ભાઈબીજના દિવસે સવારે વહેલા ઉઠીને યમુના નદીમાં સ્નાન કરીને કરો યમદેવીની પૂજા, આખું વર્ષ કોઈ પણ કામમાં નહીં આવે વિધ્ન

ભાઈબીજના તહેવાર નીમીતે વાંચો ભાઈ યમ અને બહેન યમુનાનદીની કથા અને તેનું મહત્ત્વ

ભાઈ માટે બહેનનું અને બહેન માટે ભાઈનું મહત્ત્વ અદ ઉંચેરું હોય છે. ભાઈ પોતાની બહેનના રક્ષણના સમ ખાય છે તો બહેન હંમેશા પોતાના ભાઈના હીત માટે પ્રાર્થના કરતી રહે છે. વર્ષમાં ભાઈ-બહેનના બે તહેવાર આવે છે એક તો રક્ષાબંધન અને બીજો આવે છે ભાઈબીજનો તહેવાર. આખાએ સંસારમાં માતા અને તેના સંતાન બાદ જે સૌથી પવિત્ર પ્રેમ હોય છે તે ભાઈ-બહેન વચ્ચેનો હોય છે. આ બંને સંબંધો નિર્દોશ અને નિઃસ્વાર્થ હોય છે. ભાઈબહેન માત્ર એકબીજાની ખુશીની જ આકાંક્ષા રાખતા હોય છે અને એકબીજા માટે કંઈ પણ કરી છૂટવા તૈયાર હોય છે.

બેસતા વર્ષના બીજા દિવસે એટલે કે કાર્તક સુદ બીજના દિવસે આવે છે ભાઈબીજનો તહેવાર. રક્ષાબંધનના દિવસે બહેન ભાઈને ત્યાં રાખડી બાંધવા આવે છે જ્યારે ભાઈ બીજના દિવસે ભાઈ બહેનને ત્યાં જમવા જાય છે અને બહેનને ભેટ-સોગાત આપે છે. બહેન ભાઈનું ભાવતું ભોજન બનાવે છે. તમને કદાચ એ નહીં ખબર હોય કે ભાઈ બીજના દિવસને યમ દ્વિતિયા તરીકે પણ ઓળખવામા આવે છે. કહેવાય છે કે ભાઈ બીજના દિવસે યમરાજનું પૂજન કરવાથી તમારા પર યમરાજની કૃપા રહે છે.

એક માન્યતા પ્રમાણે ભાઈ બીજના દિવસે સવારે વહેલા નિત્યક્રમ પતાવીને યમુના નદીમાં સ્નાન કરીને યમુના નદી એટલે કે યમદેવીની પૂજા કરવાથી તમારા કોઈ પણ કામમાં વિઘ્નો નથી આવતા. આ દિવસે જેટલું મહત્ત્વ યમુના નદીની પૂજા કરવાનું છે તેટલું જ મહત્ત્વ યમરાજની પૂજા કરવાનું પણ છે. એવું કહેવાય છે કે આ દિવસે યમરાજની પૂજા કરવાથી તેમના ભક્ત પર અકાળે પડતી મૃત્યુની છાયા દૂર થાય છે. ભાઈબીજ સાથે એક સુંદર પૌરાણિક કથા પણ જોડાયેલી છે.

ભાઈ યમરાજ અને બહેન યમુના નદીની કથા

યમરાજ અને યમુના નદી એટલે કે યમી બન્ને ભાઈબહેન હતા. યમીને પોતાનો ભાઈ યમ ખૂબ વહાલો હતો અને તે વારંવાર યમરાજને પોતાના ઘરે જમવાનું આમંત્રણ આપતી પણ યમરાજ પોતાના કામમાં ખૂબ જ વ્યસ્ત રહેતા. તેઓ પોતાના કામમાંથી નવરાજ નહોતા પડતાં અને દર વખતે તેમણે બહેનનું આમંત્રણ ટાળવુ પડતું જેનાથી બહેન દુઃખી પણ થઈ જતી. પણ છેવટે કાર્તક મહિનાની સુદની બીજની તીથીએ તેમણે પોતાની બેહનનું આમંત્રણ સ્વિકાર્યું અને તેઓ બહેના ઘરે જમવા પધાર્યા.

બહેન યમીના ઉત્સાહની કોઈ સીમા ન રહી. તેમણે પોતાના ભાઈને ખૂબ જ સ્નેહથી જમાડ્યા. છેવટે જ્યારે યમરાજ ધરાઈ ગયા ત્યારે તેમણે પોતાની બહેન યમીને તેમની પાસેથી વરદાન માગવા કહ્યું. યમીને બીજું કંઈ જ નહોતું જોઈતું તે તો ઇચ્છતી હતી કે તેનો ભાઈ દર વર્ષે આ તીથી પર પોતાના ઘરે જમવા આવે. અને જે પણ ભાઈ આ તીથીએ પોતાની બહેનના ઘરે જમવા જાય તેનું ક્યારેય અકાળે મૃત્યુ ન થાય. યમરાજે વાહલી બહેનને આ વરદાન આપી દીધું. સાથે સાથે એવું પણ કહેવાય છે કે આ દિવસે યમુના નદીમાં સ્નાન કરીને યમની પૂજા કરવામાં આવે તેને ફળ પ્રાપ્ત તશે અને તેનું આયુષ્ય સંપૂર્ણ રહેશે અને તેની બહેન પણ અખંડ સૌભાગ્યવતી રહેશે. બસ આ સદીઓથી ઉજવાતા આવતા ભાઈબીજના તહેવાર પાછળ ભાઈ યમરાજ અને બહેન યમીની કથા છે.

કાર્તક સૂદ બીજના દિવસે યમરાજ તેમજ યમુના નદીની પુજા કરવામાં આવે છે અને માટે તેને યમ દ્વિતિયા પણ કહેવામાં આવે છે. આ દિવસે ભાઈ અને બહેન ખૂબજ પ્રેમથી મળે છે. ભાઈ આ દિવસે બહેનના સાસરે જઈને જમે છે અને બહેનને ભેટ સોગાત આપે છે. કહે છે કે સ્ત્રીને પોતાના પિયરમાંથી આવેલું કૂતરુ પણ વાહલુ લાગતું હોય છે અને જો તેનો ભાઈ જ તેના ઘરે આવી પહોંચે તો તેના માટે તે દિવસ કોઈ ઉત્સવથી ઓછો નથી હોતો. માટે જ આપણા ગુજરાતમાં અને ભારતના કેટલાક રાજ્યોમાં ભાઈબીજને ઉત્સાહથી ઉજવવામાં આવે છે. અને કોઈ કારણસર જો તમે બહેનના ઘરે જઈ શકો તેમ ન હોવ તો તમે આ દિવસે આ કથાનું પઠન પણ કરી શકો છો અને યમરાજનો આશિર્વાદ પણ મેળવી શકો છો.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ