આ ગ્રહમાં હોય છે 42 વર્ષની રાત અને 42 વર્ષનો દિવસ, જેમાં પવનની ઝડપ જાણીને આંખો થઇ જશે પહોળી

આપણા બ્રહ્માંડમાં હજારો અને લાખો ગ્રહો આવેલા છે પણ હજુ સુધી આપણે પૃથ્વી સહીત કુલ 8 ગ્રહો વિષે જ માહિતી મેળવી શક્ય છીએ. એટલું જ નહિ આ 8 ગ્રહો પૈકી પણ કેટલાક એવા ગ્રહો છે જેના વિષે આપણી માહિતી માત્ર દરિયામાંના એક ટીપા બરાબર છે. આ જ કારણ છે કે વૈજ્ઞાનિકોને કોઈ ગ્રહ વિષે સટીક માહિતી આપતા પહેલા હજારો વાર સંશોધન કરવા પડે છે.

image source

આજે અમે અહીં આપને બ્રહ્માંડના એક ગ્રહ ” અરુણ ” વિષે થોડી રોચક માહિતી આપી રહ્યા છીએ જે લગભગ હજુ સુધી આપે નહિ જાણી હોય. આ અરુણ ગ્રહને ” યુરેનસ ” નામથી પણ ઓળખવામાં આવે છે અને તેને ગેસ નો રાક્ષસ પણ કહેવાય છે કારણ કે આ ગ્રહ પાર ધૂળ માટી નહિ પણ ગેસ જ ગેસ છે. યુરેનસ પહેલો એવો ગ્રહ છે જે ટેલિસ્કોપ વડે શોધવામાં આવ્યો હતો. સૂર્યમંડળમાં સૂરજથી સૌથી વધુ દૂર ગ્રહોની લિસ્ટમાં યુરેન્સનો નંબર સાતમો છે તે સુરજથી લગભગ ત્રણ અબજ કિલોમીટરનું અંતર ધરાવે છે.

image source

યુરેનસ વિષે રોચક બાબત એ પણ છે કે અહીં આ ગ્રહ પોતાની ધરી પર એક ચક્કર પૂરું કરવા માટે 17 કલાકનો સમય લે છે અને અહીંનું એક વર્ષ પૃથ્વીના 84 વર્ષ બરાબર થાય છે. તેનું કારણ એ છે કે આ ગ્રહના બન્ને ધ્રુવ વારાફરતી 42 વર્ષ સુધી સૂરજની સામે રહે છે. આ હિસાબે યુરેનસ ગ્રહ પર સતત 42 વર્ષ દિવસ અને 42 વર્ષ સુધી રાત્રી રહે છે.

image source

આ સ્થાનને કારણે યુરેનસ ઠંડા ગ્રહો પૈકી પણ એક ગ્રહ ગણાય છે. અહીંનું તાપમાન માઇનસ 197 ડિગ્રી હોય છે. જો કે વૈજ્ઞાનિકોના સંશોધનો દરમિયાન અહીંનું સૌથી નીચું તાપમાન માઇનસ 224 નોંધવામાં આવ્યું છે. પોતાના કક્ષમાં 98 ડિગ્રી સુધી નમેલા આ યુરેનસ ગ્રહનું તાપમાન પણ અસામાન્ય છે. ઝડપી પવનો અહીંના વાતાવરણનો એક ભાગ છે. અહીં પવનની ઝડપ લગભગ 900 કિલોમીટર પ્રતિકલાક જેટલી પહોંચી જાય છે.

image source

એ ઉપરાંત યુરેનસ ગ્રહના વાતાવરણમાં વાદળોના અનેક થર આવેલા છે જેમાં સૌથી ઉપર મિથેન ગેસનો થર છે. વળી ગ્રહના કેન્દ્રમાં બરફ અને પથ્થરો આવેલા છે. સૂરજથી અંતર હોવાને કારણે અહીં સૂર્યપ્રકાશની કિરણ પહોંચતા લગભગ બે કલાક ચાલીસ મિનિટ જેટલો સમય લાગે છે જે પૃથ્વીની સરખામણીમાં 20 ગણું વધારે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ