દુનિયાના ૧૦ સૌથી વધારે લીલોતરી ધરાવતા દેશો ………

આજના લોકો, ફરવા જવા માટે એવા દેશો અને શહેરો ની પસંદગી કરતા હોય છે જેમાં લીલોતરી સૌથી વધારે હોય. આજે અમે એવા જ કેટલાક દેશો અને શહેરો વિશે માહિતી લાવ્યા છીએ જ્યાં લીલોતરીનું પ્રમાણ સૌથી વધારે છે.

આ શહેરો અને ત્યાની લીલોતરી તમને તમારી આવતી ટ્રીપ માટેની જગ્યા શોધવા ખુબ જ મદદ કરશે.

દુનિયાના ૫૦ સૌથી વધારે લીલોતરી ધરાવતા દેશોનું મૂલ્યાંકન કરવા માટે એક સંસ્થાએ ૩ માપદંડો નક્કી કર્યા જેને આધારે દુનિયાના સૌથી ગ્રીન શહેર નક્કી કરવામાં આવ્યું છે.

  • ૧. કુદરતી લીલાપણું જેમ કે જંગલો
  • ૨. માણસ દ્વારા બનાવેલી ગ્રીનરી જેમ કે પબ્લિક ગાર્ડન અને પાર્ક
  • ૩. ફૂડ પ્રોડક્શન જેમ કે ખેતીવાડી
  • આ પ્રમાણે આઈસલેન્ડના રેકજાવિક શહેરને દુનિયાના સૌથી લીલા શહેરનું ખિતાબ આપવામાં આવ્યું છે જેમાં
  • ત્યાનો દરેક શહેરવાસી ૪૧૦.૮૪ ચોરસ મીટર જેટલી જગ્યાનો આનંદ ઉઠાવી શકે છે.
  • ત્યારબાદ બીજા ક્રમાંકે ૩૫૭.૨૦ ચોરસ મીટર સાથે ન્યુઝીલેન્ડ દેશનું ઓકલેન્ડ શહેર આવે છે અને ત્રોજા ક્રમાંકે
  • ૩૩૨.૯૦ ચોરસ મીટર સાથે સ્લોવાકિયાનું બ્રતીસ્લાવા શહેર છે.

    ગ્રીન ઇન્ડેક્સ સીટી પ્રમાણે ટોપ ૧૦ સીટી.
  • ૧. ૪૧૦.૮૪ ચોરસ મીટર સાથે રેકજાવિક, આઈસલેન્ડ
  • ૨. ૩૫૭.૨૦ ચોરસ મીટર સાથે ઓકલેન્ડ, ન્યુઝીલેન્ડ
  • ૩. ૩૩૨.૯૦ ચોરસ મીટર સાથે બ્રતીસ્લાવા, સ્લોવાકિયા
  • ૪. ૩૧૩.૮૭ ચોરસ મીટર સાથે ગોથેન્બર્ગ, સ્વીડન
  • ૫. ૨૩૫.૭૩ ચોરસ મીટર સાથે સિડની, ઓસ્ટ્રેલિયા
    ૬. ૨૨૦.૫૪ ચોરસ મીટર સાથે પ્રાગ, ઝેચ રિપબ્લિક
  • ૭. ૧૬૬.૪૭ ચોરસ મીટર સાથે રોમ, ઇટાલી
  • ૮. ૧૩૧.૭૩ ચોરસ મીટર સાથે બેર્ન, સ્વીત્ઝરલૅન્ડ
  • ૯. ૧૧૪.૦૭ ચોરસ મીટર સાથે હેમ્બર્ગ, જર્મની
  • ૧૦. ૧૧૩.૦૪ ચોરસ મીટર સાથે રીગા, લાત્વિયા

શું કહેવું? આમાંથી કયા દેશમાં તમે ફરવા જવાનું પસંદ કરશો?? કમેન્ટમાં લખી દેજો.

આવી દેશવિદેશની અવનવી માહિતીઓ દરરોજ મેળવવા લાઈક કરો અમારું પેજ.