યે રિશ્તામાં થશે આ કલાકારની એન્ટ્રી, જાણો શુું છે સિરિયલમાં નવો ટ્વિસ્ટ

જાણીતી ટીવી સિરિયલ “યે રિસ્તા ક્યાં કહેલાતા હે” માં આ ઢાંસું કલાકારની એન્ટ્રી થઈ, જે “ફિર હેરા ફેરી” જેવા હિટ મૂવીમાં અક્ષય કુમાર સાથે ધમાલ મચાવી ચુક્યો છે.

મનોજ જોશી ભારતીય મૂળના ભારતીય ફિલ્મ અને ટેલિવિઝન અભિનેતા છે. સર જે.જે.માંથી સ્નાતક થયા પછી સ્કૂલ ઑફ આર્ટ્સમાં તેમણે મરાઠી થિયેટરમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી, જેમાં ગુજરાતી અને હિન્દી થિયેટરમાં પણ રજૂઆત કરી. 1998 થી તેમણે 60 થી વધુ ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે, તેમની ઘણી ભૂમિકા કોમેડી છે. આ અભિનેતા મનોજ જોશી ટીવી સીરિયલ “યે રિશ્તા ક્યા કહલાતા હૈ” માં એક મોટા ને મજબૂત કલાકાર તરીકેની એન્ટ્રી કરવા જઈ રહ્યા છે.

image source

મોહસીન ખાન અને શિવાંગી જોશી સ્ટાર ટીવી સીરિયલ “યે રિશ્તા ક્યા કહલાતા હૈ” માં ટૂંક જ સમયમાં એક જોરદાર ઢાંસું સ્ટાર કાસ્ટમાં પ્રવેશવાના છે. તેની માહિતી બહાર આવતાની સાથે જ ટીવી અને ફિલ્મોના શોખીન ચાહકો ખુશીથી નાચી ઉઠ્યા છે. અહેવાલ છે કે અભિનેતા મનોજ જોશી આ સુપરહિટ ટીવી શોમાં એક મહત્વપૂર્ણ પાત્રમાં જોવા મળશે. વિશેષ વાત એ છે કે આ અહેવાલોની પુષ્ટિ એક્ટર મનોજ જોશી દ્વારા પોતે જ કરવામાં આવી છે અને એ પણ કહ્યું છે કે તે કઈ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.

 

View this post on Instagram

 

How’s Looking???? #manojjoshi

A post shared by Manoj Joshi (@actormanojjoshi) on

તાજેતરમાં જ બોલિવૂડ સ્ટાર અને જાણીતા એવા અભિનેતા મનોજ જોશીએ ટાઇમ્સ ઓફ ઈન્ડિયાને આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ‘હું આ ટીવી સિરિયલમાં શક્તિમાન ઝાવેરી નામના વકીલની ભૂમિકામાં જોવા મળીશ. મારું પાત્ર ખૂબ જ મજબૂત અને પ્રભાવી બનવા જઈ રહ્યું છે. મારા પ્રવેશ સાથે જ, ગોએન્કા પરિવારમાં એક મોટો અણધાર્યો વળાંક આવશે. મને ખાતરી છે કે દર વખતની જેમ આ વખતે પણ પ્રેક્ષકો મને આ નવા પાત્રમાં પસંદ કરશે અને મને તેમનો પ્રેમ પણ આપશે.

image source

એટલું જ નહીં, અભિનેતા મનોજ જોશીએ નિર્માતા અને પ્રોડ્યુસર રાજન શાહી (યે રિશ્તા ક્યા કહલાતા હૈ) નો આભાર પણ માન્યો છે. તેમણે કહ્યું છે કે, ‘મને આ તક આપવા બદલ હું રાજન જીનો ખૂબ આભાર માનું છું. આ ખૂબ જ પડકારજનક છે. હું ખૂબ જ ખુશ છું કે હું આ ટીવી સિરિયલનો એક અહમ ભાગ બનવા જઈ રહ્યો છું. જે ટીવીના ઇતિહાસમાં સૌથી લાંબી ચાલવાની છે અને લાખો દર્શકો તેને પસંદ કરે છે.

image source

તો અભિનેતા મનોજ જોશીની વાત પરથી એ સ્પષ્ટ થાય છે કે તેની ધમાકેદાર એન્ટ્રી ગોએન્કા પરિવારમાં નવો વળાંક લઈ આવશે. આ સાથે આ ટીવી સિરિયલમાં અભિનેતા મનોજ જોશીની એન્ટ્રી તેની લોકપ્રિયતામાં પણ અનેકગણો વધારો કરવા જઈ રહી છે. મનોજ જોશી અક્ષર કુમાર સાથે હેરા-ફેરી, ભુલ ભુલૈયા અને ભાગમભાગ જેવી ઘણી ફિલ્મોમાં દર્શકોને હસાવી હસાવીને લોટપોટ કરી ચુક્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ