સલમાને સેલ્ફી લેતા ફેનના હાથમાંથી ફોન ઝૂંટવી લીધોઃ જુઓ ગુસ્સે ભરાયેલા સલમાનની આ વિડિયો
સામાન્ય રીતે સલમાન ખાન પોતાના ફેન્સ સાથે હંમેશા પ્રસન્ન વર્તન જ કરતો હોય છે પણ ક્યારેક ભાઈજાનનું દીમાગ પણ કાબૂ ગુમાવી બેસે છે અને થઈ જાય છે જાહેરમાં કોઈ એવી હરકત કે તેના ગુસ્સાની હડફેટે કોઈ પણ આવી શકે.
તાજેતરમાં સલમાન ખાન પોતાની ફિલ્મ રાધેનાઃ યોર મોસ્ટ વોન્ટેડ ભાઈના શુટિંગ માટે ગોવા જઈ રહ્યો હતો ત્યારે તેણે એરપોર્ટની બહાર નીકળતી વખતે ગુસ્સાથી લાલચોળ થઈ ગયેલો જોવામાં આવ્યો હતો.
વાસ્તવમાં તે જ્યારે ગોઆના એરપોર્ટમાંથી બહાર નીકળી રહ્યો હતો તે વખતે તેનો એક ફેન સલમાન સાથે પોતાના ફોનમાં સેલ્ફી લેવા પ્રયાસ કરી રહ્યો હતો. જો કે તે સલમાનથી થોડો દૂર રહીને જ સેલ્ફી પાડી રહ્યો હતો.
અને તે જ વખતે સલમાને તે ફેનના હાથમાંથી તેનો ફોન આંચકી લીધો અને એરપોર્ટમાંથી બહાર નીકળી પોતાની કાર તરફ ચાલવા લાગ્યો હતો અને તે વ્યક્તિ જેનો ફોન સલમાને લીધો હતો તે તેની પાછળ તેનો ફોન પાછો મેળવવા માટે તેને અરજ કરી રહ્યો હતો.
સલમાને ઘણીવાર જણાવ્યું છે કે તે હંમેશા તેવા ફેન્સને આવકારે છે જે તેની સાથે ફોટોઝ કે સેલ્ફી લેવા માટે પહેલાં તેને પરવાનગી માગે છે. આ વિડિયો ઓનલાઈન ખૂબ જ વાયરલ થઈ રહી છે, જો કે નેટીઝન્સમાં કેટલાકે સલમાનનો પક્ષ લીધો છે તો કેટલાકે સલમાનને પોતાના ગુસ્સા પર કાબુ રાખવાની સલાહ આપી છે. કેટલાક તેને રૂડ જણાવ્યો છે. તો વળી કેટલાકે તેને સપોર્ટ કર્યો છે કે લોકોએ સેલ્ફી લેતા પહેલાં સ્ટારની પરમીશન લેવી જોઈએ.
આ વિડિયો પર સોશિયલ મિડિયા યુઝર્સે વિવિધ પ્રતિક્રિયા ઓ આપી છે. કેટલાકે તેને એંગ્રી બર્ડ કહ્યો છે તો કેટલાકે પોતાનો ગુસ્સો નિર્દોશ ફેન પર ઉતારવા બદલ તેની ટીકા કરી છે. કોઈકે બીચારા પેલા ફેન માટે દુઃખ વ્યક્ત કર્યું છે.
તો વળી કેટલાકે તેને આવું વર્તન કરવાનો કોઈ જ હક્ક નથી તેવી કમેન્ટ કરી હતી. તો વળી કેટલાકે સલમાનને માણસ ગણાવ્યો છે કે તે પણ એક માણસ છે તેને પણ ગુસ્સો આવી શકે છે. તો વળી કેટલાકે જણાવ્યું કે સ્ટાર્સની તસ્વીરો લેતા પહેલાં પરવાનગી તો લેવી જ જોઈએ.
તમને જણાવી દઈએ કે સલમાન પોતાના કો સ્ટાર રનદીપ હૂડા સાથે ગોવા ખાતે ફિલ્મના શૂટિંગમાં જોડાઈ ગયો છે. તેની સાથે આ ફિલ્મમાં દીશા પાટની પણ જોવા મળશે. રાધે ફિલ્મ 2020ની ઇદ પર રિલિઝ થવા જઈ રહી છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ