આ છે દુનિયાના પાવરફુલ પાસપોર્ટ, જાણો ભારતનો ક્રમ કયો છે…

દુનિયાના મોટાભાગના દેશોમાં ફરવા માટે પાસપોર્ટ ખૂબ જરૂરી હોય છે. હેનલેએ પાસપોર્ટની દુનિયાના સૌથી શક્તિશાળી પાસપોર્ટની લિસ્ટ જાહેર કરી છે. ક્યાં પાસપોર્ટથી કેટલા દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રી કે વિઝા ઓન અરાઈવલ મળે છે, આ આધાર પર રેન્કિંગ આપવામાં આવે છે. જાપાન દેશના પાસપોર્ટધારકો માટે દુનિયાના સૌથી વધારે દેશના દરવાજા ખુલી જાય છે.

image source

જો આપની પાસે જાપાનનો પાસપોર્ટ છે તો દુનિયાના ૧૯૧ દેશોમાં આપને વિઝા ફ્રી એન્ટ્રી કે ઓન અરાઈવલ વિઝા આપી દે છે.

image source

આ લિસ્ટમાં એશિયાનો દબદબો યથાવત છે. સિંગાપુર દેશનો પાસપોર્ટધારકોને ૧૯૦ દેશોમાં ઓન અરાઈવલ વિઝા કે વિઝા ફ્રી એન્ટ્રી મેળવવાની સાથે આ લિસ્ટમાં બીજું સ્થાન ધરાવે છે. જ્યારે દક્ષિણ કોરિયા અને જર્મનીના પાસપોર્ટધારકોને ૧૮૯ દેશોમાં વિઝા ફ્રી કે ઓન અરાઈવલ વિઝા એન્ટ્રી મેળવી શકે છે. આ સાથેજ આ લિસ્ટમાં દક્ષિણ કોરિયા અને જર્મની સાથે જ ત્રીજા નંબરનું સ્થાન આપવામાં આવ્યું છે.

image source

યુરોપિયન દેશોએ મુખ્ય ૧૦ દેશોમાં સારી રીતે પોતાનું સ્થાન બનાવી રાખ્યું છે. ફિનલેન્ડ અને સ્પેન આ લિસ્ટમાં સંયુક્ત રીતે ચોથું સ્થાન ધરાવે છે, જ્યારે લગ્મજબર્ગ અને ડેનમાર્ક સંયુકત રીતે પાંચમું સ્થાન ધરાવે છે. તેમજ સ્વીડન અને ફ્રાંસ આ લિસ્ટમાં છઠ્ઠા સ્થાને રાખવામાં આવ્યા છે.

આયર્લેન્ડ દેશ આ લિસ્ટમાં સાતમું સ્થાન ધરાવે છે. વર્ષ ૨૦૧૯ના રેકોર્ડ મુજબ આયર્લેન્ડના ૯ લાખ જેટલા આયરીશ પાસપોર્ટ જારી કરવામાં આવ્યા છે.

image source

જો કે અમેરિકા અને યુકેની રેન્કિંગ ઘટી છે.આ બંને દેશ સંયુક્ત રીતે આ લિસ્ટમાં આઠમું સ્થાન ધરાવે છે. જ્યારે પાંચ વર્ષ પહેલાં ૨૦૧૫માં આ દેશ પ્રથમ સ્થાન ધરાવતું હતું. બ્રેગ્ઝીટને લીધે બનેલી આશંકાઓ તેનું મુખ્ય કારણ હોઈ શકે છે.

image source

તેમજ વાત કરીએ ભારતની તો ભારતના પાસપોર્ટની રેન્ક પણ બે રેન્ક નીચે ગઈ છે. ૨૦૨૦ માં ભારતના પાસપોર્ટનું રેન્કિંગ ૮૪મુ સ્થાન ધરાવે છે.

image source

છેલ્લા એક દશકમાં સૌથી લાંબી છલાંગ યુએઈએ લગાવી છે. યુએઇએ ૧૮ રેન્કની છલાંગ લગાવીને વર્ષ ૨૦૨૦ની પાસપોર્ટ લિસ્ટમાં ૧૮મુ સ્થાન ધરાવે છે. જ્યારે યુએઇના પાસપોર્ટધારકોને દુનિયાના ૧૭૧ દેશોમાં ફ્રી વિઝા એન્ટ્રી કે ઓન અરાઈવલ વિઝા મળી શકે છે.

image source

જાપાનના પાસપોર્ટધારકોને અફઘાનિસ્તાનના પાસપોર્ટધારકો તુલનાએ ૧૬૫ વધારે દેશોમાં ફ્રી વિઝા એન્ટ્રી કે ઓન અરાઈવલ વિઝા મેળવી શકે છે. અફઘાનિસ્તાનનો પાસપોર્ટ દુનિયાનો સૌથી નબળો પાસપોર્ટ છે.

image source

અફઘાનિસ્તાન દેશના પાસપોર્ટધારકોને ફક્ત ૨૬ દેશોમાં જ વિઝા ફ્રી કે ઓન અરાઈવલ વિઝા મળી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ