માત્ર સ્ત્રીઓને જ શા માટે? પુરુષોએ પણ તેમની ત્વચાની સંભાળ રાખવી જોઈએ, જાણો સરળ ટીપ્સ…

જેન્ટ્સ સ્પેશીયલ ટીપ્સ; ઉનાળાની ગરમીમાં તમે પણ રાખો ચહેરાની માવજત

સામાન્ય રીતે સ્ત્રીઓને ત્વચાની કાળજી લેતાં આપણે જોઈએ છીએ. આપણે માત્ર મહિલાઓને જ બ્યુટી પાર્લરમાં ફેસિયલ કરાવતાં જોયાં છે. પરંતુ હવે સમય બદલાયો છે અને તેવી જ કાળજી અને પરેજી પુરુષોએ પણ તેમની ત્વચા માટે લેવી જોઈએ જેટલી સ્ત્રીઓ કરતી હોય છે.

એવું નથી નવા જમાના પ્રમાણે હવે પુરુષો પણ પાર્લરમાં જઈને ત્વચાની કાળજી લેતા થયા છે. પરંતુ હજુ પણ દરેક વર્ગના અને દરેક ઉમરના પુરુષોએ કાળજી રાખવી જોઈએ. વધતા જતા પ્રદુષણને લીધે અને આધુનિક જીવનશૈલીની દોડધમને કારણે દરેક લોકોની ચામડી પર અસર કરે છે. કાળી પડી જવી, આંખના કુંડાળા અને સમયથી વહેલી પડતી જતી કરચલીઓ જેવી તકલીફ વધતી જાય છે.

ત્યારે આજે અમે આપના માટે કેટલીક એકદમ સરળ ટીપ્સ લઈને આવ્યા છીએ જે અપનાવીને દરેક વ્યક્તિ માત્ર સ્ત્રીઓ કે માત્ર પુરુષો નહીં બંને અપનાવી શકે છે. આવો જોઈએ તે શું છે?

ચહેરો ધોવો જોઈએ

સવારે જાગીને આપણે જ્યારે બ્રશ કરીએ છીએ ત્યારે ચહેરો પણ ધોવો જોઈએ. જે માઈલ્ડ સાબુ કે ફેસ વોશનો જ ઉપયોગ કરવો જોઈએ. રાતના સૂતી સમયે આપણાં ચહેરા પર પરસેવો વળે છે અને કુદરતી તેલ પણ જમા થાય છે જેને કારણે ચહેરા પર ચીકાશ અનુભવાય છે.

ઓફિસથી આવીને પણ ચહેરો સાફ કરવો જોઈએ. અને સવારે જાગીને ચહેરો સાફ કરવાથી ફોડલી કે પીમ્પલ્સ થવાની શક્યતા ઓછી થશે. ચહેરાના કોષોના છીદ્રો ખૂલી જાય છે જેથી ચામડીને સ્વચ્છ હવા મળી શકે.

વેટ વાઈપ્સ

તમે જ્યારે પણ બહાર હોવ, ઓફિસના કામેથી કે ફરવા ગયા હોવ તો તમારે તમારી બેગમાં વેટ વાઈપ્સ જરૂર રાખવા જોઈએ. તે તમારી સ્કીન ટાઈપ અને ફ્લેવરની ચોઈસ પ્રમાણે બજારમાં મળે છે.

જેને કારણે તમારો ચહેરો સ્વચ્છ પણ સરળતાથી થશે, તે એન્ટી સેપ્ટીક છે અને તેનાથી ખૂબ જ ફ્રેશ ફીલ થશે. ચહેરા પરનો પરસેવો ગરદન સુધી પહોંચશે તો તે કાળી પડી જાય છે.

મોઈશ્ચરાઈઝર

પુરુષો જ્યારે સ્કીન કેર માટેની કાળજી નથી લેતા ત્યારે તેઓને વધારે તકલીફ પડતી હોય છે ગાલ, નાક, કપાળ અને ગરદનની ત્વચા પર. તેમણે તડકામાં બહાર જતી વખતે સારી ક્વોલીટીનું મોઈશ્ચરાઈઝર જરૂર લગાવવું જોઈએ. સારું સનસ્ક્રીન લોશન માર્કેટમાં ઉપ્લબ્ધ છે.

એ ખાસ મેન સ્કીન ટાઈપ માટે બનાવાયેલું હોય છે. વળી, શિયાળામાં પણ ત્વચાની કાળજી રાખવી જોઈએ. શેવીંગ કર્યા બાદ આફ્ટર શેવ લોશન અને સ્કીન કેર લોશન જરૂર લગાડવું જોઈએ.

પાણી પુષ્કળ પીવું જોઈએ

પાણીનું પ્રમાણ આપણાં શરીરમાં જળવાવવું જોઈએ. કામના ટેન્શનમાં કે દોડધામમાં પૂરતા પ્રમાણમાં પાણી ન પીવાય તો વધારે તકલીફ થાય છે. જે ત્વચાને પણ નુક્સાન કરે છે.
ચહેરા પરની કરચલી, આંખના કુંડાળા કે કપાળ, ગરદન અને ગાલના નીચેના ભાગમાં આવતી કાળાશે એ તમારી શરીર અને ત્વચા પરની બેદરકારીને લીધે જ હોય છે. તેથી જરૂરથી શરીરની ચાયત રાખીને ચહેરાને તેજસ્વી રાખી શકાય છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ