કોરોના વાયરસને કારણે ચાલી રહેલા લોકડાઉનમાં શાહરુખ ખાને એના ચાહકોને આપ્યો આ ટાસ્ક.
ત્રણ વિજેતાઓને પોતે જાતે કરશે વિડીયો કોલ
View this post on Instagram
શાહરુખ ખાન ઈચ્છે છે કે લોકો બિહામણી ઇનડોર ફિલ્મ બનાવે. અને આ ફિલ્મના ત્રણ વિજેતાઓને સુપર સ્ટાર સાથે વિડીયો કોલ પર વાત કરવાનો મોકો મળશે.
શાહરુખ ખાનની કંપની રેડ ચીલીઝ શનિવારે પોતાની આવનારી વેબ પ્રોડક્શન હોરર સિરીઝ “બેતાલ” ના લૉન્ચના પહેલા લોકડાઉનના આ સમયમાં લોકો માટે એક રસપ્રદ ટાસ્કની ઘોષણા કરી છે.એ ઈચ્છે છે કે લોકો બિહામણી ઇનડોર ફિલ્મ બનાવે. ત્રણ વિજેતાઓને સુપર સ્ટાર સાથે વિડીયો કોલ પર વાત કરવાની તક મળશે.
આ ટાસ્ક વિશે જાણકારી આપતા શાહરુખ ખાને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લખ્યું છે કે “આપના બધા ને કોરોન્ટાઇનના આ સમયમાં પોતાના માટે થોડો સમય મળ્યો છે, તો મેં વિચાર્યું કે આપણે બધાએ થોડું કામ કરી લેવું જોઈએ , એ પણ એવું કામ જે રચનાત્મક હોય, આનંદદાયી હોય અને થોડું બિહામણું પણ હોય.
શાહરુખ ખાને આ ટાસ્ક વિશે જણાવતા આગળ લખ્યું કે ” બિહામણા તત્વો સાથે એક બિહામણી ઇનડોર ફિલ્મ બનાવવાનો વિચાર કેવો રહેશે?”લોકો પોતાના કામને ટિમ ડિજિટલ રેડ ચીલીઝ ડોટ કોમ પર 18 મે સુધી મોકલી શકે છે. તમે મોકલેલા વિડીયો અને ફિલ્મને બેતાલના સહનિર્દેશક પેટ્રિક ગ્રાહમ, કાસ્ટના સદસ્ય વિનીત કુમાર અને અહાના કુમાર અને રેડ ચીલી એન્ટરટેઇનમેન્ટ અને આ શોના નિર્માતા ગૌરવ વર્મા જોશે.
શાહરુખ ખાને આગળ જણાવ્યું કે ” ભૂત પણ આ ટાસ્ક માટે પોતાની એન્ટ્રી મોકલી શકે છે” શાહરુખ ખાને આ સાથે જ ટાસ્કના અમુક નિયમો પણ જણાવ્યા હતા જેવા કે ફિલ્મ બનાવતી વખતે સોશિયલ ડિસ્ટનસિંગનું પાલન કરવાનું રહેશે, ફિલ્મમાં ઉપયોગમાં લેવાયેલા પ્રોપ્સ ઘરે જ બનાવેલા હોવા જોઈએ.શાહરુખ ખાનના આ ટાસ્કની શાહરુખ ખાનની જ રેડ ચીલી એન્ટરટેઇનમેન્ટ, નેટફ્લિક્સ, એસકે ગ્લોબલ અને બ્લમહાઉસ પ્રોડક્શન એક સાથે સહકાર આપી રહ્યું છે.
View this post on Instagram
લોકડાઉનના કારણે જ્યાં ફિલ્મોના શૂટિંગની સાથે સાથે ઘણી મોટી ફિલ્મોની રિલીઝ પણ અટકી ગઈ છે ત્યાં ડિજિટલ પ્લેટફોર્મ સતત એમના દર્શકોને નવી સિરીઝ પીરસી રહ્યું છે. શાહરુખ ખાનની આવનારી નેટફ્લિક્સ વેબ સિરીઝ “બેતાલ” નું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. અને હવે દર્શકો આ વેબ સિરીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
તમને જણાવી દઈએ કે આ વેબ સિરિઝને શાહરુખ ખાનની કંપની રેડ ચીલીઝ લઈને આવી રહી છે. “બાર્ડ ઓફ બ્લડ” પછીની રેડ ચીલીઝની આ બીજી વેબ સિરીઝ છે. બેતાલ નામની આ વેબ સિરીઝ 24 મે એ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થવાની છે.
source : abplive
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ