હાઈ હીલ્સમાં પ્રેગનન્ટ બેબો જોવા મળી મુંબઈની ગલીઓમાં ફરતી, તસવીરો જોઇને તમે પણ થઇ જશો છક

કરીના કપૂર ખાન થોડા દિવસોમાં જ તેના બીજા બાળકને જન્મ આપવા જઈ રહી છે. આ વખતે પણ કરીનાએ કામમાંથી બ્રેક લીધો નથી. તે બાળકના જન્મ પહેલા તેના અધુરા પ્રોજેક્ટ અને કેટલીક એડનું શૂટિંગ પૂર્ણ કરી રહી છે.

image source

તાજેતરમાં જ કરીના કપૂરે તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પહેલીવાર બેબી બમ્પ ફ્લોન્ટ કરતો ફોટો શેર કર્યો હતો. આ તકે તે પુમા માટે શૂટ કરવા ગઈ હતી.

image source

આ પહેલા ક્યારેય કરીના કપૂરે આ રીતે તેના બેબી બંપને ફ્લોન્ટ કર્યો ન હતો. ત્યારબાદ ફરી એકવાર કરીના મુંબઈમાં ખાસ લુકમાં કેમેરામાં કેદ થઈ હતી.

image source

બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન તાજેતરમાં જ મુંબઈમાં ખૂબ જ સુંદર આઉટફીટમાં સ્પોટ થઈ હતી. આ સમયે તે કેમેરામાં કેદ થઈ હતી અને તેની તસવીરો વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં બેબો અત્યંત સુંદર દેખાઈ રહી છે.

image source

બેબો ગર્ભવતી છે પરંતુ આ સમય દરમિયાન પણ તે પોતાની સ્ટાઈલને બખૂબી જાળવી રાખે છે. કરીના પોતાની ફેશન સ્ટેટમેન્ટ માટે ખૂબ જ ચર્ચામાં રહે છે.

image source

તૈમૂરના જન્મ બાદ ખૂબ ઓછા સમયમાં બેબોએ વજન ઘટાડ્યું હતું. ત્યારે તેની બીજી ગર્ભાવસ્થામાં તેનું વજન ફરીથી વધ્યું છે. જો કે વધેલા વજન સાથે પણ બેબો અત્યંત સુંદર દેખાય છે. તાજેતરમાં કરીના કપૂર ખાન મુંબઈમાં હાઈ હીલ્સ અને બોડીકોન ડ્રેસમાં જોવા મળી હતી. આ બ્લેક ડ્રેસમાં પણ તે ખૂબ સુંદર દેખાઈ રહી હતી.

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)

મહત્વપૂર્ણ છે કે કરીના કપૂર આ પહેલા સૈફ અલી સાથે હોસ્પિટલ જતી પણ સ્પોટ થઈ હતી. સૈફ અલી આ દિવસોમાં કરીનાની ખૂબ કાળજી લઈ રહ્યો છે. કરીનાની બીજી ગર્ભાવસ્થાના દરેક તબક્કે સૈફ તેને સાથ આપતો જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)

સૈફ અને કરીનાના ચાહકો પણ આતુરતાથી તેમના બીજા બાળકની રાહ જોઈ રહ્યા છે. તૈમૂરના જન્મ પછી અત્યાર સુધી તે સૌથી ફેમસ સ્ટાર કિડ રહ્યો છે. તેવામાં હવે કરીના અને સૈફના બીજા સંતાનને પણ એટલી જ ખ્યાતિ મળે તેવું અત્યારથી જ જણાય છે. કરીના કપૂરના બીજા બાળકને આવકારવા માટે પરિવાર પણ આતુર છે. કરીના કપૂર ફેબ્રુઆરી માસમાં તેના બીજા બાળકને જન્મ આપશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ