ગોતાની વંદેમાતરમ્ સિટીનો અનોખો પ્રયોગ, સોસાયટીના આગેવાનો સાથે ઝૂમ એપ્લિકેશનથી કરી મિટિંગ, સાથે તૈયાર કર્યા 400 કોવિડ વોલન્ટિયર્સ

અમદાવાદીઓની શિસ્તતા જોઇને તમને પણ ગર્વ અનુભવાશે:- ગોતામાં આવેલી વંદેમાતરમ્ સિટીએ ભેગા થઇને ૪૦૦ કોવિડ વોલન્ટિયર્સ બનાવ્યા અને ૧૦૦ સોસાયટીઓ સંપૂર્ણપણે બંધ કરી દીધી

image source

શહેરમાં લોકડાઉન દરમિયાન પોલીસ દ્વારા લોકોને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેમ છતાં લોકો પોતાના અને આસપાસના લોકોના જીવ જોખમમાં મુકતા અચકાતા નથી. આપણે અમદાવાદની જનતાની વાત કરીએ તો એ જેટલી સતર્ક છે એટલી જ શિસ્ત પણ પાળી જાણે છે. ગોતામાં કોરોનાનો કેસ મળતા દરેક ઘરમાંથી એક વ્યક્તિને એક જ વખત બહાર જવા દેવાય છે. વંદેમારતમ્ સિટીમાં રહેતા એક પુરુષને કોરોના પોઝિટિવ આવ્યો છે, જ્યારે તેમના પત્નીમાં પણ કોરોનાના લક્ષણો દેખાયા છે, જેથી આ યુગલના પરિવારના અન્ય ૩ સભ્યોને હોમ ક્વોરન્ટાઈન કરી દેવાયા છે.

image source

ત્યાંના સ્થાનિક રહીશોએ લૉકડાઉનનો કડક અમલ કરાવવા સોલા પોલીસની મદદ લીધી છે. જેના ભાગરૂપે સોલા પોલીસે વંદેમારતમમાં આવેલી ૧૦૦ સોસાયટીઓમાં ૪૦૦ કોવિડ વોલન્ટિયર્સ તૈયાર કર્યા છે. આ વોલન્ટિયર્સે પોલીસની સાથે મળીને આજુબાજુના વિસ્તારની ૧૦૦ સોસાયટીઓ સંપૂર્ણ બંધ કરી દીધી છે. આ સોસાયટીઓની આસપાસના મુખ્ય રસ્તાઓ બંધ કરી દઈ ફેરિયાઓ સહિતનાના પ્રવેશવા ઉપર પ્રતિબંધ લાદી દીધો છે. કામ પૂરતાં માત્ર બે રસ્તા ખુલ્લા રખાયા છે.

૧૦૦ સોસાયટીના આગેવાનો સાથે ઝૂમ એપ્લિકેશનથી મિટિંગ

image source

શ્રીનાથ એવન્યુ ગોતા વંદેમારતમમાં રહેતા દંપતીને કોરોનાના લક્ષણો જણાતાં તેમને તુરંત જ સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયા છે. આ વાતની ગંભીરતાથી શ્રીનાથ એવન્યુની આસપાસના વિસ્તારની ૧૦૦ સોસાયટીના આગેવાનોએ સોલા પોલીસનો સંપર્ક કર્યો હતો. ત્યાંના પીઆઈ જે.પી.જાડેજાએ ઝૂમ એપ્લિકેશનથી ૧૦૦ સોસાયટીના આગેવાનો સાથે કોંફરંસ મિટિંગ કરી. તેમજ દરેક સોસાયટીમાંથી કોવિડ વોલન્ટિયર્સની નિમણૂક કરી દીધી છે.

દિવસમાં એક જ વખત એક જ વ્યક્તિ સોસાયટીના દરેક ઘરમાંથી બહાર નીકળે છે.

image source

સોસાયટીમાંથી બહાર જતાં-આવતાં દરેક વ્યક્તિ ઉપર નજર આ ૪૦૦ વોલન્ટિયર્સ રાખશે. એટલુંજ નહીં એન્ટ્રી-એક્ઝિટ રજિસ્ટર પણ દરરોજ લાગુ પાડવામાં આવશે. દરેક ઘરમાંથી દિવસમાં એક જ વખત એક જ વ્યક્તિ સોસાયટીની બહાર નીકળે એમ નક્કી કર્યુ છે. વોલન્ટિયર્સની મદદથી પોલીસે આ વિસ્તારની આજુબાજુ સોસાયટીઓની ફરતે તમામ રસ્તાઓ બંધ કરી દીધા છે.

જ્યારથી લૉકડાઉન જાહેર થયું ત્યારથી ઘરમાં જ હતાં

image source

લોકડાઉન થયું ત્યારથી ઘરની બહાર કિરણભાઇ અને નીરુબહેન પૈકી કિરણભાઇ તો નીકળ્યા જ નથી. જ્યારે નીરુબહેન શાકભાજી લેવા માટે ઘરની બહાર નીકળતા હતાં. આ દરમિયાન જ ક્યાંકથી કોરોનાનો ચેપ લાગ્યાની શંકા છે. તેમનો ચેપ તેમના પતિને લાગ્યો હોવાનું માનવામાં આવે છે.

તમામ ફેરિયાઓ જે બહારથી આવે તેના પર પ્રતિબંધ

image source

ગોતા વંદેમારતમમાં આજુબાજુ ૧૦૦ સોસાયટીમાં શાકભાજી-ફ્રૂટની લારી નહીં પ્રવેશવા દેવાનો નિર્ણય લીધો છે. સવારે ૯ થી ૧૨ અને સાંજે ૪ થી ૭ સોશિયલ ડિસ્ટન્સ સાથે કરિયાણાની દુકાન તેમજ ડેરી ખુલ્લી રાખવાનું નક્કી કરાયું છે. કાચના દરવાજા,લીફ્ટ તથા તેના બટન દિવસ દરમિયાન ઘણીવાર સેનીટાઇઝ કરવામાં આવે છે. ત્યાંના રહેવાસીઓને સલાહ આપવામાં આવી છે કે જ્યારે પણ તેઓ બહારથી આવે ત્યારે ૨૦ સેકંડ પોતાના હાથ અવશ્ય ધોવે અને શક્ય હોય તેટલું ઘરે જ સુરક્ષિત રહે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ