કોરોના આવ્યો ત્યારથી જ લોકડાઉન કરવામાં આવ્યું હતું. તેથી લોકો ઘરમાં જ હતા અને એ સમયે ઘરની ચાર દિવાલોમાં કેદ લોકોએ ઇન્ટરનેટનો ખૂબ ઉપયોગ કર્યો છે. આ ઇન્ટરનેટને કારણે તમે તમારા મનપસંદ શો જોયા છે, સતત પોતાનું મનોરંજન કર્યું છે. યાહૂ દ્વારા હવે એક સર્વે કરવામાં આવ્યો હતો, જેનાથી તે સમજવું સરળ થઈ ગયું કે શો વિશે સૌથી વધુ કોને સર્ચ કરવામાં આવ્યું.
આ લિસ્ટમાં લોકપ્રિય શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટોચ પર હતો. ચાહકોએ તારક મહેતાને સૌથી વધુ સર્ચ કર્યું અને આ શો વિશે જાણવા પ્રયત્ન કર્યો. યાહૂએ વર્ષ 2020ના મોસ્ટ સર્ચ ફિલ્મ તથા ટીવી શોની યાદી બહાર પાડી છે. ટોપ ટેન લિસ્ટમાં ટોચના સ્થાને ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છે. કોમેડી સિરિયલ છેલ્લાં 12 વર્ષથી ચાલી રહી છે. આ સિરિયલે ‘બિગ બોસ’ તથા ‘મિર્ઝાપુર’ને પછાડીને ટોચનું સ્થાન મેળવ્યું છે.
એ જ રીતે જો વાત કરીએ તો લૉકડાઉનમાં બી આર ચોપરાની ટીવી સિરિયલ ‘મહાભારત’ તથા રામાનંદ સાગરની ‘રામાયણ’ ફરી વાર ટેલિકાસ્ટ એરવામાં આવી હતી. ‘મહાભારત’ બીજા સ્થાને તથા ‘રામાયણ’ ચોથા સ્થાને હતું. ઉલ્લેખનીય છે કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જેણે તાજેતરમાં તેના ત્રણ હજાર એપિસોડ પૂર્ણ કર્યા છે, તે હજી પણ પ્રેક્ષકોના દિલ પર રાજ કરે છે. ટીઆરપીના મામલે આ શો સતત ટોપ 5માં રહ્યો છે. બીઆર ચોપરાના મહાભારતનો નંબર બીજા સ્થાને સામેલ થયો. ત્રણ દાયકા જૂની સિરિયલને લોકડાઉન દરમિયાન ફરીથી લોંચ કરવામાં આવી હતી. તેને એટલી પસંદ કરવામાં આવી કે આ પછી લોકો સતત ઇન્ટરનેટ પર સર્ચ કરતા હતા.
સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ દિલ બેચરાને પણ આ લિસ્ટમાં ચોથું સ્થાન આપવામાં આવ્યું છે. સુશાંતના અવસાન પછી બધાએ આતુરતાથી તેની છેલ્લી ફિલ્મ દિલ બેચરાની રાહ જોઈ. ઓટીટી પર રજૂ થતાંની સાથે જ આ ફિલ્મે દર્શકોના ઘણા રેકોર્ડ તોડ્યા હતા. રામાનંદ સાગરની રામાયણમાં પણ લોકડાઉન દરમિયાન તમામના દિલ જીતી લીધા હતા. મહાભારત સાથે દૂરદર્શન પર શરૂ થયેલ રામાયણ દરેક લોકોએ જોઈ હતી. પરિણામ એ આવ્યું કે આ સિરીયલને યાહૂ પર સતત સર્ચ કરવામાં આવી. આ લિસ્ટમાં શોને ચોથું સ્થાન અપાયું છે. એ જ રીતે કપિલ શર્મા શો પણ ટોચ 5માં સ્થાન મેળવવામાં સફળ રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ડિપ્રેશન બાદથી કપિલે કમબેક કર્યું છે, તેના શોને દર્શકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે. તેઓ સંપૂર્ણ ફોર્મમાં પણ જોવા મળે છે. અભિનેતા ટાઇગર શ્રોફની ફિલ્મ બાગી 3 લોકડાઉન પહેલા જ રીલિઝ થઈ હતી. તે સમયે ફિલ્મના ટ્રેલરથી લઈને તેના પ્રમોશન સુધી બધું ટ્રેંડિંગ હતું. ફિલ્મોને લઈને ચાહકો ખૂબ ઉત્સાહિત હતા. યાહૂની યાદીમાં બાગી 3 છઠ્ઠા ક્રમે છે. ટોપ 10માં બિગ બોસ અને મિર્ઝાપુર સીઝન 2નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. એક તરફ બિગ બોસ ટીઆરપી વધારવામાં નિષ્ફળ જણાય છે, જ્યારે મિર્ઝાપુરની સીઝન 2 ફરીથી બધાને પ્રભાવિત કરી છે.
આ રહ્યા સર્ચ થનારા ટોપ 10 શો
- તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા
- મહાભારત
- દિલ બેચારા
- રામાયણ
- ધ કપિલ શર્મા શો
- બાગી 3 (હિંદી ફિલ્મ)
- બિગ બોસ
- સ્ટ્રીટ ડાન્સર 3D (હિંદી ફિલ્મ)
- શકુંતલા દેવી (હિંદી ફિલ્મ)
- મિર્ઝાપુર (વેબ સિરીઝ)
આ પહેલાં યાહૂએ મોસ્ટ સર્ચ ફીમેલ સેલિબ્રિટીઝ તથા મોસ્ટ સર્ચ મેલ સેલિબ્રિટીનું લિસ્ટ બહાર પાડ્યું હતું, જેમાં સુશાંત સિંહ રાજપૂત તથા રિયા ચક્રવર્તી ટોપ પર રહ્યાં હતાં.
મેલ સેલિબ્રિટીમાં આ 10 નામ સૌથી વધારે ચર્ચાયા
- સુશાંત સિંહ રાજપૂત
- અમિતાભ બચ્ચન
- અક્ષય કુમાર
- સલમાન ખાન
- ઈરફાન ખાન
- રિશી કપૂર
- એસ પી બાલાસુબ્રમણ્યમ
- સોનુ સૂદ
- અનુરાગ કશ્યપ
- અલ્લુ અર્જુન
ફિમેલ સેલિબ્રિટીમાં આ 10 નામ રહ્યા સૌથી ઉપર
- રિયા ચક્રવર્તી
- કંગના રનૌત
- દીપિકા પાદુકોણ
- સની લિયોની
- પ્રિયંકા ચોપરા
- કેટરીના કૈફ
- નેહા કક્કર
- કનિકા કપૂર
- કરીના કપૂર
- સારા અલી ખાન
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ