ગુજરાતી મમ્મીએ બાળકની એવી ફોટોગ્રાફી કરી, સોશ્યલ મીડિયામાં થઇ વાઇરલ, જુઓ…

દુબઈમાં રહતી ગુજરાતી માતાએ ક્લીક કરી દીકરાની ક્રીએટીવ ફોટોગ્રાફી, ગુજરાતી માતાની ક્રીએટીવીટીઃ સુતેલા દીકરાની અલગ અલગ થીમના આધારે ક્લીક કરી તસ્વીરો

આપણે આજે પણ આપણા નાનપણની તસ્વીરો જોઈને આપણા દેખાવને લઈને, આપણે કેવા લાગતા હતા તે બધું જોઈને અચંબિત થઈ જતા હોઈએ છીએ અને આપણા જ બાળપણના પ્રેમમાં પડી જઈએ છીએ. પણ જો આ તસ્વીરો રોમાંચક રીતે પાડવામા આવી હોત તો ! આપણો આપણા બાળપણની તસ્વીરો જોવાનો અનુભવ કંઈક ઓર વધારે રોમાંચક બની જાય છે !

આજે સોશિયલ મિડિયા એક એવું પ્લેટફોર્મ છે કે તેના દ્વારા તમે તમારી ક્રીએટીવીટીને લોકો સમક્ષ લાવી શકો છો. અને તેના દ્વારા તમે પોતે પણ કેટલાક આઈડીયાઝ મેળવી શકો છો. થોડા સમય પહેલા એક ગ્રાફીક ડીઝાઈનર એન્ડ એનિમેટર પિતાએ પોતાના દીકરાની સ્પેશિયલ ઇફેક્ટ દ્વારા એટલી રોમાંચક વિડિયોઝ બનાવી હતી કે તેમની આ વિડિયોઝને લાખો વાર જોવામાં આવી હતી. અને આવા પ્રયોગો માતાપિતા પોતાના બાળકો સાથે અવારનવાર કરતા જ રહેતા હોય છે.

આપણો આજનો લેખ પણ એક એવી જ માતા વિષે છે જે પોતાના દીકરાની વિવિધ થીમના આધારે સુંદર તસ્વીરો ક્લીક કરે છે. તેણી મૂળે તો પોરબંદરની દીકરી છે અને ત્યાર બાદ તેણી રાજકોટની વહુ બની અને હાલ દુબઈમાં રહે છે.

તેમનું નામ છે ધર્મિષ્ઠા ભરડવા (લાડવા). તેણીને આમ તો વાંચન, વાર્તા લેખન, ફોટોગ્રાફી અને ક્રીએટીવ એક્ટીવીટીમાં ઘણો બધો રસ છે. દીકરાના જન્મ પહેલા તેણી એક પ્રાઇવેટ કંપનીમાં જોબ કરતા હતા અને મૂળે ક્રીએટીવ સ્વભાવ હોવાથી ફાજલ ટાઈમમાં પોતાની જાતને પ્રવૃત્તિઓમાં વ્યસ્ત જ રાખતા.

દીકરા રીશીતના જન્મ બાદ તેમણે જોબ છોડી દીધી. અને રીશીતના ઉછેરમાં લાગી પડ્યા. ધીમે ધીમે રીશીત મોટો થતો ગયો અને ધર્મિષ્ઠા બેનને સમય મળતો ગયો અને તેમણે ફરી પોતાના ક્રીએટીવ નેચરને એક્ટિવ કર્યો. જો કે તેણી જોબ તો નથી કરવા માગતી કારણ તેમના માટે રીશી તેમની પહેલી પ્રાયોરીટી છે.

પણ તેમણે તેમની આ પ્રાયોરિટીને જ ક્રીએટીવીટીમાં બદલી લીધી. તેઓ રીશીતના વિવિધ થીમ્સ પર તસ્વીરો ક્લીક કરીને પોતાની ક્રીએટીવીટીને વ્યક્ત કરે છે. જો કે તેમનો આ શોખ કંઈ મોંઘેરો નથી. તેઓ ઘરની જ વસ્તુઓનો ઉપયોગ કરીને પોતાના દીકરાની ક્રીએટીવ તસ્વીરો ક્લીક કરે છે.

શરૂઆતમાં તેમણે ધીમે ધીમે રિશીના ક્રીએટીવ ફોટોઝ ક્લીક કરવાનું શરૂ કર્યું. અને તેમણે પોતાના ઇન્સ્ટાગ્રામ તેમજ ફેસબુક અકાઉટ પર મુક્યા હતા જે તેમના મિત્રોને ખુબ પસંદ આવ્યા અને તેમણે તેમની આ ક્રીએટીવીટીને ખુબ બિરદાવી અને તેના કારણે જ તેમને તેમાં આગળ વધવા પ્રેરણા મળી. તો ચાલો તમને બતાવીએ ક્રીએટીવ મોમની ક્રીએટીવ તસ્વીરો

આ તસ્વીરમાં રીશીત કોઈ આરબ બન્યો છે તેણે સરસ મજાનો વનપીસ નાઇડ્રેસ પહેર્યો છે અને તેના માથાપર પણ અરેબિયન પુરુષ પહેરે તેવું કપડું લગાવવામાં આવ્યું છે. તેમજ તેને ક્રીએટીવ રીતે કપડામાંથી જ બનાવવામાં આવેલા ઉંટ પર બેસાડવામાં આવ્યો છે. અને તેના હાથમાં ઉંટને દોરવાની દોરી પણ મુકવામાં આવી છે તો વળી નીચે કપડાની જ મદદથી રણ પણ બનાવવામાં આવ્યું છે. અને તપતો સુરજ. જો કે આ બધામાં રીશીતને કોઈ જ તકલીફ નથી પડી કારણ કે તે તો સરસમજાની ઉંઘ માણી રહ્યો છે.

તો વળી આ તસ્વીરમા તેને એક એસ્ટ્રોનોટ બનાવવામાં આવ્યો છે. રીશીતને આ તસ્વીર માટે એસ્ટ્રોનોટ જેવા વસ્ત્રો પહેરાવવામાં આવ્યા છે. તેના હાથમાં ભારતનો તીરંગો છે. અને તેની બાજુમાં એક રોકેટ પણ સ્પેસમાં ઉપર તરફ જતું હોય તેવું ભાસી રહ્યું છે. સાથે સાથે સ્ટાર્સ, મૂન, પ્લેનેટ પણ દર્શાવ્યા છે. આ થીમ ચંદ્રયાન -2ને સમર્પિત હતું.

તો વળી આ બીજી તસ્વીરમાં તે મૂળે તો સુઈ જ ગયો છે. આ તસ્વીરમાં રીશીત સીડી પર ચડીને આકાશમાંથી તારા તોડતો દર્શાવ્યો છે. તારા ભેગા કરવા માટે હાથમાં સરસમજાની કપડાંની બાસ્કેટ પણ મુકવામાં આવી છે. ખુબ જ ક્રીએટીવ તસ્વીર છે.

તો આ તસ્વિરમાં તે કોઈ નાવની સવારી કરી રહ્યો છે. સરસમજાનું ભુરુ પાણી છે. રીશીત તો જો કે આ તસ્વીરમાં પણ સુતો જ છે. પણ તે જાણે કોઈ હોડીમાં બેઠો હોય તેવું ભાસી રહ્યું છે. હાથમાં હલેસુ પણ પકડાવવામાં આવ્યું છે.

આ તસ્વીરમાં રિશિતને સરકસનો ક્લાઉન બતાવવામાં આવ્યો છે જે સરકસના હાથી સાથે મસ્તી પણ કરી રહ્યો છે અને સરકસના કરતબ પણ બતાવી રહ્યો છે.

તો આ છે માસ્ટર શેફ રીશીત. અહીં લાગે છે કે તે તેની મમ્મી માટે પાસ્તા બનાવી રહ્યો છે. સરસમજાની શેફ હેટ પણ તેણે પહેરેલી છે. જ્યારે રિશિત જાગતો હોય અને સારા મુડમાં હોય ત્યારે પણ ધર્મિષ્ઠાબેન પોતાની ક્રીએટીવીટ દર્શાવવાનો અવસર ચૂકતા નથી.

આ તસ્વીરમાં રિશિતને વેજીટેબલ ક્લોથ્સ પહેરાવીને ક્રીએટીવ તસ્વીર લેવામાં આવી છે. જો તસ્વીર જે એંગલ પર લીધી છે તે પણ એક ક્રીએટીવીટી જ છે. અહીં રીશીતે ગાજરનું સ્લીવલેસ ટીશર્ટ અને કોબીમાંથી બનેલું સ્કર્ટ પહેર્યું છે.

ધર્મિષ્ઠા બેને આ તસ્વીરમાં દીકરા ઇશીતને ઉતરાયણની મજા પણ કરાવી છે. આ તસ્વિરમાં રીશીત તો બધી જ તસ્વીરોની જેમ સુતો જ છે પણ તેના બેકગ્રાઉન્ડમાં ઉતરાયણનું દ્રશ્ય તૈયાર કરવામાં આવ્યું છે અને ઉંઘતા રીશીતના હાથમાં પતંગની દોરી પણ પકડાવવામાં આવી છે.

સ્લીપીંગ બટરફ્લાયઃ આ તસ્વીરમાં ધર્મિષ્ઠાબેને પોતાના દીકરાને સુંદરમજાનું પતંગિયુ બનાવ્યો છે. તેની આજુ બાજુમાં પણ કપડાંમાંથી બનાવવામાં આવેલું ફુલ તેમજ બીજા બેત્રણ પતંગિયા દર્શાવવામાં આવ્યા છે.

આ તસ્વિરમાં રિશિત કોઈ ગિફ્ટ બોક્ષમાં જાણે ગિફ્ટ તરીકે આવ્યો હોય તેવું દર્શાવ્યું છે. રિશિત ગિફ્ટ બોક્ષનું ઢાકણું ખોલીને બહાર આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. તેની બાજુમાં બીજા ઘણાબધા ગીફ્ટ બોક્ષીસ પણ દેખાઈ રહ્યા છે જે પણ કપડામાંથી બનાવવામાં આવ્યા છે.

આવી તો બીજી ઘણી બધી તસ્વીરો ધર્મિષ્ઠા બેને પોતાની ક્રીએટીવીટીની કૂનેહથી ક્લીક કરી છે. કોઈક તસ્વીરમાં તેને કાનો બનાવવામાં આવ્યો છે અને તેને ઉંઘમાં જ કોઈ સુંદર મજાનો જુલો ઝૂલાવવામાં આવ્યો છે. તો વળી કોઈ તસ્વીરમાં તેને કોઈ સુંદર મજાનું સ્વપ્ન જોઈ રહ્યો હોય તેવી રીતે ચંદ્રના જુલા પર સુવડાવવામાં આવ્યો છે.

ધર્મિષ્ઠા બેન જણાવે છે કે રિશિત એક સુપરએક્ટિવ કીડ છે માટે તેના ફોટો ક્લીક કરવા ખુબ જ અઘરા છે. માટે જ તે જ્યારે રાત્રે સુતો હોય ત્યારે જ તેણી રાત્રે 2-3 વાગ્યા સુધી જાગીને તેની ક્રીએટીવ તસ્વીરો ક્લીક કરે છે. જો કે આ બધી જ પ્રક્રિયામાં ધર્મિષ્ઠા બેન પોતાના દીકરાના કંફર્ટનું પહેલા ધ્યાન રાખે છે ભલે પછી તસ્વીરો લેવામાં વાર કેમ ન લાગે.

હજુ પણ તેમની પાસે ફોટોગ્રાફીના ઘણા બધા ક્રીએટીવ આઈડીયાઝ છે. અને ખુબ જ જલદી તેઓ તેમના તે ક્રીએશનને પણ ઓપ આપશે. તેઓ જણાવે છે કે તેમને આ કામમાં તેમના પતિ અશ્વિન મદદ કરે છે અને અને તેમને જો કોઈ સજેશન્સ જોઈતા હોય તો તે તેમના ભાઈ અને બહેન પાસેથી મદદ લે છે. ધર્મિષ્ઠાબેને તો પોતાના દીકરા રીશીતનું બાળપણ યાદગાર બનાવી લીધું છે અન તેને કચકડે પણ મઢી લીધું છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ