આ છે ભારતનાં 10 ભૂતિયા રેલ્વે સ્ટેશન, સાંજ બાદ અહીં જતાં લોકો ડરે છે

ભારતમાં ભૂત છે કે નથી એ અંગે પણ કોઈ નક્કર સોલ્યુશન નથી આવ્યું. બસ માત્ર ધારણાઓ ચાલી રહી છે. અમુક વર્ગ એવું માને છે કે ભૂત છે તો અમુક વર્ગનું એવું કહેવું છે કે આ બધી ખોટી વાત. એમાં પણ જ્યારે ભૂત અને પ્રેતની જગ્યાઓની વાત આવે ત્યારે જૂના કિલ્લાઓ અને મકાનો વિશે જ સાંભળવા મળે છે. પરંતુ તમને એ જાણીને નવાઈ લાગશે કે ભારતમાં એવાં રેલ્વે સ્ટેશન અને મેટ્રો સ્ટેશન પણ છે કે જેના વિશે લોકોનું કહેવું છે કે અહીં પેરાનોર્મલ એક્ટિવિટી કે ભૂત હોવાનો અહેસાસ થાય છે. તો આવો અમે તમને આ રેલવે સ્ટેશન વિશે માહિગાર કરીએ..

દ્વારકા સેક્ટર 9 મેટ્રો સ્ટેશન, દિલ્હી

image source

સૌથી પહેલાં વાત કરીએ દિલ્હીના દ્વારકા સેક્ટર 9 મેટ્રો સ્ટેશન અંગે તો. ત્યાંના લોકોનો દાવો છે કે રાત્રીના સમયે અહીં વાહનોની પાછળ મહિલાનો પડછાયો જોવા મળે છે. આ જ કારણ છે કે મોડી રાત્રે લોકો આ મેટ્રો સ્ટેશન પર જવાનું ટાળે છે. પરંતુ સાચુ કારણ શું છે એ હજુ પ્રશ્નાર્થ છે.

બારોગ સ્ટેશન, હિમાચલ પ્રદેશ

image source

એવું કહેવાય છે કે મોટાભાગે બારોગ સ્ટેશનની બાજુમાં ટનલ નંબર 33ની નજીક પેરાનોર્મલ પ્રવૃત્તિઓ જોવા મળે છે. પાઇન અને દેવદારનાં જંગલોથી ઘેરાયેલું બારોગ હિમાચલ પ્રદેશના સોલન જિલ્લામાં સ્થિત છે. તે પ્રવાસીઓમાં બહુ લોકપ્રિય નથી પરંતુ તેની સુંદરતા કોઈને પણ આકર્ષિત કરી શકે છે. પરંતુ બારોગ રેલ્વે સ્ટેશન અને ટનલની વાર્તા ખૂબ જ ડરામણી છે.

બેગુનકોડાર રેલ્વે સ્ટેશન, પશ્ચિમ બંગાળ

image source

પશ્ચિમ બંગાળના પુરૂલિયા જિલ્લામાં બેગુનકોડાર રેલ્વે ભૂતિયા વાર્તાઓના કારણે 42 વર્ષથી બંધ હતું. વર્ષ 1960માં ખોલવામાં આવેલા આ સ્ટેશન પર સાંજ પછી લોકો આજે પણ જતાં ડરે છે. સ્થાનિકોનું કહેવું છે કે સ્ટેશન માસ્તરે એક રાત્રે ટ્રેક વચ્ચે એક યુવતીની છાયા જોઈ હતી. થોડા દિવસો પછી સ્ટેશન માસ્તર અને તેના પરિવારની હત્યા કરવામાં આવી. આ ઘટના પછી સ્ટેશન બંધ કરવામાં આવ્યું હતું અને 2009માં ફરીથી ખુલ્યું હતું.

ચિત્તૂર રેલ્વે સ્ટેશન, આંધ્રપ્રદેશ

image source

સ્થાનિકોનું કહેવું છે કે સ્ટેશન પર આરપીએફ અને ટીટીઇએ મળીને એક CRPF જવાનને માર માર્યો હતો, જેના પગલે તેનું મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ તે સીઆરપીએફ જવાનની આત્મા ન્યાય માટે સ્ટેશનની આસપાસ ભટકતી રહે છે. આંધ્રપ્રદેશમાં આ સ્ટેશન વિશે પણ ભૂતિયા કહાની હોવાનું માનવામાં આવે છે.

લુધિયાણા સ્ટેશન, પંજાબ

image source

લુધિયાણા સ્ટેશનના એક કાઉન્ટર અંગે લોકો કહે છે કે તેઓએ ત્યાં પેરાનોર્મલ પ્રવૃત્તિઓ અનુભવી છે. એવો દાવો કરવામાં આવે છે કે સુભાષ નામનો વ્યક્તિ અહીં રિઝર્વેશન કાઉન્ટર પર બેસતો હતો. તે કામને લઈ ખૂબ જ પ્રેમ કરતો હતો. આ કારણોસર તેના મૃત્યુ પછી જે પણ વ્યક્તિ તેના રૂમમાં કામ કરવા ગયો હતો તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

મુલુંડ રેલ્વે સ્ટેશન, મુંબઇ

image source

મુંબઇના મુલુંડ સ્ટેશનના મુસાફરો અને સ્થાનિક લોકો પણ દાવો કરે છે કે તેઓએ રાત્રે અહીં કોઈકની ચીસો અને રડવાનો અવાજ સંભળાઈ છે. એવો દાવો કરવામાં આવે છે કે તે લોકોની આત્માઓ છે જે રેલ્વે ટ્રેક ક્રોસ કરતી વખતે અકસ્માતનો ભોગ બન્યા હતા.

નૈની રેલ્વે સ્ટેશન, ઉત્તર પ્રદેશ

image source

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ જિલ્લામાં નૈની રેલ્વે સ્ટેશન વિશે એવું કહેવામાં આવે છે કે રાત્રે ઘણી વાર સ્ટેશન અને રેલ્વે ટ્રેક પર કેટલીક વિચિત્ર વસ્તુઓ જોવા મળે છે. એક વાર્તા છે કે ઘણા સ્વાતંત્ર્ય સેનાનીઓને સ્ટેશનની નજીકની નૈની જેલમાં બંધ કરવામાં આવી હતી, જેમને ખૂબ ત્રાસ આપવામાં આવ્યો હતો અને પછી તેઓનું મોત નીપજ્યું હતું.

સોહાગપુર રેલ્વે સ્ટેશન, મધ્યપ્રદેશ

image source

મધ્યપ્રદેશના સોહાગપુર રેલ્વે સ્ટેશન વિશે એવું કહેવામાં આવે છે કે રાત્રે અહીં એક મહિલા ચીસો પાડે છે અને રાત્રે અહીં ઘણા વિચિત્ર અવાજો સંભળાય છે. રાત્રે સ્ટેશન સંપૂર્ણપણે સુમસામ થઈ જાય છે અને માત્ર બેથી ચાર લોકો જ દેખાય છે.

રવિન્દ્ર સરોવર મેટ્રો સ્ટેશન, પશ્ચિમ બંગાળ

image source

કોલકાતાના આ મેટ્રો સ્ટેશનને લગતી પેરાનોર્મલ પ્રવૃત્તિઓની વાર્તાઓ પ્રખ્યાત છે. અહીં છેલ્લી મેટ્રો રાત્રે 10:30 વાગ્યે ચાલે છે ત્યારબાદ સ્ટેશન વિરાન થઈ જાય છે. ઘણી વાર લોકોને લાગ્યું છે કે અચાનક પાટા વચ્ચે એક પડછાયો દેખાય છે અને આંખના પલકારામાં અદૃશ્ય થઈ જાય છે. આ મેટ્રો સ્ટેશન પર ઘણા લોકોના મોત પણ થયા છે.

પાતાલપાણી રેલ્વે સ્ટેશન, મધ્યપ્રદેશ

image source

મધ્યપ્રદેશના ખંડવા નજીક સ્થિત આ રેલ્વે સ્ટેશન પણ ભૂતિયા માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે બ્રિટિશરોએ સ્વાતંત્ર્ય સેનાની તાંત્યા મામા ભીલની હત્યા કરીને ફેંકી દીધી હતી. સ્થાનિક લોકોનું કહેવું છે કે, જો ટ્રેન અટકીને સલામ ન કરે તો તે દુર્ઘટનાગ્રસ્ત થઈ જાય છે. આજે પણ જો અહીંથી કોઈ ટ્રેન પસાર થાય છે, તો તેમની કબરની નજીક ટ્રેન રોકી દેવામાં આવે છે અને તેમને સલામી આપવામાં આવે છે અને તે પછી જ ટ્રેન આગળ વધે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ