એ કયુ જીવ છે જે એક શ્વાસમાં એટલી હવા લે છે કે જેનાથી 2000 ફુગ્ગા ફુલાઈ શકે, ખબર છે તમને?

દુનિયાભરની એવી કેટલીય માહિતી છે જેના વિષે બધા લોકો નથી જાણતા. અમુક માહિતી તો એવી છે જેને જાણીને આપણે નવાઈ પામ્યા વિના ન રહી શકીએ. આવી જ રોચક માહિતીઓ આપના સુધી પહોંચાડવા અમે ” માનો યા ન માનો ” શીર્ષકથી એક વિશેષ શ્રેણી સમયાંતરે પ્રકાશિત કરી રહ્યા છીએ. જેનો છઠ્ઠો ભાગ અત્રે પ્રસ્તુત છે. આશા રાખીએ છીએ કે આ શ્રેણી અમારા માનવંત અને જિજ્ઞાસુ વાચકો માટે માહિતીપ્રદ રહેશે.

એક જીવ આવો પણ

image source

માણસ વિશે આપણે જાણીએ છીએ કે માણસ ઊંઘયા વિના વધુમાં વધુ 11 દિવસ જ રહી શકે. તેનું એક કારણ માણસનું ક્રિયાશીલ શરીર પણ છે. માણસ કામ કરે એટલે તેના શરીરને આરામ પણ જરૂરી છે. પરંતુ એક જીવ એવું પણ છે કે જેને ક્યારેય ઊંઘવાની જરૂર નથી પડતી અને આ જીવ એટલે કીડી.

ટાઇટેનિક ફિલ્મ અને હકીકત

image source

તમને આ જાણીને આશ્ચર્ય થયા વિના નહીં રહે કે જ્યારે ઐતિહાસિક ટાઇટેનિક સમુદ્રી જહાજ બનાવવામાં આવ્યું ત્યારે તેનો કુલ ખર્ચ એ સમયે 35 કરોડ 70 લાખ જેવો થયો હતો જ્યારે ટાઇટેનિક દુર્ઘટના બાદ તેના પર બનાવાયેલી ટાઇટેનિક ફિલ્મ બનાવવા પાછળ અંદાજે 1000 કરોડ ખર્ચ થયો હતો.

પૃથ્વી પરના બધા માણસોનું વજન

image source

પૃથ્વી પર વસવાટ કરતા તમામ લોકોનું કુલ વજન અને દુનિયાભરની બધી કીડીઓનું કુલ વજન બન્ને એકસમાન છે.

ઓક્ટોપસને ત્રણ હદય

image source

આપણે એ તો જાણીએ છીએ કે સમુદ્રી કરચલાનું હદય તેના શરીરમાં નહીં પણ તેના માથામાં આવેલું હોય છે. આવુ જ એક બીજું સમુદ્રી જીવ ઓક્ટોપસ છે જેના શરીરમાં એક નહીં પણ ત્રણ હદય આવેલા હોય છે.

આપણને કયું મચ્છર કરડે ?

image source

મચ્છર કરડે એટલે આપણે બીમાર પડીએ છીએ. પણ શું તમે જાણો છો આપણી આસપાસના બધા મચ્છરો આપણને નથી કરડતા. ફક્ત માદા મચ્છર જ કરડે છે જ્યારે નર મચ્છર ફક્ત ગણગણાટ જ કરે છે.

બ્લુ વ્હેલનો શ્વાસ

image source

વિશાળકાય બ્લુ વ્હેલ વિશે એક આશ્ચર્યજનક વાત એ છે કે બ્લુ વ્હેલ પોતાના એક શ્વાસ અંદર લેવા અને છોડવા માટે એટલી હવાનો ઉપયોગ કરે છે કે જો એ હવાથી ફુગ્ગા ફુલાવવામાં આવે તો 2000 ફુગ્ગા ફુલાઈ જાય.

માછલીની યાદશક્તિ

image source

આપણી યાદશક્તિ એટલી હોય છે કે વર્ષો સુધી યાદ રાખી શકીએ છીએ. લગભગ દરેક માણસના સ્મરણમાં પોતાના બાળપણ સહિતની યાદો હોય છે પણ તમને જાણીને નવાઈ લાગશે કે માછલીની યાદશક્તિ ફક્ત થોડી સેકન્ડ પૂરતી જ હોય છે.

બ્રશ કરવાથી દાંત સાફ થાય ?

image source

આપણે રોજ સવારે દાંતોમાં બ્રશ કરી એવું માનીએ છીએ કે આપણે આપણા દાંત સાફ કરી લીધા પરંતુ તમને એ જાણીને નવાઈ લાગશે કે બ્રશ વડે દાંત સાફ કરવાથી દાંત સાવ સાફ નથી થતા માત્ર 40 ટકા જ સાફ થાય છે.

ઊંઘ્યાં વિના કેટલો સમય પસાર થાય ?

image source

માણસ દિવસભર કામ કરીને થાકે એટલે રાત્રે નિરાંતની ઊંઘ તો જોઈએ જ. પણ ઊંઘવા પહેલા ભરપેટ ભોજન પણ જોઈએ તો જ સારી ઊંઘ આવે. હવે સવાલ એ થાય કે માણસ માટે વધુ શું જરૂરી છે ઊંઘવું કે ખાવું ? તો જવાબ છે કે માણસ ખાધા વિના અમુક સપ્તાહ ચલાવી શકે પરંતુ ઊંઘ્યાં વિના વધુમાં વધુ 11 દિવસ જ રહી શકે.

નખ વધવાની ઝડપ

image source

આપણે એ તો જાણીએ છીએ કે માણસના પગના નખ કરતા આંગળીઓના નખ ચાર ગણી વધુ ઝડપથી વધે છે પરંતુ આંગળીઓના નખ પણ એકસરખા નહિ પણ વત્તા-ઓછા પ્રમાણમાં વધે છે. દા.ત. તમે જે હાથેથી લખો છો તે હાથની આંગળીઓના નખ બીજા હાથની આંગળીઓના નખ કરતા વધુ ઝડપથી વધે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ