આ ટેલિવિઝન સ્ટાર્સ પાસે છે એક એકથી ચતડિયાતી લક્ઝરિયર કાર્સ જુઓ તસ્વીરો
હવે સમય પહેલાં જેવો નથી રહ્યો સોશિયલ મિડિયા આવતાં જ ટેલિવિઝન સ્ટાર્સ એટલે કે નાના પરદાના સિતારાઓ હવે નાના નથી રહ્યા તેઓ સિરિયલો તેમજ રિયાલિટિ શોઝમાં કામ કરીને અઢળક રૂપિયો કમાય છે અને બોલીવૂડ સ્ટાર્સની જેમ લક્ઝરિયસ જીવન જીવે છે.
આજે અમે તમને કેટલાક એવા ટેલિવિઝન સ્ટાર્સ વિષે જણાવીશું જેમની પાસે મોંઘેરી લક્ઝરિયસ કાર્સ છે.
દિવ્યાંકા ત્રિપાઠી
દિવ્યાંકા ત્રિપાઠી ઘણા લાંબા સમયથી નાના પરદા પર ભૂમિકાઓ ભજવતી આવી છે પણ સિરિયલ યે હૈ મુહોબ્બતેએ તેને એક અલગ જ ઉંચાઈ પર લાવીને મૂકી દીધી છે અને ત્યાર બાદ તેણી એક જાણીતી ટેલિવિઝન સ્ટાર બની ગઈ છે. તેણે 2018માં પતિ વિવેક સાથે મળીને મર્સેડીઝ કાર ખરીદી હતી.
રામ કપૂર
રામ કપૂર 90ના દાયકાથી ટેલિવિઝન ક્ષેત્રે કાર્યરત છે. તે ટેલિવિઝનો હાઇએસ્ટ પેઇડ એક્ટર્સમાંનો એક છે. તેણી પાસે એક પોર્શે છે જેની કીંમત એક કરોડ કરતાં પણ વધારે છે.
દીપિકા કક્કડ
દીપિકા કક્કડ જેણી સસુરાલ સિમરકામાં સિમરનું પાત્ર નિભાવી લોકપ્રિય બની હતી તેણી હાલ સ્ટાર પ્લસની કહાં હમ કહાં તુમમાં મુખ્ય ભુમિકા ભજવી રહી છે.
તેણીએ થોડા મહિનાઓ પહેલાં જ BMW X4 લક્ઝરિયસ કાર પોતાના પતિ અભિનેતા શોએબ સાથે લગ્નની પ્રથમ વર્ષગાંઠ નિમિતે ખરીદી હતી.
પણ ત્યાર બાદ તેણીએ પોતાના માટે પણ એક બીજીબ્લૂ બીએમડબલ્યુ કાર કરીદી છે.
રોનિત રૉય
રોનિત રૉયને ટેલિવિઝનનો અમિતાભ બચ્ચન ગણવામાં આવે છે તેની ગણતરી ટેલિવિઝનના હાઇએસ્ટ પેઇડ એક્ટર્સમાં થાય છે. તેની પાસે અનેક લક્ઝી કાર્સ છે. તેની પાસે આઉડી આર8 છે જેની કીંમત લગભગ સાડા ત્રણ કરોડ છે.
ભારતી સિંહ
કોમેડી ક્વિન ભારતી સિંહ ટેલિવિઝન પરદે કોઈ નહીંને કોઈ રિયાલીટી શો, કોમેડી શો કે પછી અવોર્ડ ફંક્શનમાં તમને જોવા મળશે. તેણીએ થોડા સમય પહેલાં જ બીએમડબલ્યુ એક્સ 7 ખરીદી છે.
આ ઉપરાંત તેની પાસે મર્સેડીઝ બેન્ઝ જીએલ – 350 પણ છે. હાલ ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાં ફિમેલ કોમેડિયન તરિકે ભારતી સિંહ સૌથી વધારે સફળ છે.
શિવાંગી જોષી
યે રિશ્તા ક્યા કહલાતા હૈની લીડ એક્ટ્રેસ નાઇરા ઉર્ફે શિવાંગી જોષીએ થોડા સમય પહેલાં જ મોંઘેરી જેગુઆર કાર ખરીદી છે. જેની તસ્વીરો તેણીએ પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર શેર કરી હતી અને ફેન્સને તે ખુબ પસંદ આવી હતી.
કવિતા કૌશિક
કવિતા કૌશિક ઘણા લાંબા સમયથી ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાં અભિનય કરી રહી છે. પણ તેણીને ખરી ઓળખ સબ ટીવી પર આવતી સિરિયલ એફ.આઈ.આરમાં ઇન્સ્પેક્ટર ચંદ્રમુખી ચૌટાલાના પાત્રથી મળી હતી.
તેણી પાસે એક નહીં પણ બે-બે લક્ઝરિ કાર્સ છે. તેણી એક બીએમડબલ્યુ એક્સ 1 ધરાવે છે અને એક પોર્શે કાર પણ ધરાવે છે.
મોનાલિસા
ભોજપુરી ફિલ્મ અભિનેત્રી અને હાલ ઇન્ડિયન ટેલિવિઝન સિરિયલમાં અભિનય કરતી મોનાલિસાએ થોડા સમય પહેલાં જ વ્હાઇટ ઓડી કાર ખરીદી છે. તેણીએ તેની તસ્વીર પણ પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર શેર કરી હતી.
નેહા પેંડસે
નેહા પેંડસેના બોયફ્રેન્ડે થોડા સમય પહેલાં તેણીને એક વ્હાઇટ મર્સેડીઝ બેન્ઝ ગિફ્ટમાં આપી હતી. તેણીએ તેની સાથે એક સુંદર પોઝવાળી તસ્વીર પણ પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી.
નેહા પેન્ડસે સિરિયલ મે આઈ કમ ઈન મેડમથી પ્રખ્યાત થઈ હતી આ ઉપરાંત તેણીએ કેટલીક મરાઠી સિરિયલ્સમાં પણ કામ કર્યું છે.
પાર્થ સમથાન
કસોટી ઝીન્દગી કે – 2નો નવો અનુરાગ ઉર્ફ પાર્થ સમથાને તાજેતરમાં મર્સેડીઝ બેન્ઝ ખરીદી છે. જેની તસ્વીરો તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ્સ પર શેર કરી હતી.
કપીલ શર્મા
ટેલિવિઝનનો સૌથી મોંઘો સ્ટાર જે એક એક શોના કરોડો રૂપિયા લે છે તેવો કપીલ શર્મા મોંઘેરી લક્ઝરિયસ કાર લે તેમાં કોઈ જ મોટી વાત નથી.
તેની પાસે અનેક લક્ઝરિયસ કાર છે તેણે થોડા સમય પહેલાં જ એસયુવી – રેન્જ રોવર ઇવોક ખરીદી હતી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ