આને કહેવાય સાચ્ચી બહેનપણીઓ જુવાનીથી લઈને ગઢપણ સુધી સાથ નહીં છોડે, નિવૃત્તિ માટે બનાવ્યો 4 કરોડનો બંગલો

“બહેનપણીઓ” શબ્દ વાંચીને તમારા દ્રશ્ય પલટ પર તરત જ તમારી પાક્કી સહેલીઓના ચહેરાઓ ઉપસી આવ્યા હશે. અને તમે તરત જ તેમની સાથે વિતાવેલી ક્ષણોમાં પહોંચી ગયા હશો. હા, મિત્રતા એ લોહી વગરનો એવો સંબંધ છે જેની કોઈ જ સરખામણી થઈ શકે તેમ નથી.

 

View this post on Instagram

 

A post shared by NextShark (@nextshark) on


મિત્રો સાથે તમે ભૂતકાળને પણ વાગોળતા હોવ છો તો સાથે સાથે તમારા ભવિષ્યના પ્લાનિંગની ચર્ચા પણ કરતા હોવ છો. તમારા દુઃખ સુખ બધી જ બાબતોની ચર્ચા તમે તેની સાથે કરતાં હોવ છો. માતાપિતાને પણ તમારા વિષે જે ખબર ન હોય તે તમારા મિત્રને ખબર હોય છે. મિત્રો સાથે તમે કંઈ કેટલાએ સ્વપ્ન જોતા હોવ છો કે ભવિષ્યમાં આપણે આમ કરીશું તેમ કરીશું, સાથે ગોવા જઈશું કે પછી વર્લ્ડટૂર પર જઈશું કે પછી એ પ્રકારના કંઈ કેટલાએ ગપગોળા કરતા હોઈએ છીએ અને મીઠી-મીઠી યાદોનો સંગ્રહ કરતા હોઈએ છીએ.

પણ આજે અમે તમને એવી બહેનપણીઓની વાત કરવા જઈ રહ્યા છીએ કે જે માત્ર સાથે સ્વપ્ન જોવા સુધીનું જ કામ નથી કરતી પણ તેને પૂરા કરવાના નક્કર ઇરાદાઓ પણ ધરાવે છે. શું તમે ઇચ્છો છો કે તમે પણ બીજા વડીલોની જેમ ઘરની ચાર દીવાલોમાં, એસીવાળા રૂમમાં અને બહુ બહુ તો સવાર સાંજ પાર્કમાં આંટો મારીને તમારું ગઢપણ પસાર કરો ? એમ કરવામાં કંઈ ખોટું નથી પણ શા માટે આપણે આપણા ગઢપણને મસ્તીમાં જ પસાર ન કરવું. યુવાનીની જેમ મિત્રો સાથે જ ગઢપણ કેમ પસાર ન કરવું ? ચોક્કસ કરી શકાય. આ બહેનપણીઓનું પણ તેવું જ આયોજન છે.

અફસોસ કે વાત અહીં ભારતની નહીં પણ ચીનની થઈ રહી છે. હા ચીનની આ સાત બહેનપણીએ તૈયાર કરી લીધો છે તેમનો રીટાયરમેન્ટ પ્લાન જેનો મુખ્ય ઉદ્દેશ છે ગઢપણ સાથે જ પસાર કરવાનો. તે માટે પ્રથમ સીડી તો તેમણે ચડી પણ લીધી છે. હા, તેમણે પોતાના માટે એક બંગલો પણ બનાવી લીધો છે. જે લગભગ 4 કરોડ રૂપિયાનો છે.

 

View this post on Instagram

 

A post shared by The Best Estates (@the.best.estates) on


આ સાત ચાઈનીઝ છોકરીઓ એકબીજાની ગાઢ મિત્ર છે. આ બહેનપણીઓ એકબીજાના સાથને ખુબ પસંદ કરે છે અને એકબીજાના સાથને છોડવા માગતી નથી. વર્ષો પહેલાં તેમણે નક્કી કર્યું હતું કે તેઓ નિવૃત્ત થયા બાદ એક જ ઘરમાં સાથે રહેશે. અને નિવૃત્તિનું પ્લાનિંગ તો તમારે જુવાનીમાં જ કરી લેવું પડે કારણ કે તો જ તમે સારું ગઢપણ ભોગવી શકો. આ બહેનપણીઓએ પણ તેમ જ કર્યું.

આ વિચારની શરૂઆત 2008માં એક જોકથી થઈ હતી જે આજે એક 7535 સ્ક્વેર ફૂટના વિશાળ મકાનમાં ફેરવાઈ ગઈ છે. આ મકાન ચીનના ગુઆંગડોન રાજ્યમાં આવેલું છે. આ સાત બહેનપણીઓમાંની એકને આ સુંદર મજાનું મકાન ધ્યાનમાં આવ્યું અને પછી બધાએ તે મકાનને ખરીદવાનું નક્કી કરી લીધું. અને સાતે બહેનપણીએ ઘરની ખરીદી અને તેને રીનોવેટ કરાવવા માટે 4 મિલિયન યુઆન એટલે કે લગભગ ચાર કરોડ રૂપિયા ભેગા કર્યા અને સાથે રહેવાના પોતાના સ્વપ્નને વાસ્તવિક આકાર આપવો શરૂ કરી દીધો.

આ બહેનપણીઓ એકબીજાને છેલ્લા 20 વર્ષથી જાણે છે. તેઓ સહકાર્યકરતા હતા અને ક્યારેક ક્યારેક તો એકબીજાની એટલા નજીક આવી જતાં કે જાણે સગી બહેનો હોય.

પોતાના આ રીટાયરમેન્ટ હાઉસને તેમણે ત્રણ માળમાં વહેંચ્યું છે અને તે હરિયાળા પહાડોથી ઘેરાયેલું છે અને ઘરની નજીકથી જ એક નદી વહે છે. ગ્રાઉન્ડ ફ્લોર પર તેમણે લિવિંગ એરિયા બનાવ્યો છે. જ્યારે ઉપરના માળે દરેકના માટે એક અલાયદો બેડરૂમ રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત રીક્રીએશન માટે પણ પુરતી જગ્યા ફાળવવામાં આવી છે.


જેમાં ચાઈનીઝ સંસ્કૃતિ પ્રમાણે વિશાળ તાતામી મેટવાળો એક વિશાળ ઓરડો છે જ્યાં તે આખું ગૃપ મસ્તી કરી શકે તે ઉપરાંત એક ટી રૂમ પણ બનાવવામાં આવ્યો છે. આ બંગલાનું ફર્નિચર ભારત અને મોરોક્કોથી મંગાવવામાં આવ્યું છે. અને ડાઈનીંગરૂમમાં નું વિશાળ ડાઈનિંગ ટેબલ તો ખરું જ. અને તે ઓછું પડતું હોય તો બંગલાની બહાર એક સ્વિમિંગપુલ છે અને ચાઈનીઝ લોકો ચાના ખુબ શોખીન હોય છે તો તેમણે ચા પીવા માટે બહારની બાજુ પણ એક સુંદર મજાની બેઠક ગોઠવી છે.

આ બહેનપણીઓ સાથે જ જમવાનું બનાવે છે, સાથે ખરીદી કરવા જાય છે, સુંદર મજાના ગીતો ગાઈ ખુશ રહે છે. જો કે તેઓ દરેક એક આગવી સ્કીલ શીખવા માગે છે. જેમાં કોઈ સરસ મજાની રસોઈ બનાવતું હોય તો વળી કોઈને શાકભાજી ઉગાડતા આવડતું હોય તો વળી કોઈ સુંદર વાદ્ય વગાડી જાણતું હોય. જેથી કરીને ભવિષ્યમાં તેઓ એકબીજા સથે લડે નહીં પણ પોતાની આવડતના હીસાબે કામ વહેંચી લે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ