2020 પછી જલ્સા જ છે, 2021નું વર્ષ ખૂબ જ શુભ રહેશે, 31 ડિસેમ્બર 2020ની સાંજે આ 3 વિશેષ યોગ વર્ષ સુધારી દેશે

2020 પછી જલ્સા જ છે, 2021નું વર્ષ ખૂબ જ શુભ રહેશે, 31 ડિસેમ્બર 2020ની સાંજે આ 3 વિશેષ યોગ વર્ષ સુધારી દેશે

હવે 2020નો ડિસેમ્બર ચાલી રહ્યો છે અને આંગળીના વેઢે ગણી શકાય એટલા દિવસો જ બાકી છે. પછી નવું વર્ષ આરંભ થવા જઈ રહ્યા છે. દર વખતે નવા વર્ષને લઈને લોકોના મનમાં નવી આશાઓ રહે છે. આમ પણ, આપણે બધા માટે આ વર્ષ ઘણું મુશ્કેલીભર્યું રહ્યું છે. એટલે, હવે કેમ કે, આ વર્ષ પુરું થવા પર છે, તો નવા વર્ષની શરૂઆત પહેલા બધાના મનમાં એ વિચાર આવી રહ્યો છે કે, આપણા બધા માટે વર્ષ 2021 કેવું હશે?

image source

પરંતુ જોવા જેવી વાત એ છે કે, વર્ષ 2020ના છેલ્લા દિવસથી લઈને નવા વર્ષની શરૂઆતની પહેલી સવાર સુધી ઘણા શુભ યોગ બની રહ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે, આ શુભ યોગમાં નવા વર્ષની શરૂઆત ઘણી ખાસ હોઈ શકે છે. આવો જાણીએ કયા સુભ યોગ તમારા ન્યૂ યરને બનાવી શકે છે હેપ્પી. કહેવામાં આવી રહ્યું છે કે નવા વર્ષની શરૂઆત ખૂબ જ શુભ બની શકે છે. જાણો નવા વર્ષમાં કયા શુભ સંયોગો થઈ રહ્યા છે એટલે કે 2021નું શરુઆત કેવી થઇ રહી છે.

image source

તો આવો વિગતે વાત કરીએ કે કયા યોગ બની રહ્યા છે અને શા માટે તેને શુભ માનવામાં આવે છે. હિંદુ પંચાગ મુજબ ન્યૂ યરની પૂર્વ સંધ્યાએ આ વખતે સર્વાર્થ સિદ્ધિ યોગ બની રહ્યો છે. આ યોગ 31 ડિસેમ્બર સૂર્યોદયથી 1 જાન્યુઆરી સૂર્યોદય સુધી રહેશે. સર્વાર્થ સિદ્ધિ યોગ ઘણો ખાસ મનાય છે. માનવામાં આવે છે કે, જો આ દિવસે તમે કોઈ શુભ કાર્ય કરો છો તો તેના પરિણામ પણ ઘણા શુભ હોય છે. સર્વાર્થ સિદ્ધિ યોગ વર્ષના છેલ્લા દિવસે હોવું મા લક્ષ્મીની કૃપા દર્શાવે છે. જો તમે સારા કર્મ આખું વર્ષ કરશો તો તમારા પર મા લક્ષ્મીની કૃપા જળવાયેલી રહેશે.

image source

આ સિવાય જો વાત કરવામાં આવે તો અમૃત સિદ્ધિ યોગ શરૂ થઈ ગયો હશે કે જે નવા વર્ષની પૂર્વ સંધ્યાને વધુ ખાસ બનાવી રહ્યો છે. અમૃત સિદ્ધિ યોગને કાર્યોની સિદ્ધિ માટે ઘણો ખાસ માનવામાં આવી રહ્યો છ. આ વર્ષના છેલ્લા દિવસે સાંજે 7.49 કલાકે 1 જાન્યુઆરી સૂર્યોદય સુધી અમૃત સિદ્ધિ યોગ ઉપસ્થિત રહેશે. અમૃત સિદ્ધિ યોગમાં વર્ષની શરૂઆતમાં હોવો ઘણો શુભ સંકેત આપી રહ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે, આ યોગમાં વર્ષનો આરંભ થવાથી કોરોના જેવી મહામારી સંબધિત કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. શક્ય છે કે, આ વર્ષે આ વાયરસથી બચવાતી વેક્સીન બની જાય.

image source

ત્રીજો જે સૌથી શુભ યોગ બની રહ્યો છે, તે છે ગુરુ પુષ્ય યોગ. માનવામાં આવી રહ્યું છે કે, ગુરુ પુષ્ય યોગ સૂર્ય દેવતાની પૂજા માટે ઘણો ખાસ માનવામાં આવે છે. જો તમે બીમારીઓને દૂર રાખવા માગો છો તો ગુરુ પુષ્ય યોગમાં સૂર્યદેવને અર્ધ્ય આપો અને પૂજા કરો. તે સાથે જ આ શુભ યોગમાં ભગવાન વિષ્ણુની પૂજા પણ ખાસ માનવામાં આવે છે. વિષ્ણુ ભગવાનને સૃષ્ટિના પાલનહાર માનવામાં આવે છે. તેમની પૂજા તમારા બધા બગડેલા કામ બનાવી શકે છે. ગુરુ પુષ્ય યોગ સાંજે 7.49 મિનિટથી 1 જાન્યુઆરી સૂર્યોદય સુધી રહેશે.

તો વળી એક તરફ 2021ને લઈ કરવામાં આવી છે ગંભીર આગાહી

image source

ફ્રાન્સમાં જન્મેલા માઇકલ ધ નાસ્ત્રેદમસની 465 વર્ષ જુની ભવિષ્યવાણીએ લોકોને આજ સુધી આશ્ચર્યચકિત કર્યા છે. ‘લેસ પ્રોફેટીસ’ નામના પુસ્તકમાં નાસ્ત્રેદમસ સદીઓ પહેલાં વિશ્વ વિશે ઘણી આગાહીઓ કરી હતી. આ પુસ્તકની પ્રથમ આવૃત્તિ 1555 માં આવી હતી. આ પુસ્તકમાં કુલ 6338 આગાહીઓ છે, જેમાંથી 70 ટકા સાચી સાબિત થઈ છે. તેમની આગાહીઓને છંદોમાં વ્યાખ્યાયિત કરવામાં આવી છે, જેને ‘ક્વાટ્રેન’ કહેવામાં આવે છે. વર્ષ 2020 માં ફેલાયેલો કોરોના વાયરસ રોગચાળા અંગે નાસ્ત્રેદમસની આગાહી સાથે પણ જોડાયેલો છે. આ સિવાય ઘણી ઐતિહાસિક ઘટનાઓ પણ તેની સાચી આગાહીઓનો પુરાવો બની છે. ચાલો આપણે જાણીએ કે 2021 નાસ્ત્રેદમસે કેવી આગાહી કરી છે.

image source

મિશેલ ડી નાસ્ત્રેદમસેની આગાહી મુજબ, રશિયન વૈજ્ઞાનિક જૈવિક હથિયાર (બાયોલોજીકલ વેપન) અને વાયરસ વિકસાવશે, જે માનવને જોમ્બી આ રીતે માનવ પ્રજાતિઓનો સર્વનાશ થશે. નાસ્ત્રેદમસે જણાવ્યું હતું કે દુષ્કાળ, ધરતીકંપ, વિવિધ રોગો અને રોગચાળા એ વિશ્વના અંતના પ્રથમ સંકેતો હશે. જેમ કે આ સમયગાળામાં પણ થઈ રહ્યું છે. વર્ષ 2020 માં કોરોના વાયરસનો રોગચાળો તેની શરૂઆત તરીકે ગણી શકાય, જેણે આખા વિશ્વને હચમચાવી નાખ્યું. આ દુકાળ હશે, જેનો વિશ્વએ પહેલાં ક્યારેય સામનો કર્યો ન હતો. વિશ્વની વસ્તીનો મોટો ભાગ આ વિના શમાંથી બહાર આવી શકશે નહીં.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ