આ 6 વસ્તુઓ એવી છે જેમાં એકવાર પૈસા ખર્ચ્યા પછી લાઈફટાઈમ ઉપયોગી બનશે….

આજના મેટ્રોથી પણ વધારે ઝડપથી ચાલતા જીવનમાં લોકો ભાગી ભાગીને રૂપિયા કમાઈ તો શકે છે પરંતુ એ કમાયેલા રૂપિયા ઉમર, રોગ અથવા બીજા કોઈ પણ કારણે વાપરી નથી શકતો.

આજે અમે રૂપિયા બચાવવાની નહિ પરંતુ એ બચાવેલા રૂપિયા વાપરવાની કેટલીક ટીપ લાવ્યા છીએ, જે તમારે અચૂકપણે ધ્યાનમાં લેવી.

૧. ફિટનેસ

કોઈ પણ રોગ અથવા બીમારીની સારવાર પાછળ જે અગણિત ખર્ચો થાય છે તેનાથી બચવા માટે વ્યાયામ બેસ્ટ વિકલ્પ છે. વૈજ્ઞાનિક રીતે સાબિત થયું છે કે દરરોજ વ્યાયામ કરવાથી માનસિક અને શારીરિક સ્વસ્થતા જળવાઈ રહે છે.
મોટાભાગના લોકો વ્યાયામ ન કરવા પાછળ અથવા જીમ ન જવાનું એક જ કારણ આપે છે ‘દરરોજની ભાગદોડમાં અમને વ્યાયામની કે પછી જીમની જરૂર જ ના પડે. આપણે એમનેમ જ ફીટ રહી શકીએ છીએ.’
ભવિષ્યમાં શારીરિક તકલીફો સાથે હેરાન થવું એ કરતા આજથી જ વ્યાયામ શરુ કરવો તમારા જ ફાયદાની ટીપ છે.

૨. શોખ અને સપના

બાળપણથી દરેક વ્યક્તિના કોઈકને કોઈ સપના અથવા શોખ હોય છે. તમારા દરરોજના એકના એક કામથી કંટાળ્યા હોવ, તો નાનકડી કોઈ ટ્રીપ, જ્યાં તમે ઘણા સમયથી જવા માંગતા હોવ કે પછી કોઈ શોખ જેમ કે પેન્ટિંગ કરવાનો, લખવાનો, અથવા કોઈ પણ…

શોખ અને સપના, આ બંને પાછળ જેટલા રૂપિયા ખર્ચશો એટલા ઓછા પડશે પણ જયારે અને જેટલા પણ ખર્ચશો, એ પૂરે પુરા વસુલ થશે.

૩. કરિયર ડેવલોપમેન્ટ

આપણે ભણવા પાછળ તો અઢળક ખર્ચો કરીએ છીએ પરંતુ એક વાર ભણવાનું પૂરું થાય અને નોકરી શરુ થાય એટલે શીખવાનું બંધ કરી દઈએ, સમયના અભાવે. પણ કેટલીક વસ્તુ એ સમય દરમિયાન શીખવી જરૂરી છે જેમ કે અંગ્રેજી ભાષાના સ્પીકિંગ ક્લાસ, પર્સનાલીટી ડેવલોપમેન્ટ, ડિઝાઈન સોફ્ટવેર અને તમારા કરિયરને અનુરૂપ બીજું ઘણું બધું.
આવી જગ્યાએ રૂપિયા ખર્ચવાથી તમારા પગાર ધોરણ વધે છે તેમજ ઉંચી પોસ્ટ ઉપર આરામથી પ્રમોશન થઈ શકે છે.

૪. તમારું પરિવાર

ખાતામાં ભલે લાખો રૂપિયા પડ્યા હોય પરંતુ તે રૂપિયા પરિવારને ખુશી ન આપી શકે તો તે કાગળના પત્તાથી વધારે ન કહેવાય. તમારા દર મહિનાની આવકમાંથી અમુક રૂપિયા એવા જ રાખવા જે તમે ફક્ત તમારા પરિવાર પાછળ વાપરી શકો. મહિનામાં પરિવાર સાથે વિતાવેલો એક દિવસ તમારા અને તમારા પરિવાર વચ્ચે કામને કારણે વધેલી દુરી મિટાવી શકે છે.

લેખન.સંકલન : યશ મોદી