ટૈરો રાશિફળ : જાણો મંગળવાર કઈ રાશિ માટે છે શુભ અને કઈ રાશિ માટે અશુભ
મેષ – The Hierophant
આજે તમારી પાસે કોઈ નવું કામ આવી શકે છે જેની તમે ઘણા સમયથી રાહ જોતા હતા. તમારી ક્ષમતા પર વિશ્વાસ રાખો અને કોઈ વાતને મન પર હાવી થવા ન દો કે તમારા આત્મવિશ્વાસમાં ખામી સર્જાય. દરેક પરિસ્થિતિમાં પોતાના પર સંયમ રાખો. આજે તમે કોઈ નવી વ્યક્તિને મળી શકો છો, જે તમારા માટે મહત્વપૂર્ણ સાબિત થશે. આજે તમારા પોતાના માટે થોડો સમય કાઢો.
વૃષભ – The Lovers
આજનો દિવસ તમારા માટે પડકારોથી ભરેલો હોઈ શકે છે. દિવસ દરમિયાન તમને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તમે જે કામની રાહ જોઇ રહ્યા હતા તેમાં વિલંબ થઈ શકે છે. આજે તમારા માટે થોડો સમય કાઢો અને રજાની મજા લો. આજે કોઈ નિર્ણયની ચિંતા કરશો નહીં અને તેને સમય પર છોડી દો. તમારી ચિંતાઓ સમય જતા દૂર થઈ જશે.
મિથુન – The Moon
આજે તમારે બેચેની પર નિયંત્રણ રાખવું જોઈએ. ધ્યાન, યોગ અને પ્રાણાયામ તમારા માટે ખૂબ ફાયદાકારક રહેશે. તમે જે પરિસ્થિતિને ટાળવા માટે પ્રયાસ કરી રહ્યાં છો, જેટલી વહેલી તકે તેનો સામનો કરો તેટલું જ ફાયદાકારક રહેશે અને સ્થિતિ સામાન્ય થઈ જશે. નકારાત્મક વિચારોને મનમાં ઘર કરવા ન દો. જરૂર જણાય તો કોઈ નિષ્ણાંતની સલાહ લેવી. એટલું ન વિચારો કે વર્તમાન સમય ખરાબ થાય.
કર્ક- Five of Pentacles
દિવસ સારો રહેશે પરંતુ ભવિષ્ય માટે ખૂબ વિચારવું નહીં અન્યથા બેચેની વધી જશે. સર્વશક્તિમાન ઈશ્વર પર વિશ્વાસ રાખવો. વ્યર્થ ચિંતાઓને કારણે મનમાં તાણ વધશે અને ધ્યાન કામ પરથી દૂર થશે. તેના કારણે વ્યક્તિગત જીવન પર પણ નકારાત્મક અસર પણ થઈ શકે છે. તેથી તમારા વિચારોને નિયંત્રિત કરો.
સિંહ – Six of Swords
દરેક ક્ષેત્રે આજનો દિવસ તમારો બની શકે છે. આજે તમારી પાસે સકારાત્મક ઉર્જાનો ભંડાર રહેશે. જો તમે તેને યોગ્ય દિશા આપળો તો ફાયદો થશે. આજે તમે પ્રયત્નો કરશો તો સફળતા પણ નક્કી મળશે જ. ધૈર્ય અને ધૈર્યનો ઉપયોગ કરો. ધીરજ રાખવી જરૂરી છે. ધન લાભના યોગ છે.
કન્યા – Justice
તમારે આજે કેટલાક સખત નિર્ણયો લેવાની જરૂર પડી શકે છે. આજે જો ધાર્યું ન હોય તેવું કંઈ બને તો પણ આ કારણોસર તમારા મનમાં કોઈ તણાવ ન થવા દો. જો તક ઉપલબ્ધ ન હોય તો પછી જાતે તકનું સર્જન કરો. આજે નવી યોજના બનાવવાનો સારો દિવસ છે..
તુલા – Ace of Pentacles
આજે તમારા પોતાના માટે થોડો સમય કાઢવાનો દિવસ છે. કેટલીક સમસ્યાઓથી છૂટકારો મેળવવા માટે તમે આજે ફરી પ્રયાસ શરૂ કરી શકો છો. આજનો દિવસ થોડો મુશ્કેલ હોઈ શકે છે. જુના વિવાદો મનમાં ઉદાસીનો અનુભવ કરાવશે. પરંતુ પરિવર્તન સ્વીકારી લેવાથી ખુશ રહી શકો છો.
વૃશ્ચિક – Death
આ દિવસ તમારા માટે સફળતાઓ લઈને આવ્યો છે. તમારા કેટલાક વિશેષ વિચારો અને યોજનાઓ ટૂંક સમયમાં અમલમાં આવશે. જેના કારણે તમારું માન અને પ્રતિષ્ઠા પણ વધશે. કામમાં તમારું ધ્યાન ખૂબ જ સારું રહે છે, પરંતુ તેના કારણે તમારા પરિવાર અને વ્યક્તિગત જીવનની જવાબદારીઓને અવગણશો નહીં. તેમના પર પણ ધ્યાન આપો. પરીવાર સાથે બેસો અને મન હળવું કરો.
ધન – Three of Pentacles
આજનો દિવસ તમને અસ્વસ્થ કરી શકે છે. જેના કારણે મૂડ સ્વિંગ થશે. તમારી લાગણીઓને કાબૂમાં રાખો અને કોઈ મહત્વનો નિર્ણય લેવાનું ટાળો. આજે મિત્રો સાથે વ્યર્થ વાતચીતમાં સમય ન બગાડો. જો તમે કોઈ વ્યવસાય શરૂ કરવા જઇ રહ્યા છો તો તેના દસ્તાવેજો સમજી વિચારીને સાઈન કરવા.
મકર – The Emperor
આજનો દિવસ થોડી સુસ્તી અને થાક સાથે આવ્યો છે. આજે તમને શારીરિક શક્તિનો થોડો અભાવ અનુભવાઈ શકે છે. લાંબા સમયથી ચાલતા વિપરિત સંજોગોમાં પરિવર્તન આવશે, જેના કારણે પણ ઉદાસી અનુભવી શકો છો. પરિવર્તન એ જીવનનો નિયમ છે આ વાતને મનમાં રાખવી. આજે તમે જે ભગવાનને માનો છો તેને યાદ કરવાનો દિવસ છે. ભક્તિ કરો અને મનને શાંત રાખો.
કુંભ – Page of Swords
આજે તમને તમારી જવાબદારીઓથી થોડી રાહત મેળવવાનો દિવસ છે. આજે તમારી સમસ્યાઓ અને તમારા વિચારોને બહાર કાઢવાનો દિવસ છે. જો તમને કોઈ બાબતની ચિંતા હોય તો તેને કોઈની સાથે શેર કરો. તેનાથી મન હળવું થશે અને ચિંતાનું સમાધાન મળશે. ભવિષ્યની ચિંતા કરશો નહીં બધું જ સમય સાથે હલ થશે.
મીન – Two of Coins
આજનો દિવસ તમને દરેક સ્થિતિમાં પોતાની જાતને ઢાળવાનું કહે છે. પરિસ્થિતિઓ શરુઆતમાં વિપરિત હશે પરંતુ દિવસના અંત સુધીમાં સ્થિતિ સુધરતી જણાશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ