જોઇ લો દિપવીરની લેટેસ્ટ તસવીરો, નહિં હટે તમારી નજર તેના પરથી

દીપિકાની હીઝ એન્ડ હર વેકેશન ડાયરી જોઈ તમને પણ તમારા સાથી સાથે ક્યાંક ફરવા ઉડી જવાનું મન થઈ જશે

image source

ફિલ્મ છપાકની રિલિઝ બાદ દીપિકા પદુકોણે પતિ રણવીર સિંઘ સાથે એક અજાણી જગ્યાએ પ્રવાસે ઉપડી ગઈ છે. થોડા સમય પહેલાં તેણીએ પોતાના પ્રવાસની જાહેરાત કરતાં સોશિયલ મિડિયા પર રણવીર અને પોતાના પાસપોર્ટની એક તસ્વીર પણ સોશિયલ મિડિયા પર શેર કરી હતી.

image source

અને આ ફોટો શેર કરતાં જ દીપિકાના ફેન્સ તેણી ક્યાં ફરવા જઈ રહી છે તેના વિષે તુક્કા લગાવામાં લાગી પડ્યા હતા. અને છેવટે ફેન્સ એ તારણ પર પહોંચ્યા હતા કે તેણી રણવીર સાથે કોલંબો ફરવા ગઈ છે. અને હવે વળી પાછી દીપિકાએ બીજી એક તસ્વીર પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર શેર કરી છે જેને તેણે #his&hers vacationથી ટેગ કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Deepika Padukone (@deepikapadukone) on

આ તસ્વીરમાં તેણીએ તેમના બન્નેના સ્લિપર્સની તસ્વીર શેર કરી છે. આ સ્લિપર્સ સમુદ્રના બીચ પરની રેતી પર પડ્યા છે. અને તે રીતે તેણીએ હીન્ટ આપી છે કે તેઓ કોઈ બીચ પર વેકેશન એન્જોય કરી રહ્યા છે. તેણીએ આ તસ્વીર શેર કરતા લખ્યું છે, ‘માર્ગ દર્શાવવા માટે હું હંમેશા તારા પર જ આધારીત રહીશ’.

 

View this post on Instagram

 

A post shared by Deepika Padukone (@deepikapadukone) on

ગયા અઠવાડિયે દીપિકા પાદુકોણેને સંજય લીલા ભણસાળીની ઓફીસ બહાર જોવામાં આવી હતી, જેના પરથી એવો અંદાજો લગાવી શકાય કે તેણી ફરી એકવાર સંજય લીલા ભણસાળી સાથે કામ કરી રહી છે. છપાક ફિલ્મને વિરોધ વચ્ચે જોઈએ તેવો પ્રતિસાદ મળી શક્યો નથી. હવે દીપિકા પોતાના પતિ સાથે ફરી એકવાર સ્ક્રીન પર ફિલ્મ 83માં જોવા મળશે.

image source

આ ઉપરાંત દીપિકાએ થોડા દિવસ પહેલાં જ પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ દ્વારા પોતાના આવનારા પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. જે તે પોતાના પૂર્વ બોયફ્રેન્ડ રનબીરના પિતા ઋષિ કપૂર સાથે કરી રહી છે. આ ફિલ્મ હોલીવૂડની ‘ધ ઇન્ટર્ન’ ફિલ્મની રીમેક છે. જેને તે પોતે જ પ્રોડ્યુસ કરી રહી છે.

image source

હોલીવૂડની આ હીટ અને હળવી ફિલ્મ આજે પણ લોકોને વારંવાર જોવી ગમે તેવી છે. હવે દીપિકા અને ઋષિ કપૂર એન હેથવે અને રોબર્ટ ડી નીરો જેવો જાદૂ દર્શાવી શકે છે કે નહીં તે જોવાનું રહ્યું !

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ