કેસૂડાનાં ફૂલ છે અનેક રોગમાં ઉપયોગી, ગરમીના દિવસોમાં અજમાવો આ ઉપાયો !!

આ છે કેસૂડાના ઔષધીય ફાયદા

  • કેસૂડાનાં ફૂલનાં સેવનથી ઉર્જા મળે છે
  • શરીરમાં પાણીની ઉણપ પૂરી થાય છે
  • કેસૂડાનાં ફૂલ શરીરમાં લોહી વધારવાનું કામ કરે છે.
  • તાવમાં કેસૂડાનો ઉપયોગ કરવામાં આવે છે.
  • ઉદર રોગો માટે કેસૂડાનાં ફૂલ રામબાણનું કામ કરૈ છે.
  • આંખોથી જોડાયેલી બિમારીઓ ઠીક થાય છે.
  • કેસૂડાનાં ઉપયોગથી રતોડીની સમસ્યાથી છૂટકારો મળે છે.
  • કેસૂડાનું સેવન લોહીનું સર્કયુલેશન કંટ્રોલ કરવાનું કામ કરે છે.

શહેરોમાં વધવા લાગી સંખ્યા

નિષ્ણાંત ડો.આર કે શ્રીવાસ્તવે જણાવ્યું કે પલાશ જેનું વાનસ્પતિક નામ બ્યૂટિયા મોનોસ્પર્મા થાય છે.વસંત આવતા જ તેની સંખ્યામાં જબરજસ્ત વધારો થાય છે.કેસુડાં લાલ હોવાનાં કારણે આ ફૂલોને જંગલની આગ પણ કહેવામાં આવે છે. થોડા સમય પહેલા સુધી ગ્રામીણ ક્ષેત્રો સુધી આ ઝાડની સંખ્યા વધારે મળી આવી હતી.

પરંતુ હવે સિવિલ લાઈસન્સ ,વિજય નગર અને ગૌર સહિત અન્ય ક્ષેત્રમાં પણ તેનો ખૂબ સંખ્યામાં વધારો જોઈ શકાય છે. મુખ્ય રૂપથી કેસુડાના ફૂલોનો ઉપયોગ અબીલ અને ગુલાલ બનાવવા માટે કરવામાં આવતો હતો,સાથે જ ઘણી ઔષધીમાં હવે તેનો ઉપયોગ કરવામાં આવવા લાગ્યો છે.

ગરમીના દિવસોમાં સૌનું ધ્યાન ખેંચે છે કેસૂડાના ફૂલ –

ઉનાળામાં જ્યારે અતિશ્ય ગરમી પડવા લાગે તો તમે જોશો કે ઝાડ પણ એક્દમ સૂકાઈ જાય છે પાંદડા પણ ખરી જાય છે. તો તમે ક્યાંક તો જોયું જ હશે કે સૂકાભઠ ઝાડની વચ્ચે પણ લાલ ફૂલોથી લદાયેલ ઝાડે તમારું ધ્યાન જરૂર ખેંચ્યું જ હશે. તો એ જ છે કેસૂડાનું ઝાડ. હવે ઓળખ્યાણે કેસૂડાનાં ફૂલને ?

Baby Kid Washing Cute Baby Bathing Cleaning

ગરમીથી બચાવે છે :

ઉનાળામાં નાના-મોટા બધાને,ખાસ કરીને બાળકોને ગરમી નિકળતી હોય છે.કેસૂડાનાં ફૂલને આખી રાત ગરમ પાણીની અંદર પલાળીને સવારે આ પાણી ગાળી નાખો.આ પાણીને નહાવાના પાણીની બાલ્ટીમાં નાખી કેસૂડાવાળા પાણીથી સ્નાન કરો.આમ કરવાથી શરીરમાં ઠંડક પ્રશરશે તેમજ ઉનાળામાં પણ ચામડી પર ગરમી નહિ નિકળે.

પેશાબની તકલીફમાં લાભકારક:

આ ફૂલનો રસ શરીરમાં એસિટોનનું પ્રમાણ ઘટાડે છે, તરસ છુપાવે છે અને બ્લડ તેમજ યૂરીનને પણ તે શુધ્ધ કરે છે.આથી જે લોકોને ઉનાળામાં પેશાબમાં બળતરા થતી હોય કે દુખાવો થતો હોય તેમને કેસૂડાનું પાણી પીવાથી જરૂર રાહત મળશે.

નસકોરી ફૂટે તેમાં રાહત આપે:

ઉનાળામાં ઘણા લોકોને નસકોરી ફૂટવાની તકલીફ થતી હોય છે.આખી રાત કેસૂડાનાં પાંચ થી સાત ફૂલ પલાળી રાખો.સવારે તેને ગાળી તેની અંદર થોડી સાંકર ભેળવીને રોગીને આપો.આ કરવાથી નસકોરીની તકલીફમાંથી છૂટકારો મળે છે.

પાઈલ્સમાં રાહત આપે:

કેસૂડાનાં છોડને સુકવી તેનો ૧૦ થી ૨૦ ગ્રામ જેટલો પાઉડર રોગીને નવસેકા ઘી સાથે આપો. થોડા જ દિવસમાં દર્દીને આરામ મળશે. જે લોકોને ગરમીના કારણે ડાયેરિયા થઈ જતા હોય તો તેમના માટે પણ કેસૂડો એટલો જ ફાયદાકારક સાબિત થશે. આ ઉપરાંત જે લોકોને ડાયાબિટિશ છે એ લોકોએ નિયમિત કેસૂડાનું પાણી પીવાનો આગ્રહ રાખવો જોઈએ.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ