મહાભારતમાં ગાંધારીનું પાત્ર ભજવનાર અભિનેત્રી વાસ્તવમાં છે ગોલ્ડ મેડાલીસ્ટ, આ તસવીરો જોઇને તમે પણ નહિં ઓળખી શકો

મહાભારતમાં ગાંધારીનું પાત્ર ભજવનાર અભિનેત્રી વાસ્તવમાં છે કે ગોલ્ડ મેડાલીસ્ટ

લોકડાઉનમાં લોકોએ દૂરદર્શન પાસે રામાયણ તેમજ મહાભારતના પુનઃપ્રસારણની માંગ કરી હતી જે પુરી પણ કરવામાં આવી છે. અને તેના કારણે રામાનંદ સાગરની રામાયણ સીરીયલને અભૂતપૂર્વ ટીઆરપી પણ મળી છે. જો કે હાલ રામાયણ તો પૂર્ણ થઈ ગઈ છે પણ બીઆર ચોપરાની મહાભારતનું પ્રસારણ હજુ ચાલુ છે. અને કરોડો ભારતીયો આ સિરિયલ હાલ જોઈ રહ્યા છે. મહાભારત પણ હાલ ખાસી ટીઆરપી મેળવી રહ્યું છે. તમને જણાવી દઈએ કે દૂરદર્શને પોતાના ઇતિહાસમાં આટલી બધી વ્યૂઅરશીપ ક્યારેય નહીં મેળવી હોય. અને રામાયણ સિરિયલે તો છેલ્લા ટીઆરપીના છેલ્લા પાંચ વર્ષના બધા જ રેકોર્ડ તોડી નાખ્યા છે.

image source

રામાયણની જેમ મહાભારતમાં પણ ઐતિહાસિક પાત્રો ભજવીને કલાકારો જાણીતા બની ગયા હતા. અને તેના પુનઃ પ્રસારણ બાદ તેઓ પણ ફરી લાઈમલાઇટમાં આવી ગયા છે. મહાભારતમાં ગાંધારીનું પાત્ર ભજવનાર અભિનેત્રીનું નામ રેણુકા ઇસરાની છે. તેણીએ ગાંધારીનું પાત્ર ભજવતા પહેલાં પણ અભિનયક્ષેત્રે ખૂબ કામ કર્યું છે. તેણીએ દૂરદર્શનની લોકપ્રિય સિરિયલ હમલોગમાં પણ કામ કર્યું છે. પણ લોકો તેમને ગાંધારીનું પાત્ર ભજવ્યા બાદ વધારે જાણવા લાગ્યા હતા.

image source

મહાભારતમાં ગાંધારીનું પાત્ર ભજવતી વખતે તેમની ઉંમર માત્ર 22 વર્ષની જ હતી. આંખો પર પટ્ટી બાંધી હોવાથી અરધો ચહેરો ઢંકાયેલો રહેતો હોવા છતાં પણ લોકો તેમને ઓળખતા થઈ ગયા હતા.તેમણે એક ઇન્ટર્વ્યૂમાં મહાભારતના પોતાના કામ વિષે જણાવ્યું હતું કે તેણી હંમેશથી જે સિદ્ધિ મેળવવા માગતી હતી તે તેમને મહાભારત દ્વારા મળી શકી હતી.

image source

તેઓ કોલેજકાળથી અભિનયમાં રસ ધરાવતા હતા. તેમેણે રાજસ્થાનના જયપુરમાં આવેલી મહારાણી કોલેજમાં અભ્યાસ કર્યો હતો. અને એક ઓલરાઉન્ડર ગોલ્ડ મેડલિસ્ટ પણ છે. આમ તેમણે કોલેજકાળમાં જ અભિનય ક્ષેત્રમાં જ પોતાની કેરિયર બનાવવાનું નક્કી કરી લીધું હતું. તેઓ થિયેટર્સમાં પણ ખૂબ કામ કરતા અને તેમને તે માટે ઘણા બધા અવોર્ડ્સ પણ મળી ચૂક્યા છે.

image source

ગાંધારીનું પાત્ર તેમણે મહાભારત પહેલાં પણ એક નાટકમાં ભજવ્યું હતું. માટે તેમણે ખૂબ જ સરળતાથી ગાંધારીનું પાત્ર નીભાવ્યું હતું. તેમણે મણિપુરી સ્ટાઇલમાં અંધાધુન નામના એક નાટકમાં ગાંધારીનું પાત્ર ભજવ્યું હતું.

image source

ગાંધારીનું પાત્ર ભજવતી વખતે સતત આંખો પર પટ્ટી રહેવાથી ચહેરાના હાવ ભાવ પ્રગટ કરવા ઘણા મુશ્કેલ હતા. પણ તેમ છતાં તેમણે આ પાત્ર સારી રીતે ભજવ્યું હતું અને તેનો તેમને આજે પણ ગર્વ છે.

image source

મહાભારત બાદ પણ તેમણે અભિનય તો ચાલુ જ રાખ્યો છે. આજે પણ તેણી અવારનવાર ટીવી શોઝમાં જોવા મળે છે. તેમણે સોની ટીવી પર પ્રસારીત થયેલી સિરિયલ બડે અચ્છે લગતે હૈમાં પણ અભિનય કર્યો છે. અને તેણી જાણીતી ટેલીવીઝન અભિનેત્રી સાક્ષી તંવર સાથે સારા સંબંધો ધરાવે છે. તેમણે ટીવી ઉપરાંત બોલીવૂડ ફિલ્મોમાં પણ ખૂબ કામ કર્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ