કેટલાક એવા ફળો વિશે જાણો જે વિવિધ પ્રકારના રોગોમાં છે અનેક રીતે ફાયદાકારક

ફ્રુટ્સમાં પણ હોય છે જાત જાતની ખાસિયત; જુદી જુદી બીમારીઓને નિવારવામાં વિવિધ ફળો છે ઉપયોગી. જાણો એ કયાં ફળો અને કઈ કઈ તકલીફો છે… કેટલાક એવા ફળો વિશે જાણો જે વિવિધ પ્રકારના રોગોમાં ફાયદાકારક છે. કઈ બીમારીમાં કયું ફળ આવે છે કામ, રસપ્રદ અને આરોગ્યપ્રદ માહિતી જાણો…

image source

તંદુરસ્ત જીવનશૈલી ન હોવાને કારણે, ઘણા પ્રકારના રોગો થાય છે. જો આપણે આ રોગોથી બચવા કે પછી આ રોગોને દૂર કરવા માંગતા હોઈએ તો આપણે આપણા આહારમાં કેટલાક ફળોનો સમાવેશ કરવો જોઈએ. આ ફળો દ્વારા શરીરને પૂરતા પ્રમાણમાં વિટામિન અને ખનિજો મળી રહે છે જે રોગો થવાનું જોખમ દૂર કરે છે. ફૂડ એન્ડ ન્યુટ્રિશન નિષ્ણાત તબીબો કેટલાક એવા ફળો વિશે જણાવે છે જે વિવિધ પ્રકારના રોગોમાં ફાયદાકારક છે. ફળોમાં રહેલા ગુણકારી દ્વવ્યો આપણાં શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારે છે તેમજ શરીરમાં હળવો આહાર લેતા હોવા છતાં શક્તિ જળવાઈ રહે છે.

કેળાં

image source

કેળાં વિશે એવી માન્યતા છે કે કેળાં કફ કરે અને શર્કરાના સ્તરમાં વધારો કરે છે. પરંતુ કેળાં એ શક્તિનો એવો સ્ત્રોત છે જે એકદમ તરત અસરકારક છે. જેમ કે કોઈને અશક્તિમાં ચક્કર આવે ત્યારે કેળું ખાઈ લેવાથી સારું લાગે છે. શુગર લેવલ ઘટી જાય ત્યારે ખૂબ જ ઉપયોગી છે. કેળાં ભરપૂર રેસાયુક્ત હોય છે તેથી તે પાચનતંત્રને સારું રાખે છે. તેથી તે કબજિયાત અને પેટની તકલીફમાં મદદરૂપ છે. કેળાં કેલ્સિયમ પ્રાપ્ત કરવાનું ઉત્તમ માધ્યમ છે. તેમાં રહેલ તત્વો લોહી શુદ્ધિમાં પણ અકસીર છે. તેમજ કેળાંમાં વિટામિન એ ભરપૂર માત્રામાં મળે છે તેથી આંખોનું તેજ વધારવામાં મદદરૂપ છે. કેળાં વજન વધારવા માટે પણ ઉપયોગી છે. દિવસનું એક કેળું જરૂર ખાવું જોઈએ. તે શીત પ્રકૃતિનું હોવાથી રાતે ન ખાવું જોઈએ, તેનાથી શરદી થવાની શક્યતાઓ રહે છે.

સફરજન

image source

અનેક શારીરિક તકલીફો અને બીમારીઓમાં સફરજન ખૂબ જ લાભદાયી રહે છે. આપણે કોઈ બીમાર વ્યક્તિને મળવા કે તબીયતની પૂછા કરવા જઈએ ત્યારે સાથે સફરજન જ લઈ જઈએ છીએ. કારણ કે તે સૌથી વધુ પૌષ્ટિક અને બીમાર વ્યક્તિ માટે ગુણકારી છે. સફરજનમાં રહેલું એન્ટી ઓક્સીડન્ટ તત્વ શરીરમાં આવેલ બીમારીના તત્વોની સામે રોગપ્રતિકાર કરવામાં મદદરૂપ છે. તે એટલી હદે સ્વાસ્થને સુધારવામાં મદદ કરે છે કે કેન્સર જેવી જીવલેણ બીમારી અને સ્ટ્રેસ જેવી માનસિક સંતુલનને હાનિ પહોંચાડનાર તકલીફો નિવારવા માટે પણ ઉપયોગી છે. તાવ, શરદી અને ઝાડા – ઉલ્ટીમાં સફરજન ખાવાથી શક્તિ પણ અનુભવાય છે અને પેટમાં રાહત થાય છે. તે એક પ્રકારે ઠંડક કરે છે જેથી એ.સી.ડી.ટી અને મોળ ચડવા જેવી તકલીફોમાં પણ કામ આવે છે. સફરજન લોહી શુદ્ધ કરે છે અને શરીરમાં ઝડપથ નવું લોહી બનાવવામાં પણ મદદરૂપ છે. સફરજનને બંધકોષ હોય કે દસ્ત હોય બંને સ્થિતિમાં ખાઈ શકાય તેવું હોય છે. કોઈપણ દરદી માટે સફરજન એ અનિવાર્ય ફળ છે. કહેવાય છે ને? અન એપ્પલ અ ડે, કીપ્સ ડોક્ટર અવે…

અનાનસ

image source

જેને અંગ્રેજીમાં પાઈનેપ્પલ કહેવાય છે, તેથી તેમાં એપ્પલ જેવાં ગુણ હોય એવું જરૂર બની શકે. અનાનસમાં રહેલાં સારા તત્વો ચામડીની ચમક માટે ખૂબ જ લાભદાયી છે. લોહી શુદ્ધ કરે છે તેથી ત્વચામાં કોઈ ડાઘ કે ખાડા અને લોહીના ગાંઠા હોય તો તેને ઓગાળીને ત્વચાને સ્વચ્છ કરે છે. તેમાંથી વિટામિન સી સારા પ્રમણમાં મળી રહે છે. તેથી દાંતના પેઢાં સૂજી જવાં કે હોઠનું ફાટવું જેવી તકલીફોમાં મદદરૂપ નિવડે છે. તેના રસથી પેટના કૃમિ મરી જાય છે અને પાચનક્રિયામાં સરળતા રહે છે. અનાનસના રસને નિયમિત પીવાથી તાજગી અનુભવાય છે અને ચહેરાની ત્વચા ઉપર કરચલી નથી પડતી. તેમાં રહેલા ગુણોને કારને હાર્ટ એટેકના જોખમને ટાળવાની પણ વાત જાણવા મળી છે. તે હ્રદયરોગને નિવારવા માટે કે તેની અસરને ઘટાડવા ઉપયોગી છે. મૂત્રાશયન અને કિડનીને પણ શુદ્ધ કરે છે અને પગમાં સોજા પણ ઘટાડે છે.

સંતરાં

image source

સંતરાં થોડાં ખટાશ પડતા અને રસદાર હોય છે. તે પણ અનેક બીમારીઓમાં ગુણકારી અસર કરે છે. સંતરાંમાં વિટામિન સી સારી માત્રામાં હોય છે. સંતરાનો રસ પીવાથી કિડનીની તકલીફ થતાં બચાવે છે તેમજ કિડની પરની પત્થરી થતાં રોકે છે. હ્રદયરોગ નિવારવામાં અને લોહીનું બ્રહ્મણ નિયમન કરવામાં ખૂબ જ મદદ કરે છે.કોલેસ્ટેરોલ જાળવવા માટે પણ તે અક્સીર છે. પીળાં ફળોમાં વિટામિન એ પણ ખૂબ માત્રામાં આવેલું છે. તેથી આંખોનું નૂર જાળવવામાં પણ તે ખૂબ ગુણકારી છે. સંતરાનો રસ અનેક લોકો બ્રેકફાસ્ટમાં કે સાંજના સમયે ભૂખ લાગતાં પીવે છે. જેથી પેટ પણ ભરાય છે અને વજન પણ નિયંત્રિત રહે છે. તેમાં રોગપ્રતિકારક શક્તિ વધારવાની ક્ષમતા ખૂબ છે, તેથી કેન્સર સહિત કેટલાય વાઈરલ બીમારીઓને મટાડવામાં અને તેને આપણાથી દૂર રાખવામાં મદદરૂપ થાય છે.

image source

જોવા જઈએ તો દરેક પ્રકારનાં ફળ આપણા શરીર અને તેના આરોગ્ય માટે ફાયદાકારક છે, પરંતુ તેમ છતાં જુદા જુદા ફળોમાં જુદા જુદા વિટામિન હોય છે અને તે વિટામિન્સનો યોગ્ય રીતે ઉપયોગ કરવાથી આપણું શરીર સ્વસ્થ અને સ્વસ્થ બની શકે છે!

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ