હવે માત્ર X-Ray પરથી કોરોના દર્દીની થશે ઓળખ, ભારતની આ હોસ્પિટલને મળી સફળતા

ભારતના ડોકટરોને મળી સફળતા, હવે છાતીનો  x ray જણાવશે કે દર્દી કોરોમાં સંક્રમિત છે કે નહીં.

image source

એક બાજુ જ્યાં કોરોના વાયરસના નિવારણ માટે ભારતના ડોક્ટરો અને વૈજ્ઞાનિકોની ટિમ દિવસરાત મહેનત કરી રહી છે. તો બીજી બાજુ કોરોના વાયરસ મહામારીની તપાસમાં ઘણી તકલીફોનો સામનો કરવો પડે છે પણ હવે આ તકલીફથી છુટકારો મળી શકે છે. લખનઉના કેજીએમયુ અને અબ્દુલ કલામ ટેક્નિકલ યુનિવર્સિટીએ સાથે મળીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી એક પ્રોગ્રામ તૈયાર કર્યો છે. આ પ્રોગ્રામની મદદથી ફક્ત છાતીના એક્સ રે પરથી ખબર પડી જશે કે દર્દી કોરોના સંક્રમિત છે કે નહીં.

કોરોના સંક્રમિત દર્દીઓના તપાસના ઘણા રિપોર્ટ નેગેટિવ આવ્યા અને પછી ખબર પડી કે એ લોકોને કોરોનાનું સંક્રમણ છે.

image source

એવા ઘણા કેસ સામે આવ્યા જેમાં કોરોના તપાસની કિટ એ ઘણીવાર ખોટો રિપોર્ટ આપ્યો.આ તકલીફોને ધ્યાનમાં રાખીને લખનઉના કેજીએમયુ અને અબ્દુલ કલામ ટેક્નિકલ યુનિવર્સિટી કોરોના તપાસને વધુ ચોક્કસ બનાવવા માટે ઘણા દિવસથી શોધ કરી રહ્યા છે. હવે આ બંને સંસ્થાઓ સાથે મળીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી એક પ્રોગ્રામ તૈયાર કર્યો છે. જેના દ્વારા ફક્ત છાતીના એક્સ રેને જોઈને જ ખબર પડી જશે કે દર્દીને કોરોના સંક્રમણ છે કે નહીં.કિંગ જોર્જ મેડિકલ યુનિવર્સિટીએ એ વિસ્તારના કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓના છાતીના એક્સ રે મંગાવી એના પર કામ શરૂ કરી દીધું હતું.

image source

હવે એ જલ્દી જ ક્લિનિકલ ટ્રાયલમાં જશે.લખનઉના કેજીએમયુ હોસ્પિટલે કાયદેસર એક પ્રેસ કોનફરન્સ કરી આ વિશે જાણકારી આપી છે.પ્રેસ કોનફરન્સમાં કહેવામાં આવ્યું કે ચીન અને અમેરિકાની જેમ કેજીએમયુ પણ જલ્દી જ એક્સ રે જોઈને કોરોનાને દર્દીઓની ઓળખ કરશે.એક્સ રે થી ફક્ત કોરોના દર્દીઓની જ ખબર પડશે એટલું જ નહીં પણ ફેફસાના સંક્રમનથી એ પણ ખબર પડી જશે કે દર્દી ક્યારે અને કેટલી જલ્દી સાજો થઈ જશે.

તમને જણાવી દઈએ કે જ્યારે ચીનમાં રેપીડ ટેસ્ટ ઓછા થઈ રહ્યા હતા ત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની આ રીત ફાયદાકારક સાબિત થઈ હતી.આ મોડેલમાં કોવિડ 19 દર્દીઓની ઓળખ કરવાનું કામ અમેરિકા, બ્રિટન, ચીન અને અન્ય કેટલાક દેશો પણ કરી રહ્યા છે. હવે જલ્દી જ ભારતમાં કેજીએમયુમાં પણ આ શરૂ થવા જઈ રહ્યું છે.

image source

તમને જણાવી દઈએ કે દેશભરમાં કોરોના વાયરસના કારણે સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તરફથી જાહેર કરેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 4213 નવા કેસ સામે આવ્યા છે અને 97 લોકોનું મૃત્યુ થઈ ચૂક્યું છે.એ પછી દેશભરમાં કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 70756 થઈ ગઈ છે 22455 લોકો સ્વસ્થ થઈ ગયા છે અને એમને દવાખાનામાંથી રજા આપી દેવાઈ છે.અને કુલ 2293 લોકોનું મૃત્યુ થઈ ચૂક્યા છે.

source : daily hunt

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ