ચોપડી વાંચવાના શોખીનો માટે સ્પેશિયલ ને રસપ્રદ છે આ વાત, ભૂલ્યા વગર વાચજો ….

ચોપડી વાંચવાના શોખીન તો કેટલાય લોકો હશે પરંતુ તે કોઈને ચોપડી વિશેની આવી કેટલીક ખબર જ નહિ હોય…
આજે અમે ચોપડીઓનો અનોખો ઈતિહાસ લાવ્યા છીએ જેમાં સૌથી મોંઘી ચોપડી, સૌથી વધુ વંચાયેલી ચોપડી અને બીજી કેટલીય ખાસ વાતો જેના ઉપર તમને વાંચવા છતાં પણ વિશ્વાસ નહિ થાય.
જાણો શું છે એ…

૧. મોંઘી ચોપડી

દુનિયાની સૌથી મોંઘી ચોપડી અમેરિકાની છે જેનું નામ 1640 Bay Psalm છે જે ૨૦૧૩ માં ૧૪.૨ મિલિયન ડોલરમાં વેચાઈ હતી.

૨. સૌથી મોટી ચોપડી

The Klencke Atlas દુનિયાની સૌથી મોટી ચોપડી છે જેની ઊંચાઈ ૧.૭૫ મીટર અને પહોળાઈ ૧.૯૦ મીટર જેટલી હતી.

૩. સૌથી પહેલી પ્રિન્ટેડ ચોપડી

દુનિયાનો સૌથી પહેલી ટાઈપરાઈટરની મદદથી લખાયેલી પ્રિન્ટેડ ચોપડીનું નામ ‘THE ADVENTURES OF TOM SAWYER’.

૪. સૌથી વધુ વંચાયેલી ચોપડી

દુનિયામાં આ ૩ ચોપડી સૌથી વધારે વંચાયેલી છે.

  • – The Holy Bible
  • – Quotations from Chairman Mao Tse-Tung
  • – The Harry Potter Stories

૫. દુનિયાની પહેલી બેસ્ટ સેલર ચોપડી

પહેલી એવી ચોપડી જેને બેસ્ટ સેલરનો ખિતાબ આપવામાં આવ્યો હતો તેનું નામ હતું ‘FOOLS OF NATURE’. આ ચોપડીના લેખક USના એલીસ બ્રાઉન હતા અને આ ખિતાબ ૧૮૮૯માં આપ્યું હતું.

૬. સૌથી લાંબી ચોપડી

Marcel Proust દ્વારા લેખિત ચોપડી ‘IN SEARCH OF LOST TIME’ દુનિયાની સૌથી લાંબી ચોપડી છે જેને ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન આપવામાં આવ્યું છે. એક અંદાજે તે ચોપડીમાં ૧૩ લાખથી પણ વધારે શબ્દો છે.

૭. ઉભા ઉભા લખાયેલી ચોપડી

Virginia Woolf નામની લેખિકા તેણીની દરેક ચોપડી ઉભા ઉભા લખતી હતી.

૮. ચોપડીની સુગંધ

કેટલાક લોકો નવી ચોપડીની સુગંધના શોખીન હોય છે જેને ‘બીબ્લીઓસામિયા’ તરીકે ઓળખવામાં આવે છે. ચોપડીની એ અનોખી સુગંધ, બહાર પડતો વરસાદ અને હાથમાં કોફી, આ કોમ્બીનેશનને કોઈ પણ વાંચનના રસિયા માટે જન્નત છે.

રોજ આવી સુંદર માહિતી વાંચવા માટે અમારા પેજને લાઈક કરવાનું ભૂલતા નહી.