આ ૩ પ્રકારના પીણાં તમને કરી શકે છે ડીહાઈડ્રેટ….

શરીરનું સ્વાસ્થ્ય હોય કે પછી કોઈ રોગ, પાણી શરીરની દરેક બીમારી અને સ્વસ્સ્થતાનો એક માત્ર જવાબ છે. આજે અમે એવા કેટલાક પીણાઓ વિશે માહિતી લાવ્યા છીએ જેને કારણે શરીરમાં પાણીની ખામી સર્જાય છે અને ડીહાઈડ્રેશનની અસરો જેમ કે માથાનો દુખાવો, પથરી, મોઢું ફિક્કું પડી જવું વગેરે શરુ થાય છે.

સાદું પાણી તો બેસ્ટ વિકલ્પ છે જ, પરંતુ નારિયેળનું પાણી અને કેટલાક સ્પોર્ટ્સ ડ્રીંક શરીરને પાણીથી સજ્જ રાખવામાં મદદ કરે છે.

ચા-કોફી અને અન્ય કેટલાક પીણાઓ જે આપણે દરરોજ પીએ છીએ, તે શરીરના હાઈડ્રેશન ઉપર નકારાત્મક અસર બતાવે છે. જાણો કઈ રીતે….

૧. આલ્કોહોલયુક્ત પીણાં

આલ્કોહોલ સ્વભાવે ડાયયુરેટીક હોય છે જે તમારા શરીરમાંથી પાણી ઓછુ કરે છે અને આજ કારણે આલ્કોહોલયુક્ત પીણાં પીવાથી ટોયલેટ વધારે જવું પડે છે.

આ ઉપરાંત, આલ્કોહોલ પીવા દરમિયાન લોકો પાણી ઓછુ પીવે છે અને શરીરમાં પાણીનું પ્રમાણ ઘટે છે.

૨. કેફેનયુક્ત પીણાં

ચા, કોફી, સોડા અથવા એનર્જી ડ્રીંક વગેરેમાં કેફેન હોય છે અને આ પ્રકારના પીણાંઓ શરીર માટે થોડા અંશે ડાયયુરેટીક સાબિત થઈ શકે છે.

એક રીસર્ચમાં સાબિત થયું છે કે શરીરમાં ડીહાઈડ્રેશન થવાને કારણે માથાનો દુખાવો, મોઢું સુકું પડી જવું વગેરે જેવી અસરો જોવા મળે છે.

જો તમે આ પ્રકારની અસરથી બચવા માંગો છો તો તમારે પાણી ખુબ જ વધુ માત્રામાં પીવું પડશે.

૩. ગળ્યા પીણાંઓ

ફ્રુટ જ્યુસ અને અન્ય કેટલાક ખાંડથી ભરપુર પીણાઓ શરીરની જરૂરિયાત પ્રમાણે પાણી નથી લેવા દેતા. તે શરીરમાંની પાણીની જરૂરિયાત અવરોધે છે જેને કારણે ડીહાઈડ્રેશન થાય છે.

જો કે સ્પોર્ટ્સ ડ્રીંકમાં આ પ્રકારની તકલીફ નથી રહેતી કારણ કે તેમાં સોડીયમ અને ઇલેક્ટ્રોલાઈટનો સ્ત્રોત હોય છે જેને કારણે તરસ વધારે લાગે છે.

સ્વાસ્થ્યને લગતા આવા આર્ટીકલ દરરોજ વાંચવા લાઈક કરો અમારું પેજ.