જાણો તમે પણ, શનિદેવના આ ધામમાં થાય છે ચમત્કાર, અને દર્શન કરવાથી દૂર થઇ જાય છે બધા કષ્ટ

આ શનિ ધામમાં થાય છે ચમત્કારી, દર્શન કરવા આવે છે લાખો ભક્ત

સૂર્ય પુત્ર શનિ દેવ ન્યાયના દેવતા છે. તેઓ દરેક વ્યક્તિના કર્મ અનુસાર તેની સાથે ન્યાય કરે છે અને તેને ફળ આપે છે. આપણા દેશમાં શનિ દેવના અનેક મંદિર આવેલા છે. તમામ મંદિરોની અલગ અલગ માન્યતા છે. આજે તમને શનિદેવના આવા જ એક અનોખા મંદિર વિશે જાણકારી આપવા જઈ રહ્યા છીએ. આ મંદિર ખાસ એટલા માટે છે કે અહીં વર્ષે એકવાર ચમત્કાર થાય છે. આ ચમત્કાર જોવા લાખોની સંખ્યામાં ભક્તો અહીં આવે છે. આ મંદિર સમુદ્રની સપાટીથી અંદાજે 7000 ફૂટ ઊંચાઈએ આવેલું છે.

image source

પૌરાણિક કથાઓ અનુસાર ન્યાયના દેવતા શનિ દેવને હિંદૂ દેવી યમુનાના ભાઈ માનવામાં આવે છે. દેવભૂમિ ઉત્તરાખંડના ખરસાલીમાં આ શનિદેવ આવેલું છે. અહીં શનિ દેવ 12 મહિના બિરાજમાન રહે છે. ઉલ્લેખનીય છે કે અહીં દર્શન કરવા આવનાર ભક્તના કષ્ટ દૂર થાય છે. એટલા માટે જીવનના કષ્ટથી મુક્તિ માટે મોટી સંખ્યામાં ભક્તો અહીં દર્શન કરવા આવે છે. અહીં દર વર્ષે લાખો ભક્તો શનિ દેવના દર્શન કરે છે.

મંદિરનો ઈતિહાસ

image source

ઈતિહાસકારોનું માનીએ તો આ મંદિરનું નિર્માણ પાંડવોએ કર્યું હતું. અહીં મંદિરમાં પાંચ માળ જોવા મળે છે. પરંતુ બહારથી જોનારને આ પાંચ માળ દેખાતા નથી. બહારથી જાણી ન શકાય કે મંદિર હકીકતમાં પાંચ માળનું છે. કહેવાય છે કે આ મંદિરનું નિર્માણ કરવામાં પથ્થર અને લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

શનિ દેવની મૂર્તિ

image source

આ ખાસ મંદિરમાં સ્થાપિત શનિ દેવની મૂર્તિ પણ ખાસ છે. સ્થાનિકોના જણાવ્યાનુસાર અહીં મંદિરના ગર્ભગૃહમાં શનિ દેવની કાંસ્યની મૂર્તિ બિરાજમાન છે. આ મંદિરમાં એક અખંડ જ્યોત પણ પ્રજ્વલિત છે. માનવામાં આવે છે કે આ અંખડ જ્યોતના દર્શન કરવા માત્રથી પણ જીવનના તમામ દુખ દૂર થઈ જાય છે. આ જ્યોતના દર્શન શનિ દોષમાંથી પણ મુક્તિ અપાવે છે.

મંદિરનો ચમત્કાર

image source

આ મંદિર દેશમાં જ નહીં વિશ્વભરમાં તેના ચમત્કારના કારણે પ્રખ્યાત છે. આ મંદિરમાં વર્ષમાં એક વાર આ ચમત્કાર થાય છે. સ્થાનીય લોકોના જણાવ્યા મુજબ દર વર્ષે કારતત માસની પૂનમના દિવસે મંદિરના શિખર પર સ્થાપિત કરેલા ઘડા કે કળશ જાતે જ બદલી જાય છે. આ દિવસે શનિ મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો આવે છે અને આ ચમત્કારને જોવા તલપાપડ રહે છે.

image source

માન્યતા એવી પણ છે કે જે ભક્ત આ દિવસે મંદિરમાં દર્શન કરવા આવે છે તેને શનિ દેવ ખાલી હાથ જવા દેતા નથી એટલે કે ભક્તો જે ઈચ્છા તે મનમાં લાવ્યા હોય તે ઈચ્છાને શનિ દેવ પૂર્ણ કરે છે. શનિ દોષ, સાડાસાતી, ઢૈયા વગેરેની પીડાથી પરેશાન લોકો પણ અહીં મોટી સંખ્યામાં કારતક માસની પૂનમના દિવસે દર્શન કરવા આવે છે. માન્યતા છે કે અહીં દર્શન કરનારને પાપ કર્મમાંથી મુક્તિ મળે છે અને શનિ પીડા પણ દૂર થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ