છેલ્લા 114 વર્ષથી આગરામાં આ ભવ્ય મંદીરનું નિર્માણ થઈ રહ્યું છે. મંદીરની ભવ્યતા જોઈ તમારી આંખો પહોળી થઈ જશે

તમે આગરાના તાજ મહેલનું નામ તો સાંભળ્યું જ હશે અને જીવનમાં એકવાર તેને જોવાની ઇચ્છા પણ ધરાવતા હશો. પણ આજ આગરા શહેરમાં એક મંદીરનું નિર્માણ છેલ્લી એક સદીથી ચાલી રહ્યું છે. અને તે પણ કોઈ જેવું તેવું મંદીર નહીં પણ અત્યંત ભવ્ય મંદીર. જો કે હવે થોડા ક જ સમયમાં આ મંદીરના નિર્માણનો અંત આવવાનો છે.

 

View this post on Instagram

 

A post shared by Shubham Tyagi (Tyagi Ji )© (@tyagi_ji_is_here) on


આપણે અહીં ભગવાનને તો પુજવામાં આવે છે પણ આ ભગવાનના જે પરમ ભક્ત થઈ ગયા તેને પણ ખાસ કરીને પુજવામાં આવે છે. આવા જ એક પંથના સ્વામીનો જન્મ આગરાની પન્ની ગલીના ખત્રી પરિવારમાં થયો હતો જેમનું નામ હતું શિવદયાલ સિંહ અને તેમણે જ આ રાધા સ્વામી પંથની સ્થાપના કરી. અને ધીમે ધીમે તેમને તેમના ભક્તો સ્વામિજી મહારાજ કહીને સંબોધવા લાગ્યા.

 

View this post on Instagram

 

A post shared by Aamir Khan (@decentbeast_) on


જ્યારે સ્વામીજી મહારાજના ભક્તેની સંખ્યા વધવા લાગી અને તેમનું ઘર નાનુ પડવા લાગ્યું ત્યારે સ્વામીજી મહારાજે આગરામાં પોતાનો આશ્રમ સ્થાપવા માટે જગ્યા શોધી અને 1861માં તેમણે પેતાના રાધાસ્વામી પંથની સ્થાપના કરી. અને ત્યાર બાદ આ સ્વામીબાગ આશ્રમની સ્થાપના કરી આ આશ્રમ આજે આ પંથ સાથે જોડાયેલા લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે.

 

View this post on Instagram

 

A post shared by Shubham Tyagi (Tyagi Ji )© (@tyagi_ji_is_here) on


આજ સ્વામીબાગમાં તેમના મૃત્યુ બાદ તેમની સમાધી બનાવવામાં આવી. તેમની આ સમાધી લાલ પથ્થરથી બનાવવામા આવી છે. જેના પર આ જ પંથ દ્વારા એક ભવ્યાતિભવ્ય મંદીર બનાવવામાં આવી રહ્યું છે. જેના પાયા 1903માં નાખવામાં આવ્યા હતા. અને આજે સો વર્ષો બાદ પણ તેનું નિર્માણ કાર્ય ચાલુ છે. આ મંદીર અત્યંત અદ્ભુત સૌંદર્ય ધરાવે છે.

આ મંદીર સંપૂર્ણ પણે આરસ પહાણમાંથી બનાવવામાં આવ્યું છે. આ મંદીરની કુલ ઉંચાઈ 161 ફૂટની છે જેના પર 31 ફૂટ ઉંચો કળશ સ્થાપવામા આવ્યો છે જેના પર લગભગ 17 કી.ગ્રામનો સોનાનો ઢોળ ચડાવવામાં આવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by The Charismatic Explorers (@thecharismaticexplorers) on


આ મંદીરની ડીઝાઈન ઇટાલિયન કંપની ફ્રિજોનીએ કરી છે. આ મંદીરમાં ભારતનો વારસા એવા પથ્થર પરની કોતરણીકામનો ખુબ જ સુંદર રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે. અહીંનો સતસંગ હોલ પણ ખુબ જ વિશાળ છે તે 68 ફૂટ પહોળો અને 68 ફૂટ લાંબો છે. મંદીરની દીવાલો પર સંત સતગુરુઓની વાણી કોતરવામાં આવી છે. તેમજ મંદીરના સ્તંભો પર ગુરુઓના વચન કોતરવામાં આવ્યા છે. આ ઉપરાંત ફુલ તેમજ પાંદડાઓનું સુંદર નકશીકામ પણ કરવામાં આવ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by R A J U L (@whorajulbhatt) on


મંદીરની દીવાલો પર રાધાસ્વામી નામ ભારતની કેટલીએ ભાષાઓમાં કોતરવામાં આવ્યું છે. હોલના મધ્યમાં સ્વામીજી મહારાજ અને તેમના ધર્મપત્ની રાધા જી મહારાજની પવિત્ર ચૈતન્ય રજ સ્થાપિત કરવામાં આવી છે. આ વિશાળ મંદીર 52 સ્તંભો પર બનાવવામાં આવ્યું છે.

આ ઉપરાંત મંદીરની ચારે તરફ 20 ફૂટ પહોળી નહેર પણ બનાવવામાં આવી છે જેમાં સુંદર મજાના આકર્ષક ફુવારા પણ મુકવામાં આવ્યા છે. જ્યારે પૂર્વ દીશામાં સ્વામીજી મહારાજનો પવિત્ર કૂવો છે જેને સુંદર રીતે મંદીર સાથે જોડી દેવામાં આવ્યો છે. આ મંદીર વિષે એવું પણ કહેવાય છે કે તેને શ્રાપ છે કે તેનું નિર્માણ કાર્ય ક્યારેય પુર્ણ નહીં થાય. જો કે પ્રશાસન એવું કહે છે કે મંદીરનું નીર્માણ લગભગ પૂર્ણ થઈ ગયું છે પણ નાના-નાના કામોમાં હજુ પણ 5-6 વર્ષનો સમય લાગશે.

 

View this post on Instagram

 

A post shared by Amit Bhambri (@amitbhambri15101983) on


આ મંદીરનો પ્રવેશ દ્વારા લાલ રંગના પથ્થરોથી બનાવવામાં આવ્યો છે જે ખુબ જ ભવ્ય છે. જ્યારે સંપૂર્ણ મંદીર સફેદ આરસપહાણથી બનાવવામાં આવ્યું છે. આમ ભવ્ય લાલ પ્રવેશ દ્વાર અને સફેદ મંદીરનું કોમ્બીનેશન ખુબ જ સુંદર લાગે છે. માત્ર મંદીરના આ ભવ્ય દ્વાર બનાવવામાં જ એક વર્ષથી ઉપરનો સમય લાગ્યે છે. મંદીરના દ્વાર બનાવવા માટેના લાલ પથ્થર રાજસ્થાનના ભરતપૂરથી મંગાવવામાં આવ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Apna AGRA (@apnaagra) on


મંદીરમાં કુલ પાંચ પ્રવેશ દ્વાર બનાવવામાં આવ્યા છે. જ્યારે અહીં ઉત્સવ હોય અને ભંડારો કરવામાં આવે છે ત્યારે દેશ વિદેશથી લાખો શ્રદ્ધાળુઓ આવે છે અને તે ભીડને પહોંચી વળવા માટે આટલા બધા દ્વાર મંદીરમાં બનાવવામાં આવ્યા છે.

આ મંદીરમાં એક એક વસ્તુ ભારતની છે. મંદીરમાં જડવામાં આવેલા કીંમતી પથ્થરો ભારતની જ ખાણોમાંથી મંગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત મંદીરને સુંદર બનાવવા માટે મંદીરમાં 15 જાતના પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પથ્થરોને મજૂરો દ્વારા હાથેથી તરાશવામાં આવ્યા છે.
આ મંદીર છેલ્લી એક સદીથી બની રહ્યું હોવાથી તેમાં તમને જે-તે સમયની કળાકારીગરીની ઝાંખી પણ જોવા મળી શકે છે. દૂરથી આ મંદીર તાજમહેલ જેટલું જ ભવ્ય લાગે છે. અત્યાર સુધીમાં આ મંદીર પાછળ ઓછામાં ઓછા 400 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by India tourism🇮🇳🇮🇳🇮🇳🇮🇳 (@_vande_mataram) on


આ મંદીર સાથે જોડાયેલી કેટલીક હકીકતો

  • રાધાસ્વામિ પંથના વિશ્વમાં ઓછામાં ઓછા 2 કરોડથી પણ વધારે અનુયાયીઓ છે.
  • આ મંદીર અને સમાધીનું સ્થળ તાજ મહેલની જેમ 52 સ્તંભો પર ઉભું છે.
  • આ મંદીરના પીલરને જમીન નીચે 50-60 ફૂટના ખાડા કરીને બનાવવામા આવ્યા છે.
  • મંદીર ઉપરના ગુંબજને એવી રીતે બનાવવામાં આવ્યો છે કે તેના પર ભૂકંપની કે બીજી કોઈ કૂદરતી આફતની અસર ન થાય.

 

View this post on Instagram

 

A post shared by Wanderlust | India | 💙 (@__w.a.n.d.e.r___l.u.s.t__) on


  • મંદીરનો નકશો લગભગ 100 વર્ષ પહેલાં ઇટાલીની એક કંપનીનએ બનાવ્યો હતો. જેમાં એક-એક ઝાડની પણ પોઝીશન નક્કી કરવામાં આવેલી છે.
  • 114 વર્ષથી 200 મજૂરો અહીં કામ કરે છે હાલ મજૂરોની ચોથી પેઢી આ મંદીરનું નિર્માણ કાર્ય કરી રહી છે.
  • પથ્થર પરની એક એક ડીઝાઈન મજૂરોએ પોતે હાથેથી કરી છે. અને દૂરથી જોતાં તે જાણે કોઈ સુંદર તસ્વીર હોય તેવુ લાગે છે.
  • આ મંદીરમાં આવનારા શ્રદ્ધાળુઓ પાસેથી કોઈ જ દાન લેવામાં નથી આવતું.
  • અહીં એક ઐતિહાસિક કૂવો છે જેનું પાણી પ્રસાદ રૂપે લેવામાં આવે છે.

 

View this post on Instagram

 

A post shared by Vishal Patel (@vp18v96) on


આ મંદીરના નિર્મણમાં વનસ્પતિઓને એટલું મહત્ત્વ આપવામા આવ્યું છે કે અહીં કરવામાં આવેલી કોતરણીમાં દરેક વનસ્પતીની વેલો તેમજ શાકભાજીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જેને બનાવવામાં મહિનાઓના મહિના લાગી જાય છે. આ ઉપરાંત આ દરેક વેલ પર તેનું વૈજ્ઞાનિક નામ પણ કોતરવામાં આવ્યું છે.

મંદીરને જોતાં તમને ક્યાંય પણ કોઈ સાંધો જોવા નહીં મળે કારણ કે જ્યાં જ્યાં સાંધા આપવામાં આવ્યા છે ત્યાં ત્યાં પથ્થરની સુંદર મજાની કોતરણીથી તેને કવર કરી દેવામાં આવ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by हमारा_ Technical_college.. (@dei_technical_college_) on


આ મંદીરને બનાવવા માટેનો અત્યાર સુધીનો ખર્ચ 400 કરોડ કરતાં પણ વધી ગયો છે. અહીં દર વર્ષે મંદીર પાછળ ઓછામાં ઓછા 7 કરોડ રૂપિયા ખર્ચવામાં આવે છે. મંદીરના ખર્ચમાં કોઈ પણ જાતની સરકારી કે બિનસરકારી મદદ લેવામાં નથી આવી. માત્ર મંદીરના અનુયાયીઓ જ પોતાની શક્તિ પ્રમાણે મદદ કરે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ