જાડાપણું ઓછું કરવા માટે આ ફળ માનવામાં આવે છે બેસ્ટ,દરરોજ ખાવાથી સ્કીન પર પણ આવે છે નિખાર

જે લોકો વજન ઘટાડવા માંગે છે એ મને પોતાના ડાઇટમાં આ ફળોને શામેલ કરી લેવા જોઈએ .આ જાડાપણું ઓ છું કરવાની સાથે સાથે સ્કીન પર પણ ગ્લો લાવે છે.

આજનાં સમયમાં જાડાપણું સૌથી ગંભીર સમસ્યા બનતી જઈ રહી છે.જાડા લોકોની વાત કરવામાં આવે તો ભારત બીજા નંબર પર આવે છે જ્યાં આબાદીનાં ૪૭ ટકા લોકો જાડા છે.જાડાપણું જ્યાં અમુક લોકો માટે ડિપ્રેશનનું કારણ બનતું જઈ રહ્યું છે ત્યાં જ અમુક લોકો જાડા થયા પછી પણ પોતાના જીવનને ખુલ્લીને જીવી રહ્યા છે.બાળપણથી તમે સાંભળતા આવ્યા હશો કે ફળ સેહત માટે ફાયદાકારક હોય છે.પરંતુ આજકાલ લોકો નેચરલ ચીજોને છોડીને સ્પલીમેંન્ટસ તરફ ભાગી રહ્યા છે.સમયનાં અભાવ અને વ્યસ્ત જીવનશૈલીનાં ચાલતા લોકો પોતાની સેહત પર ઓછું ધ્યાન આપવા લાગ્યા છે.તેવામાં તે પોતાના વજન અને પોતાની સ્કીન પર પણ ધ્યાન નથી આપી શકતા.આ જ બધી વાતોને ધ્યાનમાં રાખતા આજ આ પોસ્ટમાં અમે તમને અમુક એવા ફળો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે વજન કંટ્રોલ કરવામાં તમારી મદદ કરે છે.એ ટલુ જ નહિ,તેના ઉપયોગથી તમે નિખરતી ત્વચા પણ મેળવી શકો છો.વાત કંઈક એમ છે કે,આ ફળોમાં ફાઇબરની માત્રા વધુ હોય છે જે વજન ઓ છું કરવામાં તમારી મદદ કરે છે.ક્યા છે એ ફળ વિષે આવો જાણીએ .

સફરજન આપણે બધા જાણીએ છીએ કે સફરજન ખાવાથી આપણા સ્વાસ્થયને ઘણા પ્રકારનાં લાભ થાય છે.તમે એ કહેવત પણ સાંભળી હશે કે જે દિવસમાં એકવાર સફરજન ખાય છે તેને ડોક્ટર પાસે જવાની જરૂર નથી પડતી.વજન ઓછું કરવામાં પણ સફરજનનો જવાબ નથી.જણાવી દઈએ ,સફરજન લો કેલેરી અને હાઈ ઈન ફાઇબર ફળ છે જે વજન ઘટાડવા માટે બેસ્ટ માનવામાં આવે છે.એ ક સંશોધન મુજબ ,વજન ઘટાડવા માટે ઓ ટ્સ અને નાસપતિ ખાવાની તુલનામાં દરરોજ સફરજન ખાવા વાળાનું સારું પરિણામ હતું.સ્કીન સંબંધિત સમસ્યાઓ માટે પણ સફરજન બેસ્ટ છે.એ ક્સપર્ટને અનુસાર આ ડાઘ,ધાબ્બા,ડાર્ક સર્કલ જેવી સમસ્યાઓ થી છૂટકારો અપાવી શકે છે.

સંતરાસંતરું એક એવું ફળ છે જેને ખાઈને તમે સારી એવી કેલેરી બર્ન કરી શકો છો.તેમાં ભરપૂર પ્રમાણમાં ફાઇબર હોય છે જે ભૂખને શાંત કરતા મીઠા ખાણાની ક્રેવિંગને ઓછી કરે છે.સંતરાનાં જ્યૂસમાં સંતરાથી વધુ કેલેરી હોય છે.એટલે વજન ઘટાડવા માટે જ્યૂસ થી સારું તેને એમજ ખાવું .ત્યાં જ,ત્વચા સંબંધિત પણ સંતરાનાં ઘણા ફાયદા થાય છે.બ્લેકહેડ્સને હટાવવા માટે તમે સંતરાનાં જ્યૂસનો ઉપયોગ કરી શકો છો.સંતરાનાં જ્યૂસને બ્લેકહે્ડસ વાળા ભાગ પર ૧૦ મિનિટ સુધી રાખો અને ઠંડા પાણી વડે ચહેરો ધોઇ લો.થોડા જ દિવસોમાં ફરક નજર આવશે.

કિવીકિવીમાં રહેલ ફાઇબર પાચનતંત્રને મજબૂત બનાવે છે.વિટામીન-સી અને એન્ટિઑક્સિડેન્ટથી ભરપૂર આ ફળ આપણા શરીરની ઈમ્યૂનિટી સિસ્ટમને મજબૂતી આપે છે.પોતાના વધેલા વજનથી હેરાન લોકોને માટે આ ફળ ખૂબ લાભદાયક સાબિત થાય છે.જો તમારા શરીર પર વધારાની ચરબી જામેલી છે,તો તમે નિયમિત રૂપથી આ ફળનું સેવન કરો.આ ફળમાં ગ્લાઈસેમિક ઈન્ડેક્સનું પ્રમાણ ઓછું હોય છે જેના કારણે શરીરમાં ગ્લૂકોઝનું પ્રમાણ વધારે નથી શકતું.આટલું જ નહિ,તેમાં વિટામીન -ઇ ની પ્રચૂર માત્રા મળી આવે છે જે સ્કીનને સુંદર બનાવવા અને નેચરલ ચમક આપવામાં તમારી મદદ કરે છે.

તરબૂચગરમીની ઋતુમાં આવનાર તરબૂચ ફળમાં અઢળક પોષક તત્વો મળી આવે છે.આ સ્વાદ સાથે-સાથે સ્વાસ્થયનું પણ ધ્યાન રાખે છે.તેના ગર્ભમાં પોષક તત્વો સિવાય ૬૬ ટકા પાણી હોય છે જે વજન ઓછું કરવા માટે સૌથી ઉત્તમ માનવામાં આવે છે.જે લોકો વજન ઓછું કરવા માંગે છે એ મને તરબૂચ ખાવું જોઈએ .દરરોજ તેનું સેવન શરીરનાં સ્ટેમીનાને વધારે છે અને વજન ઘટવા લાગે છે.તરબૂચમાં ઘણા બધા એન્ટિઓક્સિડેન્ટ મળી આવે છે ને એ ંજિગની સમસ્યાને ખતમ કરીને નેચરલ ગ્લો આપે છે.