બોલિવૂડ સેલેબ્સને પણ નથી આવડતુ સલમાનનુ આખુ નામ બોલતા, તમે પણ બોલીને ટ્રાય કરો તમને આવડે છે કે નહિં…

સલમાનનું સાચું નામ તમે ક્યારેય નહીં જાણ્યું હોય, બોલતા બોલતા જીભ લપ્સી જશે

image source

બોલીવૂડના સુલતાન એવા સલમાન ખાનનો આજે 54મો જન્મ દિવસ છે. તે દેશ વિદેશના કરોડો ફેન્સના દીલ પર રાજ કરે છે. આજે તેનો જન્મ દિવસ નહીં પણ જાણે કોઈ ઉત્સવ હોય તે રીતે ઉજવણી થઈ રહી છે.

તમને જો સલમાન ખાનના ચાહક હશો તો સલમાન વિષેની આ બાબત તો તમે ચોક્કસ નહીં જ જાણતા હોવ. તમને જણાવી દઈએ સલમાન ખાનનો જન્મ મુંબઈમાં નહીં પણ મધ્ય પ્રદેશના ઇન્દોરમાં 27 ડિસેમ્બર 1964ના રોજ થયો હતો.

image source

સલમાન ખાનની માતા હિન્દુ મરાઠી છે તેમનું નામ સુશીલા ચરક છે અને લગ્ન બાદ તેમનું નામ સલમા રાખવામાં આવ્યું હતું.

તે સલમાનના પિતા સલિમ ખાનના પ્રથમ પત્ની છે જ્યારે સલમાનના સુપર રાઇટર પિતાએ બીજા લગ્ન બોલીવૂડની જાણીતી ચરિત્ર અભિનેત્રી અને ડાન્સર હેલન સાથે કર્યા છે.

image source

સલમાન પોતાની માતાની જેમ જ હેલનને પણ પ્રેમ કરે છે.

સલમાન સલીમ અને સલમાનો પ્રથમ દીકરો છે. તેનું પુરુ નામ અબ્દુલ રશીદ સલીમ સલમાન ખાન છે. નામ સાંભળીને ચક્કર આવી ગયાને?

image source

અમે ગેરેન્ટીથી કહી શકીએ છે કે તમે સલમાનનું આખુ નામ ક્યારેય નહીં જાણ્યું હોય.

સલમાન ખાનની માતા સલમા હિન્દુ છે અને પિતા સલીમ ખાન મુસલમાન છે અને માટે જ સલમાન પોતાની જાતને હિન્દુ અને મુસ્લિમ બન્ને જ માને છે. અને તે બન્ને ધર્મોનું સંપુર્ણ માન રાખે છે અને માટે જ તે બન્ને ધર્મના તહેવારોની ઉજવણી ધામધૂમથી કરે છે.

image source

સલમાન ખાને પોતાની કેરિયરની શરૂઆત મોડેલિંગથી કરી હતી. તેણે શરૂઆતમાં કેટલીક ટીવી એડ કરી હતી અને ત્યાર બાદ ફિલ્મોમાં નાના-નાના રોલ કરવાના શરૂ કર્યા હતા.

image source

તેની પહેલી ફિલ્મ રેખા-ફારુક શેખ અભિનિત બીવી હો તો ઐસી હતી જેમાં તે રેખાનો દિયર બન્યો હતો.

અને લીડ એક્ટર તરીકે તેણે ફિલ્મ મેને પ્યાર કિયાથી શરૂઆત કરી હતી જેમાં તેની સાથે ભાગ્યશ્રી પણ પ્રથમવાર ફિલ્મોમાં કામ કરી રહી હતી.

image source

આ તસ્વીર ફિલ્મ કરન અર્જૂનની છે જેમાં સલમાને શાહરુખ સાથે કામ કર્યું હતું. આ તસ્વીરમાં તમે શાહરુખ સલમાન ઉપરાંત ઋતિકને પણ જોઈ શકો છો.

image source

સલમાન પોતાની માતાની ખુબ જ નજીક છે. અને તે પોતાના માતાપિતાને ખુબ જ પ્રેમ કરે છે તેણે ભલે લગ્ન ન કર્યા હોય અને સંસાર ન વસાવ્યો હોય પણ તે પોતાના ઘરની સદંતર બધી જ જવાબદારી નીભાવી રહ્યો છે.

image source

તે સાચા અર્થમાં ઘરનો મોભી સાબિત થયો છે. આજે તેના કુટુંબીજનો ઉપરાંત પણ તેના ઘણા બધા નજીકના મિત્રો છે જે તેને એક કુટુંબીજન તરીકે જ પ્રેમ કરે છે અને માન આપે છે. આ તસ્વીરમાં તમે કીશોરાવસ્થાનો સલમાન ખાન, અરબાઝ ખાન, અલવિરા ખાન અને સોહેલ ખાનને જોઈ શકો છો.

 

image source

થોડા સમય પહેલાં નાનકડી કરિના અને યુવાન સલમાનની તસ્વીરો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ હતી. તે વખતે સલમાન કરિનાની મોટી બહેન કરીશ્મા સાથે કોઈ ફિલ્મમાં કામ કરી રહ્યો હતો અને તે દરમિયાન કરિના પણ સેટ પર આવી હતી. આ તસ્વીરમાં કરીના સલમાન સાથે વાત કરી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ