105 વર્ષીય બુઝુર્ગ મહિલાએ આપી ચોથા ધોરણની પરિક્ષા, વાંચો આ સકસેસ સ્ટોરી

105 વર્ષની ઉંમરે, એક મહિલાએ ચોથા વર્ગની પરીક્ષા આપી, 74.5% માર્ક્સ આવ્યા.

image source

એવું કહેવામાં આવે છે કે વાંચવા-લખવાની કોઈ ઉંમર હોતી નથી. આ વાતને સાબિત કરી બતાવી છે, કેરળની 105 વર્ષીય બુઝુર્ગ મહિલાએ.

એવું કહેવામાં આવે છે કે વાંચવા-લખવાની કોઈ ઉંમર હોતી નથી. આ વાત સાબિત કરી બતાવી છે, કેરળની 105 વર્ષીય બુઝુર્ગ મહિલા. આ ઉંમરે, તેમણે ચોથા ધોરણના પેપર આપ્યા અને પરીક્ષામાં 74% થી વધુ ગુણ પણ મેળવ્યા છે. આ મહિલાનું નામ ભગીરથી અમ્મા છે.

image source

ભગીરથી અમ્મા ગયા વર્ષે નવેમ્બરમાં રાજ્ય સાક્ષરતા અભિયાન દ્વારા કોલ્લમમાં લેવામાં આવેલી પરીક્ષામાં જોડાયા હતા. તાજેતરમાં જ આ પરીક્ષાનું પરિણામ જાહેર કરાયું છે, જેમાં અમ્માએ કુલ 275 ગુણમાંથી 205 ગુણ મેળવ્યા છે.

આ સાક્ષરતા અભિયાન દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ચોથા ધોરણની પરીક્ષામાં કુલ 11593 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાંથી 10012 સફળ રહ્યા હતા. આ પરીક્ષામાં 9456 મહિલાઓ છે.

image source

એ પણ જણાવી દઈએ કે, અમ્માને છ બાળકો છે. તેમની વચ્ચે કુલ 16 પૌત્રો-પૌત્રી છે.

આ વિશે એએનઆઈ સાથે વાત કરતા, રાજ્ય સાક્ષરતા મિશનના જિલ્લા સંયોજક સી.કે. પ્રદીપ કુમારે કહ્યું કે અમ્માએ તેની પરીક્ષા 74. 5 ટકા માર્કસ સાથે પાસ કરી છે. તે દરેક માટે પ્રેરણારૂપ બન્યા છે કે તેઓએ આ ઉંમરે પણ તેણે આ જુસ્સો બતાવ્યો અને અભ્યાસ શરૂ કર્યો.

image source

અમ્માના આ પગલાથી વધુ લોકો આગળ આવશે. તમને એ પણ જણાવી દઈએ કે, અમ્મા નાનપણથી જ ભણવા માંગતી હતી.

image source

પરંતુ તેની ઇચ્છા અધૂરી રહી ગઈ હતી. પારિવારિક સંજોગોને લીધે, તેમણે 9 વર્ષની નાની વયે જ શિક્ષણમાંથી વિદાય લીધી. તે સમયે તેઓ ત્રીજા વર્ગમાં અભ્યાસ કરતાં હતા. ત્યારથી તેઓ લગ્ન અને બાળકોની જવાબદારીઓમાં ફસાઈ ગયા હતા.

image source

પરંતુ તેમણે વયના આ તબક્કે, તેમણે ફરીથી અભ્યાસ પર પાછા ફરવાનું નક્કી કર્યું. અને આજે પરિણામ એ છે કે તેઓ આજે અભ્યાસ કરી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ