વેલેન્ટાઇન સ્પેશિયલમાં વાંચી લો તમે આ ઐતહાસિક પ્રેમ કહાનીઓ વિશે

હિન્દુસ્તાનની જમીન પર કેટલીક શૌર્ય ગાથાઓ નીકળી છે. પણ આ દેશે દુનિયાની સામે પ્રેમની કેટલીક મિસાલો પણ રાખી છે. એક સમય હતો જ્યારે આ કહાનીઓથી પ્રેરણા લઈને લોકો જીવવા મરવાની કસમો ખાતા હતા.

image source

ભારતના ઇતિહાસમાં એવી પ્રેમકથાઓએ જન્મ લીધો છે જેણે સમાજની ચિંતા કર્યા વગર પ્રેમને પસંદ કર્યો છે. દુશ્મની દોસ્તીમાં બદલાઈ ગઈ અને દોસ્ત દુશ્મન બની ગયા. ભારતના ઇતિહાસમાં કેટલીક અસાધારણ પ્રેમકથાઓ મળી છે જે દુનિયાભર માટે આજે પણ મિસાલ છે. આજે એવી જ કેટલીક પ્રસિધ્ધ પ્રેમકથાઓ વિષે જાણીશું.

શાહજહા-મુમતાજ:

image source

ઐતિહાસિક પ્રેમકથાઓની આ યાદીને શાહજહા-મુમતાજનું નામ લીધા વગર કરવું ખોટું હશે. શાહજહા અને મુમતાજના અનોખી પ્રેમકથાની નિશાની આજે પણ તજમહલના રૂપ હાજર છે. શાહજહાને આમ તો ઘણી બેગમો હતી, પરંતુ મુમતાજ પ્રત્યે શાહજહાંને પ્રેમનું ઝૂનુન જ હતું જેણે આ સંગેમરમરના પથ્થરોને પણ જીવંત કરી દીધા. આજે પણ તાજમહલની દર-દિવારોમાં શાહજહાં અને મુમતાજની પ્રેમકથા ગુંજી રહી છે.

પૃથ્વીરાજ-સંયુક્તા:

image source

શૌર્ય અને પરાક્રમ માટે તો પૃથ્વીરાજની કેટલીક કથાઓ પ્રસિધ્ધ છે. ઉપરાંત આ વિરે પ્રેમના મેદાનમાં પણ પોતાની પતાકા લેહરાવી છે. ખરેખર પૃથ્વીરાજને પોતાના શત્રુ કન્નોજના રાજા જયચંદની દીકરી સંયુક્તા સાથે પ્રેમ થઈ ગયો. રાજા જયચંદને જ્યારે આ વિષે ખબર પડી ત્યારે તેઓ ખૂબ ક્રોધિત થયા અને સંયુક્તાના સ્વયંવરનું આયોજન કર્યું. આ સ્વયંવરમાં રાજા જયચંદે કેટલાક રાજકુમારોને બોલાવ્યા પરંતુ રાજા જયચંદે પૃથ્વીરાજને નિમંત્રણ આપ્યું નહિ અને પોતાના દરબારની બહાર પૃથ્વીરાજનું એક પૂતળું બનાવીને દરવાન તરીકે ઊભું કરી દીધું. સંયુકતાને જ્યારે વરમાળા પહેરવાનું કહેવામાં આવ્યું ત્યારે સંયુક્તા વરમાળા લઈને તે સભામાં હાજર બધા રાજકુમારોને છોડીને દ્વાર પર ચાલ્યા ગયા અને પૃથ્વીરાજના પૂતળાને વરમાળા પહેરાવી દીધી. એ પૂતળાની પાછળ પૃથ્વીરાજ પહેલેથી હાજર હતા અને બધાની સામે પૃથ્વીરાજ સંયુક્તાને પોતાની સાથે ભગાવીને લઈ ગયા.

બાજબહાદુર-રૂપમતી:

image source

બાજબહાદુર માળવાના સુલતાન હતા. એક દિવસ શિકાર પર નીકળ્યા હતા ત્યારે તેમની નજર રૂપમતી પર પડી. એમનું જેવું નામ હતું એવું જ રૂપ. એક સુલતાન તે મામૂલી છોકરીને જોઈને પોતાનું દિલ સાંભળી શક્યા નહિ. દુનિયાની ચિંતા કર્યા વગર બાજબહાદુર સુલતાને રૂપમતીને પોતાની બેગમ બનાવી લીધી. ગેરમુસ્લિમ હોવાના કારણે પરિવારે પણ બાજબહાદુરના આ નિર્ણયનો સ્વીકાર કર્યો નહિ. પરંતુ બાજબહાદુર સુલતાને ના ફક્ત પોતાનું વચન નિભાવ્યું ઉપરાંત પ્રેમનો એક સોનેરી અધ્યાય જોડતા રૂપમતી સાથે વિવાહ કર્યા.

બાજીરાવ-મસ્તાની:

image source

બાજીરાવ અને મસ્તાની પર બનેલી બૉલીવુડ ફિલ્મના કારણે કેટલાક લોકોને તેમના પ્રેમની ઊંડાઈને સમજી શક્યા છે. બાજીરાવ એક મરાઠા જાંબાઝ યોધ્ધા હતા અને તેમને બુંદેલખંડના રાજા છત્રસાલની દીકરી મસ્તાની સાથે પ્રેમ થઈ ગયો હતો. બાજીરાવે લગ્ન પછી મસ્તાનીને પોતાની પત્નીનો દરજ્જો આપ્યો પરંતુ મસ્તાનીને ક્યારેય પણ કાનૂની અધિકાર મળી શક્યા નહિ. મસ્તાની બાજીરાવની બીજી પત્ની હતા. મસ્તાની અને બાજીરાવના શ્વાસ એકબીજા સાથે જોડાયેલા હતા. કહેવાય છે કે જ્યારે બાજીરાવની મોત થઈ ત્યારે મસ્તાનીએ પણ આત્મહત્યા કરી લીધી.

બિંબિસાર-આમ્રપાલી:

image source

બિંબિસાર અને આમ્રપાલિની પ્રેમકથા પણ અલગ જ મિસાલ કાયમ કરે છે. બિંબિસાર મગધના રાજા હતા અને એક યુધ્ધની દરમિયાન ઘાયલ થઈ ગયા હતા. આમ્રપાલી વૈશાલી ગણરાજ્યની સૌથી ખૂબસુરત નર્તકી માનવામાં આવતી હતી. આમ્રપાલી રાજા બિંબિસારની સેવા એક સામાન્ય ઘાયલ સૈનિક સમજીને કરી. એવું કહેવાય છે કે રાજા બિંબિસારને ૪૦૦ રાણીઓ હતી પરંતુ રાજા બિંબિસારની પ્રિય રાણી આમ્રપાલી હતી.

સલીમ-અનારકલી:

image source

સલીમ અને અનારકલીની દાસ્તાનમાં પ્રેમ અને દર્દ સમાનાંતર રીતે ચાલતા જાણી શકાય છે. અનારકલીને મેળવવા માટે સલીમએ અકબર સાથે યુધ્ધ સુધી કરી લીધું પરંતુ સલીમ આ યુધ્ધની સાથે અનારકલીને પણ હારી ગયો. અક્બરની શરત હતી કે કાં તો તે આત્મહત્યા કરી લે કે પછી અનારકલી તેમના હવાલે કરી દે. સલીમએ મોતની આગોશમાં જવાનું બેહતર સમજ્યું પરંતુ અનારકલી છેલ્લા સમયમાં સલીમનો જીવ બચાવી લીધો અને પોતાને અકબરને હવાલે કરી દીધી. અકબરે અનારકલીને જીવિત દિવારમાં ચણાવી દીધી પરંતુ ઇતિહાસના પન્નાઓમાં આજે પણ પ્રેમની સ્યાહીથી સલીમ-અનારકલીનું નામ ચમકી રહ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ