દબંગ 1થી દબંગ 3 સુધીમાં સોનાક્ષીના દેખાવમાં થયો ગજબનો તફાવત, જુઓ તસવીરો

બોલીવૂડમાં પ્રવેશ્યા બાદ અત્યાર સુધીમાં જુઓ સોનાક્ષી સિન્હાનાં સૌંદર્યમાં કેટલો બધો તફાવત આવ્યો છે

image source

દબંગ 1થી દબંગ 3 સુધીમાં સોનાક્ષીના સૌંદર્યમાં આવ્યો છે ગજબનો તફાવત – જુઓ તસ્વીરો

સોનાક્ષી સિન્હાએ જ્યારે સલમાન ખાન સાથે દબંગ 3 ફિલ્મથી પ્રવેશ કર્યો ત્યારે તેણી સામાન્ય બોલીવૂડ એક્ટ્રેસ કરતાં થોડું વધારે વજન ધરાવતી હતી. તેમજ તેણીની સ્ટાઈલ પણ તેણીની સહઅભિનેત્રીઓની સરખામણીએ થોડી પાછળ પડતી હતી. સામાન્ય રીતે તો સોનાક્ષી સિન્હા પોતાના લૂક સાથે વધારે પ્રયોગો નથી કરતી પણ જ્યારે કરે છે ત્યારે તેણી ખરેખર આકર્ષક અને કંઈક નવી લાગે છે.

 

View this post on Instagram

 

A post shared by Sonakshi Sinha (@aslisona) on

સોનાક્ષી બોલીવૂડમાં પ્રવેશી તેને દસ વર્ષ થઈ ગયા છે અને પોતાની ફિલ્મી કેરિયરમાં તેણીએ બોલીવૂડના દીગ્ગજ અભિનેતાઓ સાથે અનેક બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે. તેણીએ 2010માં સલમાન ખાનની ઓપોઝિટ ફિલ્મ દબંગમાં કામ કરીને પોતાની કેરિયરની શરૂઆત કરી હતી. અને ધીમે ધીમે તેણી 100 કરોડ ક્લબમાં પણ શામેલ થઈ ગઈ હતી.

તેણીએ પોતાની કેરિયરમાં સતત ઘણી બધી ફિલ્મો કરી છે જેણે બોક્ષ ઓફિસ પર 100 કરોડનો આંકડો પાર કર્યો છે.આ ફિલ્મોમાં રાઉડી રાઠોડ, સન ઓફસરદાર અને હોલીડે જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.

image source

તેણીએ શરૂઆતના વર્ષોમાં ફિલ્મોમાં હીરોના પડછાયા તરીકે જ કામ કર્યું હતું. તેણીને પોતાની એક્ટિંગ સ્કિલ દર્શાવવાનો અવસર નહોતો મળ્યો, પણ તેણીએ 2016માં ફિલ્મ અકીરા કરી અને 2017માં ફિલ્મ નૂર કરી જેમાં તેણીની એક્ટિંગના ખૂબ વખાણ કરવામાં આવ્યા.

2019માં તેણીની કૂલ પાંચ ફિલ્મો બોક્ષઓફિસ પર રજુ થઈ જેમાં, કરણ જોહરની મહાત્વાકાંક્ષી ફિલ્મ કલંક, ખાનદાની શફાખાના, મિશન મંગલ, લાલ કપ્તાન અને દબંગ 3નો સમાવેશ થાય છે. જે ફિલ્મોના પ્રમોશનમાં તેણી ખુબ જ એક્ટિવ રહી હતી.

image source

પણ આજે આપણે તેની ફિલ્મોની નહીં પણ તેણીના દેખાવમાં આવેલા ફેરફારની વાત કરી રહ્યા છે. 2010માં જ્યારે તેણીએ ફિલ્મોમાં પદાર્પણ કર્યું ત્યારે તેણી વિંગ્ડ આઇ મેકઅપ વધારે અપનાવતી હતી અને તેને મેકઅપ પણ થોડો ભારે રહેતો હતો. તેના વાળની વાત કરીએ તો તેણી સામાન્ય રીતે પોતાના વાળને છુટ્ટા અને એક તરફ રાખતી હતી અને તેણી પોતાની ફિલ્મોના કારણે સામાન્ય રીતે એથનિક વસ્ત્રોમાં જ જોવા મળતી હતી.

image source

સોનાક્ષીના સૌંદર્યમાં તેણીની કામણગારી આંખો સૌથી મહત્તવનો ભાગ ભજવે છે કારણ કે તેણીની આઁખો ખુબ જ એક્સપ્રેસિવ છે. કેરિયરના શરૂઆતના વર્ષોમાં તેણી પોતાની આંખો પર નકલી આઇ લેશીસ લગાવતી હતી અને કોહ્લ મેકઅપ કરતી હતી. જે તેણીના લૂકમાં એક નાટકિય અંદાજ ઉમેરતી હતી.

તેણી પોતાના મેકઅપ વિષે જણાવે છે કે તેણીને લિપ ગ્લોઝ જરા પણ પસંદ નથી અને તેણી ભાગ્યે જ લાલ લિપસ્ટીક લગાવવાનું પસંદ કરે છે. પણ તેણીને તેની આંખો પર ભારે મેકઅપ પસંદ છે. તેણીને કોરલ અને ઓરેન્જ શેડ્સ ખુબ પસંદ છે.

image source

2013માં સોનાક્ષીએ પોતાના લૂકમાં થોડો ફેરફાર કર્યો. તેણે પોતાની પાતળી આઇબ્રોનો ગ્રોથ વધારીને તેને થોડી ઘેરી બનાવી અને હવે તેણી પોતાના લીપ કલર્સની પસંદગી બાબતે પણ થોડી સાહસુ બની હતી. હવે તેણી પોતાના લીપ્સ માટે ન્યૂડ કલર પસંદ કરતી થઈ હતી. અને બહાર નીકળતી વખતે તે પોતાની આંખ પર હેવી મશ્કારા લગાવાનું જરા પણ નહોતી ચૂકતી.

 

image source

જો કે સોનાક્ષી સિન્હાએ સામાન્ય છોકરીઓની જેમ મેકઅપ બાબતે ઘણી બધી ભૂલો કરી છે અને તેને સ્વિકારવામાં તેણી જરા પણ ખચકાતી નથી. 2019માં લેવામાં આવેલા એક ઇન્ટર્વ્યુમાં તેણીએ જણાવ્યું હતું કે તેણીએ પણ પોતાના લૂક બાબતે કેટલીક ભૂલો કરી છે. કેટલાક એવા લૂક જેની તરફ તે આજે જુએ છે તો તેણીને પોતાના લૂક પર હસવું આવી જાય છે.

image source

કેરિયરના શરૂઆતના વર્ષો બાદ ધીમે ધીમે સોનાક્ષીએ પોતાના વજન ઘટાડા પર પણ ધ્યાન આપવાનું શરૂ કર્યુ હતું અને આજે તેણી સ્લીમ ટ્રીમ બની ગઈ છે. શરૂઆતના વર્ષોમાં સોનાક્ષી લાંબા વાળમાં જોવા મળતી હતી. પણ છેવટે તેણીએ પોતાના લાંબાવાળને તિલાંજલી આપીને શોર્ટ હેર લૂક અપનાવ્યો હતો અને તેમાં તેણી તદ્દન અલગ તેમજ ટ્રેન્ડી અને કૂલ લાગી હતી.

image source

પણ 2016માં તેણીના થોડા લાંબા થયેલા વાળને તેણે એક અલગ જ લૂક આપ્યો હતો જે જરા પણ બોરીંગ નહોતો. તેણીની ફિલ્મ અકિરાના પ્રમોશન દરમિયાન તેણી એક અલગ જ અંદાજમાં જોવા મળી હતી. 2017માં પણ તેણીના દેખાવમાં ધીમા ધીમા ફેરફાર જોવા મળ્યા હતા. તેણીએ પોતાનો ફેવરીટ બ્લેક આઈલાઇનર લૂક અપનાવ્યો હતો અને તેની સાથે તેણી ઢગલાબંધ મસ્કારા પણ યુઝ કરતી હતી અને સાથે કેટ આઈ મેકઅપ તો ખરો જ.

image source

આ વિષે તેણીએ જણાવ્યુ હતું, ‘મને હવે ખબર છે કે મને હવે શું ગમે છે. હું સ્ટેટમેન્ટ આઈલાઇનરની મોટી ફેન છું, મને તે ખૂબ પસંદ છે. મને શાર્પ, થીક કેટઆઈ અથવા તો બોલ્ડ લીપ ખૂબ પસંદ છે. સામાન્ય રીતે હું એક ફિચર પસંદ કરું છું અને ત્યાર બાદ તેના પર જ કેન્દ્રીત રહું છું.’

જો કે 2017માં તેણી પોતાની આ પસંદથી દૂર રહી હતી. તે વર્ષે યોજાયેલા જીક્યુ અવોર્ડમાં તેણીએ બોલ્ડ આઈલાઇનર ફ્લિક પસંદ કરી હતી અને તેની સાથે તેણીએ તેણીને ભૂતકાળમાં જે પસંદ ન હતું તેવી રેડ લીપસ્ટીક કરી હતી. અત્યાર સુધીમાં તેણીના વાળ ફરી લાંબા થઈ ગયા હતા અને હવે તેણે પોતાના લાંબા વાળને વેવી લૂક અને ગોલ્ડન હાઈલાઇટ કરાવ્યા હતા.

image source

2019માં તેણીએ પોતાની સામાન્ય સ્ટાઇલ છોડીને એક અલગ જ સ્ટાઇલ અપનાવી હતી. આ વર્ષે તેણીની ઘણી બધી ફિલ્મો રિલિઝ થવા જઈ રહી હતી અને તેણી અવારનવાર તેની પ્રમોશ્નલ ઇવેન્ટમાં જોવા મળતી હતી. આ વખતે તેણીએ એક અવોર્ડ ફંક્શનના રેડ કાર્પેટ લૂકમાં ઇલેક્ટ્રીક બ્લુ આઇલાઇનર પર પસંદગી ઉતારી હતી તો પોતાની એક ફિલ્મની પ્રમોશનલ ઈવેન્ટમાં તેણીએ પર્પલ આઈલાઇનર પણ પસંદ કરી હતી.

તમે બધી તસ્વીરોમાં જોઈ શકો છો કે ફિલ્મોમાં પ્રવેશ્યા બાદથી અત્યાર સુધીમાં સોનાક્ષી સિન્હાના લૂકમાં ગજબનો તફાવત આવ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ