શું તમે જાણો છો ભારતરત્ન મેળવનારને VVIP લાભો મળે છે, જાણીને ખરેખર નવાઈ લાગશે…

શું તમે જાણો છો ભારતરત્ન મેળવનારને VVIP લાભો મળે છે, ભારતના સર્વોચ્ચ નાગરિક સમ્માન ‘ભારત રત્ન’ વિષે તમે આ વાતો નહીં જાણતા હોવ

image source

ભારત રત્ન એટલે કે ભારતનો રત્ન સમાન અદ ઉંચો નાગરિક. ભારત રત્ન દેશનું સર્વોચ્ચ સમ્માન છે. જેને એક નાગરિકની રાષ્ટ્ર માટેની સેવા બદલ આપવામાં આવે છે. જેની શરૂઆત 1954માં તે સમયના રાષ્ટ્રપતિ શ્રી રાજેંદ્ર પ્રસાદ દ્વારા કરવામાં આવી હતી. આ સમ્માન કળા, સાહિત્ય, વિજ્ઞાન, સાર્વજનિક સેવા, રમત વિગેરે ક્ષેત્રોમાં નોંધનિય પ્રદાન બદલ દેશના નાગરિકને આપવામાં આવે છે.

ભારત રત્ન પદકની ડીઝાઈન

image source

મૂળે તો આ એક સામન્ય ગોળાકાર પદક જ હતું. જેમાં સૂર્ય કોતરવામાં આવ્યો હતો, અન તેના પર હિન્દીમાં ભારત રત્ન લખવામાં આવ્યું હતું અને નીચેની બાજુએ ફુલોની માળા કોતરવામાં આવી હતી. જેની પાછળની બાજુ રાષ્ટ્રિય ચિહ્ન અને મોટો કોતરવામાં આવ્યો હતો.

પણ થોડા સમય બાદ આ પદકની ડીઝાઈન બદલી નાખવામાં આવી અને તેને હવે પદક નહીં પર્ણનો આકાર આપવામાં આવ્યો. હવે તેની ડીઝાઈન પીપળાના જાડના પાન જેવી છે. તાંબાની ધાતુમાંથી આ પર્ણ બનાવવામાં આવ્યું છે અને તેના પર પ્લેટિનમની ધાતુમાં ઉજ્વળ સુર્ય બનાવવામાં આવ્યો છે જેના નીચે ચાંદીમાં ‘ભારત રત્ન’ લખવામાં આવે છે. જેને સફેદ રીબીન સાથે ગળામાં પહેરાવવામાં આવે છે. આ મેડલની કીંમત અઢી લાખ કરતાં પણ વધારે છે.

image source

ભારત રત્નની ખાસિયતો

ભારત રત્નને કોઈ પણ જાતના પુર્વગ્રહ તેમજ જાતિને ધ્યાનમાં રાખીને આપવામાં નથી આવતો. તેને માત્ર દેશના નાગરિકને તેણે દેશ માટે પોતાના ક્ષેત્ર દ્વારા જે યોગદાન આપ્યું છે તેને જ ધ્યાનમાં લેવામાં આવે છે.

image source

ભારત રત્નનો ઉપયોગ તમે કેટલાક અલંકારો જેમ નામ કે પછી તમારી પદવી આગળ આગળ વાપરી શકતા નથી. દા.ત. કોઈને પદ્મશ્રી મળ્યો હોય અથવા પદ્મવિભૂષણ મળ્યો હોય તો તેમના નામ આગળ પદ્મશ્રી કે પદ્મવિભૂષણ લખી શકાય છે પણ ભારત રત્નનો ઉપોયગ તે રીતે નથી કરી શકાતો.

દર વર્ષની 26મી જાન્યુઆરીએ આ સમ્માન આપવામાં આવે છે. અત્યાર સુધીમાં 45 ભારતીય નાગરિકોને ભારત રત્ન અવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા છે.

ભારત રત્નની અજાણી વાતો

image source

1954માં જ્યારે ભારત રત્ન બાબતે નક્કી કરવામાં આવેલી શરતેમાં તેને મરણોપરાંત આપવાની કોઈ જોગવાઈ નહોતી પણ 1955માં તે જોગવાઈ ઉમેરવામાં આવી. ત્યાર બાદ અત્યાર સુધીમાં કુલ 13 વ્યક્તિઓને આ સમ્માન મરણોપરાંત આપવામાં આવ્યું. પણ તેમાંથી સુભાષ ચંદ્ર બોઝ મટે જાહેર કરવામાં આવેલું સમ્માન પાછું ખેંચી લેવામાં આવ્યું હતું.

અત્યાર સુધીમાં આ સમ્માન વધારેમાં વધારે રાજકારણ ક્ષેત્રમાં જોડાયેલા લોકોને મળ્યું છે. જેમાં 15 કોંગ્રેસી નેતાઓનો સમાવેશ થાય છે.

image source

ભારત રત્ન આપવાની શરૂઆત કોંગ્રેસ પાર્ટીના કાર્યકાળમાં થઈ હતી જો કે 1977માં ભારતીય જનતા પાર્ટીએ આ સમ્માન આપવાનું બંધ કરી દીધું હતું. અને ત્રણ વર્ષ આ સમ્માન કોઈને પણ આપવામાં નહોતું આવ્યું. પણ 1980માં કોંગ્રેસની સરકાર ફરી સત્તામાં આવતા જ આ સમ્માન ફરી આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું.

એક વર્ષમાં વધારેમાં વધારે માત્ર ત્રણ જ વ્યક્તિઓને આ સમ્માન આપવામાં આવે છે. જો કે તેની લઘુતમ સંખ્યા નક્કી નથી હોતી. માટે જે વર્ષે ભારત રત્ન માટે યોગ્ય વ્યક્તિ ન મળે તો તે વર્ષે કોઈને પણ તે સમ્માન આપવામાં આવતું નથી. અત્યાર સુધીમાં 22 વર્ષ એવા છે જેમાં ભારત રત્નથી કોઈ નેપણ સમ્માનિત કરવામાં નથી આવ્યા.

image source

પહેલો ખ્યાલ તો એવો છે કે ભારતરત્ન ભારતના નાગરિકને જ મળે છે પણ વાસ્તવમાં એવી કોઈ જ જોગવાઈ લખવામાં આવી નથી. અત્યાર સુધીમાં વિદેશીઓને આ સમ્માન મળી ચુક્યું છે. જેમ કે સ્વાભાવિક રીતે જ ભારતીય નાગરિક બની ગયેલી એગ્નેસ ગોંખા બોજાખિચૂ કે જેને લોકો મધર ટેરેસા તરીકે ઓળખે છે તેમને પણ આ સમ્માન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત બીજા બે વિદેશીઓ અબ્દુલ ગફ્ફાર અને નેલ્સન મંડેલાને પણ મળી ચુક્યા છે.

ભારત રત્ન મેળવનારને શું લાભ મળે છે

image source

ભારત રત્ન મેળવનારને કોઈ પણ જાનતું રોકડ ઇનામ નથી મળતું. જો કે તેમને આપવામાં આવેલા મેડલની કીંમત અઢી લાખ કરતાં વધારે છે. પણ તેમને આ સમ્માન સાથે ભારતીય સરકાર તરફથી કેટલીક આજીવન સગવડો મળે છે. જે આ પ્રમાણે છે.

– રાજ્ય સરકારને કેન્દ્ર તરફથી સૂચન કરવામાં આવે છે કે જે વ્યક્તિને ભારત રત્ન મળી ચુક્યો છે તેમને રાજ્યના મહેમાન માનવામાં આવે. આ સમ્માન ભારતના રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન, ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયા, અન્ય રાજ્યોના ગવર્નરો, યુનિયન ટેરેટરીના લેફ્ટેનન્ટ ગવર્નરો, તેમજ પૂર્વ – રાષ્ટ્રપતિ, ઉપ રાષ્ટ્રપતિ, વડા પ્રધાનને આપવામાં આવે છે.

image source

– વિદેશમાં પણ તેમને દેશની સંસ્થાઓ દ્વારા યોગ્ય સગવડો પુરી પાડવામાં આવે છે.

– ભારત રત્ન પામનાર વ્યક્તિ ડીપ્લોમેટિક પાસપોર્ટ પામવાને હક્કદાર બની જાય છે. આ પાસપેર્ટ મરુન કવર વાળો હોય છે, જે માત્ર સરકારના ઉચ્ચત્તમ અધિકારીઓને જ મળે છે. આ પાસપોર્ટ મળવાથી તેમને હવાઈમથક પર પણ કેટલીક વીઆઈપી સેવાઓ મળે છે. અને તેઓ જીવનભર એર ઇન્ડિયાના એક્ઝીક્યુટીવ ક્લાસમાં મફત પ્રવાસ કરી શકે છે.

image source

– સંસદમાં ભાગ લેવાની તેમજ હાજરી આપવાની તેમને છૂટ મળે છે.

– ટ્રેઇનમાં ફર્સ્ટક્લાસમાં મફત પ્રવાસ કરી શકે છે

– કેબિનેટ રેંકમાં સમાન યોગ્યતા મળે છે.

– આજીવન ઇંકમટેક્ષ ભરવો પડતો નથી.

– જો જરૂર જણાય તો z સ્તરની સુરક્ષા પણ આપવામાં આવે છે.

image source

ભારત રત્નને લઈને કેટલાક વિવાદો

ભારત રત્નમાં મોટા ભાગના સમ્માન રાજકારણના ક્ષેત્રમાં જોડાયેલા લોકોને વધારે મળ્યા છે. ગાંધી પરિવારના ત્રણ સભ્યોને આ અવોર્ડ મળી ચુક્યા છે જેમાં જવાહરલાલ નેહરુ, ઇંદીરા ગાંધી અને રાજીવ ગાંધીનો સમાવેશ થાય છે.

image source

ભારતના પ્રથમ શિક્ષા મંત્રી મૌલાના અબુલ કલામ આઝાદને જ્યારે ભારત રત્ન આપવાની વાત થઈ ત્યારે તેમણે ભાર દઈને તેના માટે ના પાડી દીધી હતી, તેની પાછળ તેમણે કારણ દર્શાવ્યું હતું કે જે લોકો ભારત રત્ન ચયન સમિતિમાં હોય છે તેમને આ સમ્માન ન આપવું જોઈએ. અને છેવટે 1992માં તેમના મૃત્યુ બાદ તેમને ભારત રત્ન સમ્માનથી નવાજમાં આવ્યા હતા.

image source

2019માં ભારત રત્ન કુલ ત્રણ વ્યક્તિઓને આપવામાં આવ્યા છે જેમાં પુર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, બંગાળી સંગીતકાર ભુપેન હઝારીકા અને ત્રીજો ભારત રત્ન સ્વ નાનજી દેશમુખને આપવામાં આવ્યો હતો જેઓ એક સમાજ સેવક હતાં.

આ ઉપરાંત અન્ય પ્રતિષ્ઠિત નાગરિક સમ્માનની શ્રેણીમાં પદ્મવિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રીનું સમ્માન પણ આપવામાં આવે છે અને તેમાં પણ સમ્માન મેળવનારને વિવિધ સગવડો આપવામાં આવે છે. દેશના સર્વોચ્ચ નાગરિક સમ્માન જેવાકે ભારત રત્ન, પત્નભૂષણ, પદ્મવિભૂષણ, પદ્મશ્રી જેવા સમ્માન મળેલી વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે તેમના મૃતદેહને દેશના તિરંગામાં લપેટવામાં આવે છે. અને તેમની અંતિમયાત્રાને પણ બંદૂક દ્વારા રાજકીય સમ્માન આપવામાં આવે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ