તમે પણ બાળકનું ખાસ રાખો ધ્યાન, દોઢ વર્ષનું બાળક ચુંબકની 65 ગોળીઓ ગળી ગયુ, ઓપરેશન કરતાં ડોક્ટરોના સાધન પણ ચોંટવા લાગ્યા પેટમાં

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં એક ડોક્ટરે ખૂબ જ મુશ્કેલ ઓપરેશનને સફળ બનાવ્યું છે. દોઢ વર્ષના એક બાળક રમત-રમત દરમિયાન ચુંબકની 65 ગોળીઓ ગળી ગયો હતો. આ ગોળીઓ બાળકના પેટમાંથી બહાર કાઢવા માટે ડોકટરોએ લગભગ 5 કલાક લાંબું ઓપરેશન કરવું પડ્યું હતી. ડોકટરોએ આ ઓપરેશન દરમિયાન મહામુસીબતે બધી ગોળીઓને પેટમાંથી દૂર કરી હતી. બાળક હવે સંપૂર્ણ રીતે જોખમથી બરાબર આવી ગયું છે.

image source

ચુંબકીની ગોળીઓ ખાધા બાદ આ બાળક સતત ઉલટી કરી રહ્યું હતું જેના કારણે તેને ડિહાઇડ્રેશનની ફરિયાદ થવા લાગી હતી.. બાળકની આ સમસ્યા જોઈને ડોક્ટરોએ એક્સ-રે કરાવવા સુચન કર્યું. જ્યારે ડોક્ટરોએ એક્સ-રે જોયો તો તે પણ ચોંકી ગયા. કારણ કે તેમને બાળકના પેટમાં માળા જેવું કંઈક દેખાયું હતું.

image source

આ પછી ડોકટરોએ બાળકના પરિજનોને ઓપરેશન કરવાનું કહ્યું. આ ઓપરેશન દરમિયાન ડોકટરોને ઘણા પડકારોનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે બાળકના પેટમાં એક ચીરો કરવામાં આવ્યો ત્યારે ડોકટરોના સાધનો પણ અચાનક ચુંબક સાથે ચોંટવા લાગ્યા હતા. જ્યાર બાદ ડોક્ટરોને જાણ થઈ કે બાળકના પેટમાં જ માળા જેવું દેખાય છે તે ખરેખર ચુંબકની ગોળીઓ હતી. આ જોયા પછી ડોકટરોએ લોખંડના ટૂલથી ચુંબક શોધી કાઢ્યા. બાળકના પેટમાં ચુંબકની ગોળીઓ આંતરડામાં ખરાબ રીતે અટવાઇ ગયા હતા.

image source

હોસ્પિટલના એચઓડી ડોક્ટર ખાને આ કેસ વિશે કહ્યું હતું કે, આ કેસમાં સૌથી મોટો પડકાર એ હતો કે પેટમાંથી એક પછી એક ચુંબકની 65 ગોળીઓ કાઢવાની હતી. હકીકતમાં થયું એવું હતું કે બાળકના પેટમાં આ ગોળીઓ એક સાથે ચોંટી ગઈ અને માળા તરીકે દેખાતી હતી. પરંતુ પાછળથી ખ્યાલ આવ્યો કે આ માળા નથી પરંતુ ગોળીઓ છે. જેને ડોક્ટરોએ 5 કલાકના ઓપરેશન પછી કાઢી હતી. ડોકટરોએ ઓપરેશન વખતે ખૂબ કાળજી રાખવી પડી હતી.

image source

ઓપરેશન કરનાર ડોક્ટરોના જણાવ્યા અનુસાર ચુંબકની ગોળીઓ આંતરડામાં હોવાને કારણે મોટો ઘા હતો. તેથી એન્ડોસ્કોપી પણ કરી શકાય તેમ ન હતી. ઓપરેશન દરમિયાન ચુંબકની ગોળીઓ એક સાથે ચોંટી જતી હતી. પરંતુ બાળક હવે સંપૂર્ણપણે સ્વસ્થ છે. બાળકને હવે ખાવા પીવામાં વધારે તકલીફ નથી થઈ રહી. તેને ટુંક સમયમાં ઘરે પણ મોકલી દેવામાં આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ