ડિપ્રેશનને હવે કહો બાય બાય : દિપીકા પાદુકોણ જણાવી રહી છે ડિપ્રેશનને દૂર રાખવા માટેની ઉપયોગી માહિતી…

દીપિકાએ છેડી છે ડિપ્રેશન સામે જંગ…. કહે છે; “આ સમસ્યામાંથી આપણે જાતે જ બહાર આવવા આપવી પડશે લડત…”

image source

આપણાં મનના ખૂણામાં ચૂપચાપ એ ક્યારે ઘૂસી જાય છે એનો આપણને ખ્યાલ જ નથી આવતો. આપણી વિચારસરણી અને આપણી લાગણીઓ ઉપર તે અચાનક જ પોતાનો કબ્જો જમાવી લે છે જેને આપણે સમયસર સમજી પણ નથી શકતાં. ધીમેધીમે એવી સ્થિતિ સર્જાય છે કે આપણાં વિચારો ઉપર સારીરીતે અમલીકરણ નથી કરી શકતાં અને નિર્ણયોને આપણે જાતે જ લઈ શકવાનું સામર્થ્ય ગુમાવતાં જઈએ છીએ.

અકારણ મૂંઝવણ અનુભવવી એકનો એક વિચાર સતત આવવો અને એક જ બાબતે વારંવાર નિર્ણય બદલ્યા કરવો. એક સાથે એકનું એક વાક્ય બોલાયા કરે કે પછી માપ વિના ઘણું ખાઈ લેવાનું મન થયા અથવા એકલામાં બેસીને રડી લેવાનું મન થયા કરે. આવું શા કારણે થાય છે, જાણો છો? આવું ત્યારે થાય છે જ્યારે આપણે માનસિક રીતે અસંતુલન જણાય. તેને સામાન્ય ભાષામાં અવસાદ કે અંગ્રેજીમાં ડિપ્રેશન કહેવાય છે.

image source

એવું નથી કે આ ડિપ્રેશન કોઈ ખાસ અને ગંભીર બીમારી છે. અથવા તો ડિપ્રેશન કોઈ ચોક્ક્સ વર્ગની વ્યક્તિઓને કે માત્ર સ્ત્રીઓને કે પુરુષોને જ થાય. કોઈપણ ઉમરની વ્યક્તિ કોઈપણ કારણસર અથવા કારણ વિના પણ ડિપ્રેશનનો ભોગ બની જઈ શકે છે. નાનું બાળક પણ તેની કેટલીક હરકતોથી ડિપ્રેશનનું શિકાર હોય એવું જણાઈ આવે અથવા કોઈ વયોવૃદ્ધ પણ તેમની ન સમજાય તેવી વર્તણૂકથી જણાવી દેતું હોય છે કે તે કંઈક માનસિક સંતાપથી પિડાય છે.

image source

આ ડિપ્રેશન પૈસો કે વૈભવ હોય તેને ત્યાં નથી જતું એવું નથી. આ ડિપ્રેશન સફળ વ્યક્તિને ન થાય માત્ર અસફળને જ આવે એવું પણ નથી હોતું. એ ખરેખર તો આપણાં વિચારોનો એક પ્રતિભાવ છે. આપણી વ્યક્તિગત પ્રકૃતિનું પ્રતિબિંબ હોઈ શકે છે. ડિપ્રેશન સામે જંગ પણ લડવાની રહે છે કારણ કે તે આપણી માનસિક શાંતિ હણી નાખે છે, આધ્યાત્મિક ચિંતનની તક છીનવી લે છે અને નિજાનંદની પ્રકૃતિને નુક્સાન પહોંચાડે છે.

image source

ટૂંકમાં કહીએ તો જો તમારો સ્વભાવ ખૂબ આનંદી હોય અને અચાનક જ તમે ચિડિયાપણું અનુભવવા લાગો તો સમજવું કે આપણા હેપી ગો લકી મીજાજ માટે ડિપ્રેશન ખૂબ જ ડેન્જરસ છે. માનવ મનની અંધર છૂપાયેલી અવ્યક્ત વાતોને બહાર લાવવા અને તેમના વ્યક્તિત્વને નિખારવા માટે પણ ડિપ્રેશન નામના અસુરને આપણા વિચારો અને મનમાંથી કાઢવાની જરૂર રહે છે.

એક કાર્યક્રમ દરમિયાન દીપિકા પદુકોણે મન મૂકીને કરી ડિપ્રેશન વિશેની ચર્ચા…

image source

હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની એક કુશલ અભિનેત્રી દીપિકા પદુકોણ એક સમય હતો કે તમામ સુખ સુવિધાઓ અને અપાર પ્રસિદ્ધિ મેળવ્યા બાદ પણ તે ડિપ્રેશનનો શિકાર છે એવું તેણે જાહેરમાં તેની આ તકલીફને સ્વીકારીને કહ્યું હતું. આજે તે આ પરિસ્થિતિમાંથી તદ્દન બહાર આવી ગઈ છે. અને સમાજની સામે ખુલ્લા મને પોતાનું મંતવ્ય આપી રહી છે. દીપિકા માનસિક સ્વાસ્થ્યને મહત્વ આપીને જીવનને વધુ સશક્ત અને સમૃદ્ધ બનાવી શકીશું. પોતે પણ એવા કપરા સમયથી પસાર થઈ ચૂકેલી આ અભિનેત્રી એક કાર્યક્રમમાં મહેમાન તરીકે પહોંચી ત્યારે તેણે મનની વાત વ્યક્ત કરી હતી.

દીપિકાએ કરી જાહેરમાં ડિપ્રેશન વિશેની વાત…

image source

એક જાહેર કાર્યક્રમ દરમિયાન દીપિકાએ મીડિયાને કહ્યું હતું કે “હું માનું છું કે ડિપ્રેસન અને માનસિક સ્વાસ્થ્ય વિશે વાત આજકાલ સામાન્ય રીતે બધાં વચ્ચે પણ કરવાની પહેલ શરૂ થઈ છે. મારી પોતાની વાત કરું તો લાગે છે કે હવે તેને ચાર વર્ષ જેટલા વીતી ગયા, એક ખરાબ બાબતને, ગાંડપણ અથવા છુપાવેલ વસ્તુ તરીકે ગણતી નથી. તે પહેલાંના સમયમાં માનવામાં આવતું હતું કે તેને છૂપાવવું જોઈએ.

image source

લોકોની માનસિકતા અને પરિસ્થિતિમાં હવે ધીમેધીમે પરિવર્તન આવ્યું છે, પરંતુ હજી પણ આપણી પાસે આ સંદર્ભે વધુ જાગૃતિ લાવવા માટે ચોક્કસપણે ઘણું બધું કરવાનું બાકી જ છે. અને તે અતિ આવશ્યક પણ છે. હું માનું છું કે આ વિષય પર શરૂ થઈ રહેલી ચર્ચાઓ અટકવી જોઈએ નહીં, ચાલુ રહેશે તો વધુને વધુ લોકોને તેમાંથી ઉઘરવા માટે લાભદાયી રહેશે.”

દીપિકાએ શરૂ કર્યું છે, ધ લીવ લાઈફ ફાઉન્ડેશન…

image source

વર્ષ ૨૦૧૫ દરમિયાન દીપિકાએ એક સંસ્થાની શરૂઆત કરી હતી. આ સંસ્થાનું નામ છે, ધ લીવ લાઈફ ફાઉન્ડેશન… આ સંસ્થા, તણાવ, ચિંતા અને અવસાદ જેવી માનસિક તકલીફોથી સંઘર્ષ કરતા લોકોને માટે મદદ કરે છે. થોડા સમય પહેલાં દીલ્હીમાં યોજાયેલ એક કાર્યક્રમમાં હાજર રહીને દીપિકાએ તેની સંસ્થા વિશે મુક્ત મને વાત કરી હતી. તેણે ડિપ્રેશન વિશે અને તેમાંથી ઉઘરવાના પ્રયાસો વિશે વાત કરી. તેણે એ સ્થળે હાજર સૌને જણાવ્યું કે ડિપ્રેશનને છૂપાવવાને બદલે ખુલીને વાત કરવી જોઈએ તેના વિશે.

image source

આ કાર્યક્રમમાં દીપિકાના પિતા પ્રકાશ પદુકોણ અને માતા ઉજ્જ્વલા પદુકોણ તેમજ બહેન અનિશા પદુકોણ હાજર હતા. વિશેષ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમમાં શર્મિલા ટાગોર પણ હાજર રહ્યાં હતાં. આ કાર્યક્રમની સફળતા હેતુ એવું કહેવાય છે કે જો સમાજમાં સકારાત્મક રીતે ડિપ્રેશન વિશે અને તેને નિવારણના માધ્યમો વિશે ચર્ચા થશે તો જરૂરથી લોકો તેમાંથી સરળતાથી ઉઘરી શકશે.

ડિપ્રેશનને બાય બાય કહેવા માટે કરો કંઈક આવું…

image source

આજની દોડતી જિંદગીમાં આપણે સાંભળીએ છીએ કે દરેક વ્યક્તિ કોઈને કોઈ રીતે ડિપ્રેશનનો શિકાર હોય છે. પરિક્ષાની તૈયારી, પરિક્ષાનું પરિણામ, નોકરીનો ભાર, પ્રેમમાં નિષ્ફળતા, મિત્રો પર થતો અવિશ્વાસ, પરિવારમાં સાસુ વહુના સંબંધો કે પછી ઘરમાં પૈસાની તંગી જેવા અનેક નાના મોટાં કારણો હોય છે અને લોકોને ખ્યાલ પણ નથી આવતો કે તે ડિપ્રેશનનો શિકાર છે.

image source

ડિપ્રેશન એવી તકલીફ છે, જેમાં ડોક્ટર્સ પણ નિશ્ચિત રૂપે નથી કહી શકતા કે દર્દી ક્યારે અને કઈરીતે સાજો થઈને તેમાંથી બહાર આવશે. એકવાર ડોક્ટરની સલાહ લેવાનું શરૂ કરો પછી જુદી જુદી થેરાપી અને દવાઓ પણ શરૂ થઈ જાય છે. ક્યારેક સારું થઈ જાય પણ તેમ છતાં જેને તકલીફ હોય છે તે ઊંડે ઊંડે કંઈક અજંપો સતત અનુભવ્યા જ કરે છે. આવો કેટલાક એવા સરળ અને મજાના ઉપાયો જોઈએ જે ડિપ્રેશનમાંથી પસાર થતા લોકો અથવા તો જેમને માત્ર થોડો તણાવ રહેતો હોય તેઓ પણ અજમાવી શકે છે…

૧ ડિપ્રેશન એ બીમારી નથી

image source

ડિપ્રેશનને એક બીમારીની જેમ ન જૂઓ. એ એક પ્રકારે માનસિક વિકાર છે. જ્યારે તમને સંતાપ કે ઉગ્રતા અનુભવાય ત્યારે તમારે તેને વધુ વધારવાની જરૂર નથી. તેને સહજતાથી લો.

૨ જ્યારે તમને કોઈ મુશ્કેલી અનુભવાય કે કોઈ તકલીફમાં મૂકાઈ ગયા હોવ એવી સ્થિતિમાં આવો તો ઊંડા શ્વાસ લેવા માંડો. જો જો જરૂર રાહત અનુભવવા લાગશો.

image source

૩ એક રિસર્ચ અનુસાર, ડિપ્રેશન દરમિયાન વધારે ભોજન ખાવાનું મન થતું હોય છે. જ્યારે બહુ ભૂખ લાગવા લાગે ત્યારે તાજાં ફળો, તેમનો જ્યુસ અને ડાર્ક ચોકલેટ જેવી હેલ્ધી વસ્તુ ખાવા પ્રયત્ન કરો. સ્વીટ ટૂથ એટલે કે આમાં મિષ્ઠાન ખાવાનું પણ મન થતું હોય છે. વજન વધે અને ડાયાબિટિસ ન વધે તેનું ધ્યાન રાખવું જોઈએ.

૪ તમારા રૂમનું ડેકોર બદલો, કપડાં બદલો તમને મન થાય તેવી પ્રવૃત્તિઓ કરો, જેમ કે સરસ સંગીત સાંભળો અને મજા આવે તો થોડા ઠૂમકા પણ લગાવો. નેઈલ પોલીશ કરવી કે લિપ્સીક કરીને મેકઅપ કરવો, મિત્રો સાથે ફરવા જવું વગેરે કામ પણ કરી શકાય.

image source

૫ તમારા શોખને ફરીથી યાદ કરો. પેન્ટિંગ કરવું, મહેંદી લગાડવી કે રસોઈ કરવા જેવું કોઈ હળવું અને આનંદદાયક કામ કરો જેથી હળવાશ અનુભવાય.

૬ પ્રયત્ન કરો કે તમે થોડું જલ્દી સૂવો અને વહેલા જાગો. સવારે ચાલવા જાવ, પ્રાણાયમ અને યોગા કરવાથી ખૂબ જ રિલેક્શેશન અનુભવાય છે.

image source

૭ ઘરમાં નાનું બાળક હોય કે પાલતુ જાનવર હોય તો તેની સાથે થોડો સમય વીતાવીને તેની સાથે રમો. ઘરના વડીલો સાથે વાતચીત કરવા પ્રયત્ન કરો.

૮ ઘરમાં અંધારું કરીને બેસવાની ટેવ ન રાખો. ઘરમાં હવા ઉજાસ આવે એમ પડદા ખુલ્લા અને પારદર્શક રાખો, જેથી બિનજરૂરી મૂંઝારો કે કંટાળો ન અનુભવાય.

image source

૯ એક અહેવાલ મુજબ કહેવાય છે કે વિટામિન બી૧૨ની ખામીને લીધે પણ ડિપ્રેશન અને થાક તેમજ તણાવ અનુભવાય છે. ગુસ્સો આવવો અને ચિડિયો સ્વભાવ થઈ જવું એ સામાન્ય લક્ષણ છે. તેવામાં સોયાબિન અને તેમાંથી બનેલ વસ્તુઓ, દૂધ અને તેની બનાવટો અને દાળમાંથી મળતું પ્રોટિન જેવા સ્વાસ્થ્ય માટે જરૂરી ખાદ્ય પદાર્થોને ભોજનમાં અચૂક લેવું જોઈએ.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ