માછલી પકડવા માટે આ શહેરમાં યોજાય છે ખાસ ફિશિંગ ટુર્નામેન્ટ, વાંચો શું છે રસપ્રદ માહિતી

સંયુક્ત અરબ અમીરાતની રાજધાની એટલે અબુધાબી શહેર એક આધુનિક શહેર બનતું જાય છે. અહીં રહેતા સ્થાનિક લોકો પૈસાદાર અને અવનવા શોખ રાખવાની આદત ધરાવતા હોવાથી અવાર નવાર અબુધાબી સમાચારોમાં ચમકતું રહે છે. ત્યારે તાજેતરમાં જ અબુધાબી ખાતે ગ્રાન્ડ ફિશિંગ ટુર્નામેન્ટ યોજાઈ હતી જેમાં માછીમારો વચ્ચે સૌથી વજનદાર અને કિંમતી માછલી પકડવાની હરીફાઈ યોજવામાં આવે છે.

image source

અને આ દરમીયાન પકડવામાં આવેલી માછલીઓની હરરાજી કરવામાં આવે છે. નવાઈની વાત એ છે કે આ વૈભવી જીવન જીવતા અને ખુબ પૈસાદાર એવા અહીંના સ્થાનિક લોકો સ્પર્ધા દરમિયાન પકડાયેલી માછલીઓની એટલી ઊંચી કિંમત લગાવે છે કે આપણને આશ્ચર્ય થયા વિના ન રહે.

image source

ઉલ્લેખનીય છે કે આ હરીફાઈ અબુધાબી ઇન્ટરનેશનલ મરીન સ્પોર્ટ્સ ક્લબના નિર્દેશક ડોક્ટર સુલતાન બિન ખલિફાના માર્ગદર્શન હેઠળ આયોજિત કરવામાં આવે છે. આ વખતની ગ્રાન્ડ ફિશિંગ ટુર્નામેન્ટમાં પકડવામાં આવેલી તમામ માછલીઓની હરરાજી કરવામાં આવતા આ માછલીઓ એક કરોડ જેવી તોતિંગ રકમમાં વેંચાઈ હતી જે ટુર્નામેન્ટ માટે એક રેકોર્ડ પણ બન્યો હતો.

ગ્રાન્ડ ફિશિંગ ટુર્નામેન્ટમાં હોય છે બે કેટેગરી

image source

અબુધાબી ખાતે આયોજિત ઉપરોક્ત માછલી પકડવાની સ્પર્ધામાં બે કેટેગરી હોય છે. 1). કિંગફીશ ફિશિંગ કેટેગરી અને 2). કોબીયા ફિશિંગ કેટેગરી. આ વેલાની સ્પર્ધામાં કિંગફીશ ફિશિંગ કેટેગરીમાં 30.85 કિલોગ્રામ વજનની માછલી પકડનાર હમદાન અબ્દુલ્લાહ અલ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. આ માછલીની કિંમત હરરાજી દરમીયાન લગભગ 39 લાખ રૂપિયા ઉપજી હતી. જયારે સ્પર્ધામાં બીજો ક્રમ 29.33 કિલોગ્રામ વજનની માછલી પકડનાર રાશીદ અલ કુબૈશીનો તથા ત્રીજો ક્રમ 29.11 કિલોગ્રામ વજનની માછલી પકડનાર તારીક અલ મનસૌરીનો રહ્યો હતો.

image source

એ સિવાય સ્પર્ધાની બીજી કેટેગરી એટલે કે કોબીયા ફિશિંગ કેટેગરીમાં પ્રથમ સ્થાન પર મુહમ્મદ અબ્દુલ્લાહ અલ મરજુકી (29.40 કિલોગ્રામની માછલી), બીજું સ્થાન અહમદ હિલાલ અલ ઘહેરી (25.૧૭ કિલોગ્રામની માછલી), અને ત્રીજું સ્થાન બદર સદ્દીક અલ ખ્વાજા (24.36 કિલોગ્રામની માછલી) ને મળ્યું હતું.

અંદાજિત એક કરોડ રૂપિયામાં વેંચાઈ માછલીઓ

image source

ગ્રાન્ડ ફિશિંગ ટુર્નામેન્ટ દરમિયાન પકડવામાં આવેલી માછલીઓની હરરાજી કરવામાં આવી હતી અને હરરાજી દરમિયાન મળેલ રકમનો આંક લગભગ એક કરોડ સુધી પહોંચ્યો હતો. નવાઈની વાત એ એ છે હરરાજીની તમામ રકમ સંયુક્ત અરબ અમીરાતની રેડ ક્રિસેંટને દાન કરી દેવામાં આવી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ