આ રીતે વોટ્સએપમાં ઓનલાઇન દેખાયા વગર કરો ચેટ, નહિં જાણી શકે કોઇ પણ

હાલમાં દુનિયાભરમાં લાખો વોટ્સએપ યુઝર્સ છે. વોટ્સએપ આપણા જીવનનો એક મહત્વનો ભાગ બની ગયો છે. આપનો મોટા ભાગનો સમય વોટ્સએપ પર આપણા મિત્રો તેમજ સાગા-સબંધીઓ સાથે ચેટિંગ કરવામાં જ જતો રહેતો હોય છે. ધીરે-ધીરે વોટ્સએપ દુનિયાના દરેક છેડાએ રહેલા માનવી સુધી પહોંચી ગયું છે. વોટ્સએપ સમયાંતરે તેના વપરાશકારોના જીવન અને ચેટિંગના અનુભવને સુધારવા માટે નવી સુવિધાઓ લાવે છે. છેલ્લા કેટલાક દિવસોમાં કંપનીએ આવી ઘણી સુવિધાઓ રજૂ કરી છે.

image soucre

પરંતુ એક વિશેષતા કે જેની આપણે બધા રાહ જોઇ રહ્યા છીએ તે છે કે જો આપણે વ્હોટ્સએપ પર ઓનલાઇન છીએ તો સામેવાળા વ્યક્તિને તેની ખબર જ નહીં પડે! હાલમાં, આ પ્રકારની સુવિધા ઉપલબ્ધ નથી કે તમે કોઈની સાથે મોદી રાતે ચેટિંગ કરી રહ્યા હોવ અને અન્ય કોઈને તમારા ઓનલાઇન હોવાની ખબર ના પડે. હાલ, જેવું તમે વોટ્સએપ ખોલશો તેવું તરત જ સામેવાળા ને ખબર પડી જાય છે કે તમે ઓનલાઇન ચો. જો તમે કોઈ વપરાશકર્તાની ચેટ વિંડો ખોલો છો અને તે પણ વોટ્સએપ જોઈ રહ્યા હોય, તો તેમના નામ હેઠળ ઓનલાઇન લખેલુ દેખાતું હશે.

image soucre

જો તમે વોટ્સએપ પર તમારી લાસ્ટ સીન અથવા ઓનલાઇન સ્થિતિ નથી બતાવવા માંગતા અને કોઈ મિત્ર સાથે ચેટ કરવા માંગતા હોવ, તો તમારે થર્ડ પાર્ટી એપ્લિકેશનની મદદ લેવી પડશે. તેના માટે તમારે કેટલીક ખાસ સેટિંગ્સમાં ફેરફાર કરવા પડશે.

આ રહી તેની સરળ રીત..

image source

મોટાભાગના લોકો વોટ્સએપ પર પોતાનું ઓનલાઇન સ્ટેટ્સ દેખાડ્યા વગર ચેટ કરી શકે છે. તેના માટે તમારે કેટલાક સરળ પગલાંને અનુસરવાની જરૂર છે. તમારે તમારા ફોનના પ્લે સ્ટોરમાંથી ચેટ એપ્લિકેશન માટે WA બબલ ડાઉનલોડ કરવાની રહેશે. ત્યારબાદ, નીચે આપેલા પગલાંને અનુસરો.

1- આ તરીકે માટે, સૌથી પહેલા તમારે ગૂગલ પ્લે સ્ટોર પર જવું પડશે અને ચેટ એપ્લિકેશન માટે WA બબલ ડાઉનલોડ કરવું પડશે.

image source

2- આ એપ્લિકેશન ઘણી ઍક્સેસિબિલિટી પરમિશન માટે પૂછશે અને તમારે પરવાનગી આપવી પડશે.

image soucre

3. હવે વોટ્સએપ પર આવતા મેસેજીસ એક બબલમાં જોવા મળશે.

૪. અહીં ચેટ કરવાથી તમે કોઈને ઓનલાઇન નાઈ દેખાવ, અને ઓફલાઈન હોવા છતાં પણ તમે આરામથી ચેટ કરી શકશો.

image soucre

૫. તેને કારણે તમે મોદી રાતે પણ ઓનલાઇન દેખાય વગર આરામથી ચેટિંગ કરી શકશો.

૬. આ એપની મદદથી તમે વોટ્સએપ ખોલ્યા વિના પણ ચેટ કરી શકો છો.

image source

આ પગલાંઓને અનુસરવાથી વોટ્સએપ વાપરવાનો તમારો અનુભવ વધુ આરામદાયક બની જશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ