આપવી. આ એક પ્રકારનો શિષ્ટાચાર છે. કોઈ ફાઈવસ્ટાર હોટેલના વેઈટર્સને નજીવી ટીપ્સ આપીએ તો તેમને અપમાન કર્યું કે શર્મિંદા કર્યા જેવું અનુભવાય છે.

૫ કૂતરા બીલાડી જેવા પેટ્સ લઈ જવા

હોટેલના રેસ્ટોરંટમાં પોતાના પેટ્સને અંદર લઈ જવાની મનાઈ હોય છે. એનું કારણ એજ હોઈ શકે કે અન્ય મહેમાનોને ડિસ્ટર્બ ન થાય. જો આપને તેમ કરવું જ પડે તેમ હોય તો પરવાનગી જરૂર લેવી જોઈએ.

૬ નાના બાળકના સાથે

તમારું સાવ નાનું બાળક હોટેલમાં સાથે લઈ ગયાં હોવ ત્યારે જો તે ખૂબ રોવે તો તેને તરત જ ચૂપ કરાવવો જોઈએ. અથવા હોટેલ રેસ્ટોરંટમાંથી બહાર નીકળી જવું જોઈએ. બની શકે કે બાળકનું ડાયપર બદલવાની પણ જરૂર પડે ત્યારે પણ રેસ્ટોરંટથી બહાર જઈને જ બદલવું જેથી બીજા મહેમાનોને તકલીફ ન પડે.

૭ વધારે સમય બેસી રહેવું

હોટેલમાં જમી લીધા બાદ અને તેનું પેમેન્ટ કર્યા બાદ પણ વધારે સમય સુધી ટેબલ રોકીને બેસી રહેવું યોગ્ય નથી. રિઝર્વેશન સિસ્ટમ પર પણ અસર પડે છે અને હોટેલના અન્ય ગ્રાહકોને પણ વારો આવવામાં તકલીફ પડે એવું બની શકે.

૮ વેઈટરની અવગણના કરવી

ઓર્ડર લેવા ઉભેલા વેઈટરને સાંભળ્યા વિના જ એકબીજા સાથે વાતો કર્યા કરવી કે તે જ્યારે સર્વ કરતો હોય ત્યારે સહકાર ન આપવો એ ખરેખર ખોટી બાબત છે. વિનમ્રતાપૂર્વક વાત કરીને તેને સહકાર આપવો જોઈએ. એમને પીરસવા માટે જગ્યા કરી આપવી જોઈએ.

વેઈટર એ હોટેલમાં આપને મદદ કરવા માટે હોય છે તેને તમે અપમાનજનક રીતે પૂકારી ન શકો. કોઈને વેઈટરને સીટી મારીને કે ડ્ચકારા બોલાવીને ધ્યાન ખેંચવાની ટેવ હોય છે જે તદ્દન અયોગ્ય છે. જો સ્ત્રી વેઈટર હોય તો તેને સ્પર્શ કરવો કે ઉદ્ધત વર્તન કરવું એ અયોગ્ય છે.

૯ પેપર નેપકીન ફેંકો નહીં

હોટેલના કોટન નેપકીન કે પેપર નેપકીનથી નાક લૂછવું એ યોગ્ય નથી. સાથે તેને વાપરીને ગમે ત્યાં કે પછી ટેબલ પર જેમ તેમ રાખી ન દેવું જોઈએ. તેને ડીશમાં જ રાખવું જોઈએ જેથી અન્ય લોકોને તે ઉપાડવામાં તકલીફ ન થાય. કોઈ બીજું પણ આવું કરતું હોય તો તેમને ના પાડો.

૧૦ દલીલ કે ઝઘડો ન કરો

જમવાના ટેબલ પર અને એમાંય ખાસ કરીને હોટેલના ટેબલ પર બેઠાં હોવ ત્યારે ક્યારેય દલીલ કે ઝઘડો ન કરવો જોઈએ. તે સમયે તમે તો ડિસટર્બ થાવ જ છો સાથે તમારા લીધે અન્ય ગેસ્ટને પણ તકલીફ પડે છે. પ્રયત્ન કરવો કે હોટેલનું શાંત અને ખુશનુમા વાતાવરણ જાળવી રાખો અને તમે પણ તેને માણો.

૧૧ કોઈ એલર્જી હોય તો જણાવો

કોઈ ખાણી-પીણીનો ઓર્ડર કરતાં પહેલાં તમને કોઈ એલર્જી હોય તો વેઈટરને જણાવો. દા.ત. મશરૂમ ખાવાથી તમને એલર્જી હોય તો પીત્ઝામાં તે ન નાખવા અનુરોધ કરવો અને હાઈ બ્લડ પ્રેશર હોય તો નમક ઓછું નાખવા અગાઉથી જ કહી દેવું. આ સિવાય, તમને પંખા કે એ.સી. નીચે બેસવાની એલર્જી હોય તો પણ જાણ કરો. જેથી તમને પાછળથી તકલીફ ન પડે.

૧૨ ઓર્ડર કેન્સલ કરવો કે ડીશ પાછી મોકલવી

ક્યારેક એમ થાય કે ઘણું બધું ઓર્ડર થઈ ગયું છે એમાંથી કોઈ ડીશ કેન્સલ કરાવવી હોય તો તેને સમયસર કહી દેવું. જો મેનેજર એમ કહે કે ડીશ બની ગઈ છે અને પીરસાઈ જ જશે હમણાં તો તમે તેને નકારી ન શકો. બીજું એ કે અડધી ડિશ ખાઈ લીધા પછી પાછી મોકલવી એ એથિક્સને વિરુદ્ધ છે.

તેમાં કોઈ અનિચ્છનિય કચરો કે જીવાત હોય તો પણ શાંતિથી જણાવવું બાકી નથી ભાવતું પાછું લઈ જાવ તેમ ન કહી શકાય. હા, એ પ્લેટને પેક કરાવી ઘરે લઈ આવી શકો છો. રસ્તામાં કોઈ ગરીબને કે ઘરના રામા કે કામવાળીને આપી દઈ શકાય.

૧૩ ફોનમાં સમય ન વિતાવો

કોઈ મોંઘી હોટેલમાં આપ જમવા આવ્યાં હોય તો ત્યાંની સજાવટ અને વાતાવરણને માણવું જોઈએ. કોઈ એવી હોટેલ જ્યાં મધુર સંગીત વાગતું હોય કે સુઆયોજિત કોઈ કાર્યક્રમ ચાલતો હોય તો તેનો પણ આનંદ લેવો જોઈએ. નહીં કે મોબાઈલમાં મોં નાખીને જમ્યા કરવું. તમે જેમની સાથે જમવા આવ્યા હોવ તેમની સાથે પણ સારો સમય વિતાવવો જોઈએ.

૧૪ ટેબલ વેરવિખેર રાખવું

આપણે એટલી બધી વસ્તુઓ મંગાવી લઈએ છીએ કે ટેબલ ભરચક લાગે. અથવા તો ઓછી વસ્તુઓમાં પણ આપણે ટેબલને અણઘડ રીતે ડીશ અને ક્રોકરી મૂકીએ છીએ. ત્યારે વેઈટર્સને પીરસવામાં તકલીફ પડે છે જમ્યા પછી સાફ કરવામાં પણ અગવડ રહે અને બની શકે ખાતી વખતે ખોરાક ઢોળાય પણ ખરો.

૧૫ ખડખડાટ હસવું કે જોરથી બોલવું

તમે મિત્રો કે પરિવાર સાથે હોટેલમાં જમવા જાવ ત્યારે સ્વાભાવિક છે કે તમે એ સમયને સારી રીતે વિતાવવા ઇચ્છો છો. કોઈનો જન્મદિવસ હોય કે કોઈ પ્રસંગ હોય ત્યારે હોહલ્લો વધારે થાય છે. તમારી આસપાસ અન્ય બેઠેલ મહેમાન ગેસ્ટને ખલેલ ન પહોંચે તેમ વર્તવું જોઈએ. બહુ જોરથી હસવું કે જોરથી વાતો ન કરવી જોઈએ.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ