રાજ્ય સરકારે અકસ્માતનો ભોગ બનતા લોકો માટે લીધો આ મહત્ત્વનો નિર્ણય, જાણો કેટલા રુપિયાની મળશે સહાય

રાજ્ય સરકારનો જાહેર જનતાને સહાય આપતો નિર્ણય

રાજ્ય સરકારે અકસ્માતનો ભોગ બનતા લોકો માટે લીધો છે મહત્ત્વનો નિર્ણય. ઘણીવાર એવું બનતું હોય છે કે અકસ્માતનો ભોગ બનનાર વ્યક્તિની રૂપિયાના અભાવે યોગ્ય સારવાર નથી થઈ શકતી અને તેના કારણે તેણે જીવ ગુમાવવો પડે છે અને પરિવાર પર દુઃખ આવી પડે છે. પણ રાજ્ય સરકારે તાજેતરમાં એક મહત્ત્વનો નિર્ણય લીધો છે જેનાથી અકસ્માતમાં ઘવાયેલ વ્યક્તિની સારવાર રૂપિયાના કારણે બીલકુલ નહીં અટકે કારણ કે સરકારે ઘવાયેલ વ્યક્તિની સારવાર માટે મોટી રકમની જાહેરાત કરી છે.

image source

અકસ્માતમાં ઘવાયેલાઓને રાજ્ય સરકાર આપશે વિનામૂલ્યે રૂપિયા 50,000ની સારવાર. હા, તમે સાચું જ વાંચી રહ્યા છો. હવે રાજ્ય સરકાર જ પોતાના ફંડમાંથી અકસ્માતનો ભોગ બનેલ વ્યક્તિને રૂપિયા 50,000 સુધીની સારવાર મફતમાં કરી આપશે. આ રાહત ગુજરાતના કોઈ પણ ખૂણામાં થતાં અકસ્માતનો ભોગ બનનાર વ્યક્તિને લાગુ પડે છે.

સરકારી કે ખાનગી કોઈ પણ હોસ્પિટલમાં મળી શકશે સારવાર

એવું નથી કે આ સરકારી રાહત માત્ર સરકારી હોસ્પિટલો માટે જ ઉપલબ્ધ રહેશે પણ આ રાહત અકસ્માતનો ભોગ બનનાર વ્યક્તિને ખાનગી હોસ્પિટલમાં પણ મળશે. અકસ્માત કોઈ પણ સ્થળે થઈ શકે છે અને તે સ્થળની નજીક સરકારી હોસ્પિટલ ન પણ હોઈ શકે અને માટે પીડીત વ્યક્તિને ખાનગી હોસ્પિટલમાં પણ દાખલ કરવી પડે. તો આવા સંજોગોમાં રૂપિયાની ચિંતા નહીં કરીને તે ત્યાં પણ સારવાર લઈ શકે છે.

બધા જ વર્ગોનો સમાવેશ

આ સારવાર માટે તમારે કોઈ પણ નિયમોનું પાલન કરવાની જરૂર નથી. તમે કોઈ પણ વર્ગના હશો તમને આ સહાયતા ચોક્કસ મળવાની જ છે. અહીં તમારી પાસે કોઈ પણ જાતનો આવક મર્યાદાનો દાખલો માગવામાં નહીં આવે તમે ગરીબ હશો કે અમીર તમને આ સહાયતા મળશે જ. માટે તમારે કોઈ પણ જાતના પુરાવાઓ રજૂ કરવા માટેની પ્રક્રિયાની તકલીફ પણ નહીં ભોગવવી પડે.

માત્ર ફોર્મ ભરીને તમે આ સરકારી રાહત મેળવી શકશો

આ ફોર્મ એક પ્રકારનું સંમતિ પત્ર હશે જે અકસ્માતનો ભોગ બનનાર કે તેના સગા દ્વારા ભરવાનું રહેશે. જેમાં તમે સરકારી સહાય લેવા માગો છો તેની સંમત્તિ માંગવામાં આવી છે. આ ફોર્મમાં કોઈ પણ જાતની ઝંઝટ નથી તેમાં માત્ર તમારે તમારું નામ અને સરનામનું જ લખવાનું રહેશે અને અંતે તારીખ, સ્થળ અને સહી કરવાની રહેશે.

બીજું એક ફોર્મ રહેશે ક્લેઈમ ફોર્મ એટલે કે સારવારની રકમના દાવાનું ફોર્મ. જેમાં તમારે થોડી ઘણી વિગતો પુરવાની રહેશે જેમ કે ઇજાગ્રસ્તનું નામ, હોસ્પિટલનું નામ, દાખલ થયા તારીખ, રજા મેળવ્યા તારીખ, જે કોઈ સાવાર કરવામાં આવી હોય તેની વિગત વિગેરે. તેમજ કેટલાક પ્રમાણ પત્ર, જેમ કે સારવારનું વિગતવાર બીલ, ડોક્ટરની નોંધ, નિદાનનો અહેવાલ, રજા આપ્યાની નોંધ, જરૂરી દસ્તાવેજની નકલ, વિગેરેની જરૂર રહેશે. જે તમને ક્લેઈમ ફોર્મમાં જ જણાવામાં આવ્યું છે.

image source

તો હવે કોઈ અકસ્માતનો ભોગ બનો તો સારવારના અભાવે મજબૂર ન બનો અને સરકાર દ્વારા મળતી સહાયતાનો ઉપયોગ કરો અને નિશ્ચિંત થઈને યોગ્ય સારવાર કરાવો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ