આ 10 ઘટનાઓને માનવામાં આવે છે અપશકન, ભૂલથી પણ ના કરતા આને ઇગ્નોર

અપશકન માનવામાં આવે છે, આ ૧૦ ઘટનાઓને, ભૂલથી પણ આને અવગણશો નહીં…

તમે ઘણીવાર તમારી દાદી અથવા નાની કે વયોવૃદ્ધ વડીલો પાસેથી શુભ – અશુભ ઘટનાઓ વિશેની વાતો સાંભળી હશે. શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ઘરે રાખેલી કેટલીક વસ્તુઓ સાથે પણ શુભ કે અશુભ ઘટનાઓથી સંબંધિત માન્યતાઓ રહેલી છે. તેમ છતાં તે માન્યતાઓનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી શોધી શકાયો, પરંતુ પ્રાચીન કાળથી, લોકો આ વસ્તુઓ પર માન્યતાઓના આધારે વિશ્વાસ થતો આવ્યો છે. આવો જાણીએ આવી ૧૦ અશુભ ઘટનાઓ વિશે જાણીએ…

બાલ્દી સાથે જોડાયેલ અપશુકનિયાળ નિશાની

image source

સવારે ખાલી ડોલ જોવી તે ખરાબ શુકન માનવામાં આવે છે. જે વ્યક્તિ સવારે ખાલી ડોલ જુએ છે તે તેના કામમાં આખો દિવસ દરમિયાન તમામ પ્રકારના અવરોધોનો સામનો કરવાનું આવે છે. તેથી તમારે હંમેશા બાથરૂમમાં ડોલ ભરીને રાખવી જોઈએ.

લોખંડની ચીજ – વસ્તુઓ સાથેની અપશુકનિયાળ નિશાની

image source

એવું માનવામાં આવે છે લોખંડમાંથી બનેલી વસ્તુઓ ઘરમાં રાખવાથી દુષ્ટ આત્માઓ ભટકતી નથી. પરંતુ ક્યારેય પણ લોખંડની વસ્તુઓ ઉપર કાટ લાગેલો હશે તો તેવી વસ્તુઓને અપશુકનિયાળ માનવામાં આવે છે. તેને લાંબા સમયથી ઘરે રાખશો નહીં. તે ઘર – પરિવારના વાતાવરણને પ્રદૂષિત છે અને સુખ શાંતિ માટે હાનિકારક માનવામાં આવે છે.

દૂધ સાથે જોડાયેલ શકન – અપશકન

image source

એક રીતે જોઈએ તો ઘરમાં પહેલી રસોઈ બને ત્યારે દૂધ ઉકાળવાનું કહેવાય છે. દૂધનું ઉકાળવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. પરંતુ જમીન પર દૂધનું પડવું અશુભ માનવામાં આવે છે. એટલે કે બેધ્યાનપણે દૂધ ઊભરાઈ જાય ત્યારે તે જમીનમાં દૂધ ઢોળાય છે એ કોઈ મોટા અકસ્માત થઈ શકવાની અથવા આર્થિક નુકસાન થવાની નિશાની માનવામાં આવે છે. જેથી કરીને ધ્યાન રાખવું કે દૂધ ઉકળીને કદી ઊભરાય નહીં.

તૂટેલ અરીસાનું શકન – અપશકન

image source

વાસ્તુશાસ્ત્રમાં ઘરે અરીસો રાખવું ખૂબ મહત્વનું છે. અરીસો ક્યાં રાખવો અને ક્યાં ન રાખવો તેમજ જો અરીસો તૂટી જાય તો શું કરવું એ વિશે ઘણી માહિતી આવરી લેવાઈ છે. ઘરમાં રાખેલ અરીસા અથવા કાચથી બનેલી વસ્તુઓનું અચાનકથી તૂટી જવું અશુભ માનવામાં આવે છે. અદલાબદલી કરવામાં ક્યારેક અરીસામાં તડ પડેલ હોય તો તેને જરૂરથી જલ્દી બદલાવી લેવો જોઈએ. લાંબો સમય તૂટેલ કાચ ઘરમાં ન રાખવો જોઈએ. ક્યારેય પણ તમારો મેકઅપ તૂટેલ અરીસામાં જોઈએન ન કરવો. આ સિવાય એક વર્ષ કરતા નાના બાળકોનું તૂટેલ અરીસામાં જોવું અશુભ માનવામાં છે.

છરી અને કાંટાની નિશાની

image source

ડિનર ટેબલ પર છરી અને કાંટાઓનો એકસાથે ઘણા બધા રાખીને ઢગલો ન કરો. તેને અશુભ માનવામાં આવે છે. આ સિવાય ટેબલ પરથી છરીનો પડવું પણ અશુભ છે. તેમજ એક વ્યક્તિથી બીજી વ્યક્તિએ સીધેસીધું હાથોહાથ છરી ન આપવી જોઈએ એવું પણ માનવામાં આવે છે. આનાથી ઘરના સભ્યોમાં ઝઘડા અને વિખવાદ થઈ શકે છે. તેથી યાદ રહે, જમવાના ટેબલ ઉપર જરૂર પૂરતા જ છરી કાંટા ગોઠવીને રાખવા જોઈએ.

સાવરણી કે ઝાડૂ સાથે જોડાયેલ અશુભ નિશાની

image source

શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે માતા લક્ષ્મી તમારા ઘરે રાખેલી સાવરણીમાં રહે છે. તેથી સાવરણી પર ક્યારેય પગ ન રાખશો. ઉપરાંત, સાવરણીને ખુલ્લી જગ્યામાં રાખવી જોઈએ નહીં. આમ કરવાથી, એવું માનવામાં આવે છે કે તે વ્યક્તિ લક્ષ્મીને નકારી રહી છે જે સીધી તમારા ઘરની અંદર આવી હતી. સાંજે ઘરને ઝાડૂથી સાફ કરવું ખરાબ છે. તેથી દિવાબત્તી કરવા પહેલાં સંધ્યા સમયથી વહેલાં જ કચરો વાળી લેવો જોઈએ.

છીંકને મનાય છે અપશુકનિયાળ

image source

જો તમે ઘરેથી કંઈ ખાસ કામ કરવા જતા હોવ અને છીંક આવશે તો તેને ખૂબ ખરાબ શુકન પણ માનવામાં આવે છે. તેથી જો તમને ઘરની બહાર નીકળતી વખતે છીંક આવશે, તો તમારે ઘરની અંદર પાછા જવું જોઈએ અને જરાવાર થોભીને કે બેસીને પાણી પીધા પછી જ છોડી બહાર નીકળવું જોઈએ. આની સામે એવું પણ મનાય છે કે એક સાથે બે છીંક આવે તો તેને શુકનિયાળ પણ મનાય છે.

નાણાં સંબંધિત અપશકન

image source

એવું માનવામાં આવે છે કે તમારું પાકિટ કે ખીસ્સું કદી પણ ખાલી ન રાખવું જોઈએ. જો તમારું ખીસ્સું કે પાકિટ ખાલી હોય તો તેને અપશકન માનવામાં આવે છે તેથી ધનાકર્ષણ માટે તેમાં થોડા પણ રૂપિયા રાખી મૂકવા જોઈએ. આ સિવાય એવું પણ કહેવાય છે ઘરમાં કે ઓફિસમાં રાખેલ મંદિરમાં કિંમતી વસ્તુઓ કે રૂપિયા ન રાખવા જોઈએ નુક્સાન થઈ શકે છે.

પશુ – પક્ષીઓ સાથે જોડાયેલ શકન – અપશકન

image source

ઘરે વધારે પડતાં કરોળિયાળાના ઝાળા હોવા કે પછી જો તમે ઘરમાં ચામાચિડિયું જોઈ જાવ અને તેને પકડી પાડીને ઝડપથી ભગાડી મૂકવું જોઈએ તો તેને ખરાબ શુકન માનવામાં આવે છે. વધુમાં, ઘર પરિવારમાં કોઈ ઇજાગ્રસ્ત થઈ શકવાની અથવા પક્ષીનું આગમન એ મૃત્યુ જેવા ખરાબ સંકેત માનવામાં છે. ઘરની નિયમિત અને યોગ્ય રીતે સાફસફાઈ રાખવી જોઈએ. સ્વચ્છ ઘરમાં સુખ, સમૃદ્ધિ અને ધનલાભની શક્યતાઓ વધે છે.

ઝઘડતી બિલાડીઓને અશુભ મનાય છે

image source

જો તમારા ઘરની બહાર કે આંગણમાં બિલાડી રડતી હોય અથવા ઘરમાં કે ઘરની આસપાસ બે બીલાડીઓ ઝઘડતી હોય તો એ સારું સંકેત નથી મનાતું. તે ઘરે અપ્રિય ઘટનાઓ બની શકવાની નિશાની માનવામાં આવે છે. આની સામે જો બીલાડીઓ તમારા ઘરમાં આવીને વાટકમાં આપીએ તો એ દૂધ પી જાય તેને જરૂરથી શુભ માનવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ