આસામનું એક મંદિર સોફ્ટશેલ ટોર્ટલ માટે બની ગયું છે એક સુરક્ષિત સ્થળ…

આસામના આ મંદિરમાં થાય છે ધાર્મિક સંસ્કૃતિ સાથે પ્રાકૃતિક વારસાનું પણ કરે છે જતન… અહીં દુર્લભ અને લુપ્ત થઈ રહેલા કાચબાઓનો થાય છે ઉછેર… વૈશ્વિક રીતે લુપ્ત થતા કાચબાઓની પ્રજાતિ આસામના આ મંદિરમાં થાય છે જતન…

છેલ્લા કેટલા સમયથી વારંવાર જંગલો કપાવવા, જળાશયો સુકાવવા અને ફળદ્રુપ અને ખેડાઉ જમીનનું પડતર થઈ જવું વગેરે જેવી તકલીફો ગ્લોબલ વોર્મિંગ અને વાતાવરણનું અસંતુલન થતું જાય તેવી ફરિયાદો થતી જોવા મળે છે. ત્યારે અનેક વન્ય પ્રાણીઓની પ્રજાતિઓ પણ લુપ્ત થતી જાય છે. તેજ રીતે જળાશયોમાં રહેતાં પ્રાણીઓ પણ નાશપ્રાયઃ સ્થિતિમાં છે. હાલ એવીજ એક કાચબાની પ્રજાતિ પણ વૈશ્વિક રીતે ખત્મ થવાના આરે છે, જેનું નામ છે; સોફ્ટશેલ ટોર્ટલ.

આસામનું એક મંદિર સોફ્ટશેલ ટોર્ટલ માટે બની ગયું છે એક સુરક્ષિત સ્થળ…

લાંબા સમયથી એક ખાસ પ્રકારના સોફ્ટ શેલ કાચબાની જાળવણી ત્યાંના સ્થાનિક પર્યાવરણ પ્રેમી અને મંદિરના સંચાલકોને આધિન છે. આ એક પ્રકારની વૈશ્વિક રીતે લુપ્ત થતી પ્રજાતિ છે. જેના ઉછેરની અને તેની પ્રજાતિના સંરક્ષણની જવાબદારી લીધી છે.

શું છે આ કાચબાની લુપ્ત થતી પ્રજાતિ…

વર્ષ ૨૦૦૨માં ઇન્ટરનેશનલ યુનિયન ફોર કંઝરવેશન ઓફ નેચરે, ખાસ પ્રકારના કાળા કાચબા ભારતીય સોફ્ટશેલ અને ભારતીય પિકોક કાચબા એમ બે મુખ્ય પ્રજાતિને લુપ્ત થતા કાચબાની જાતિની શ્રેણીમાં જાહેર કરી હતી. પૂર્વોત્તર ભારતના આસામ રાજ્યમાં મીઠા પાણીમાં રહેતા આ કાચબાઓનું તે મહત્વનું સ્થાન ગણાતું હતું. આસામમાં આ કાળા કાચબાનું માસ ત્યાંના સ્થાનિક લોકોમાં ખૂબ જ લોકોપ્રિય હતું. જેથી તે ધીમેધીમે લુપ્ત થવા લાગ્યું હતું. અત્યારે એવી હાલત છે કે આસામના આ એક જ મંદિર સિવાય હવે આ કાળા કાચબા સોફ્ટશેલ હવે ક્યાંય દેખાતા નથી.

કઈરીતે થાય છે આ સોફ્ટશેલ કાચબાઓનું જતન અને ઉછેર, જાણો…

આ ખાસ પ્રકારના કાચબાઓના ઇંડાઓનું જતન કરવા માટે તેને કાચની પેટી એટલે કે ઇન્ક્યુબેટરમાં રખાય છે. કાચબાઓની આ પ્રજાતિ ઉપર આ પ્રયોગ જો સફળ થશે તો અન્ય મીઠા પાણીના જળાશયની આસપાસના મંદિરમાં આ પ્રયોગ કરવાનું આયોજન થશે. આપને જાણીને નવાઈ લાગશે કે ગત જાન્યુઆરી મહિનામાં આ મંદિરના સંચાલકોએ ત્યાંના તળાવમાં ઉછરેલા કાચબાઓની લુપ્ત થતી પ્રજાતિમાં ૩૬ કાચબાઓની જોડને ત્યાંના વન્ય જીવ અભ્યારણને સોંપ્યા હતા. એ સમયે તેમાં ૧૬ કાળા કાચબા એટલે કે સોફ્ટશેલ ટોર્ટલ્સ પણ હતા.

મંદિરમાં બન્યું છે આકર્ષણનું કેન્દ્ર આ કાચબાઓ

મંદિરમાં દર્શન કરવા આવેલા ભક્તો અને પર્યાવરણ પ્રેમી લોકો અહીં ખાસ મુલાકાત લે છે. તેનું એક કારણ આ વિલુપ્ત થતા કાચબાઓ પણ છે. તેને મીઠા પાણીના જળાશયમાં દેખરેખ હેઠળ તેમ છતાં મુક્ત રીતે ફરતા જોવાની લોકોને જોવાની ખૂબ જ મજા આવે છે. મંદિરમાં આવતા લોકો તેમને બ્રેડ જેવી ખાદ્ય ચીજો આપે છે ત્યારે તેમને કુદરતી રીતે ખોરાક શોધવા જવાની તસ્દી લેવી પડતી નથી. જેથી તેમનું સ્વાસ્થ્ય પણ દુરસ્ત રહે છે. કાચબાઓનું આ ઉછેર કેન્દ્ર એના સ્થાને ખૂબ જ ઉપકારક છે.

શું કહેવું છે, ત્યાંના સંવર્ધન અધિકારીનું?

ઉભયજીવી લોકો માટે સ્થાનિક સમુદાયોને સામેલ કરવું જેમને પ્રાણીઓને વધુ મોહક હોવાનું માનવામાં આવતું નથી તેમણે સાચી દિશામાં એક પગલું લીધું છે. આસામનું આ ટર્ટલ સંરક્ષણ ઇતિહાસમાં એક સીમાચિહ્ન સ્થાપિત થયું છે, અને કૃત્રિમ સંવર્ધન કાર્યક્રમમાં મંદિર સત્તાવાળાઓ દ્વારા દર્શાવવામાં આવેલ રસ વિના શક્ય ન બન્યું હોત. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને ટર્ટલ સર્વાઇવલ એલાયન્સે લોજિસ્ટિકલ ટેકો પૂરો પાડ્યો. એમ ત્યાંના અધિકારી શ્રી પુર્કાયસ્તે જણાવ્યું હતું.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ