ડેરી પ્રોડક્ટનાં સ્ટાર્ટઅપમાં બનાવો કારકિર્દી, કમાશો અઢળક રૂપિયા, તેના માટે સરકાર પાસેથી આર્થિક સહાય પણ ઉપલબ્ધ છે

હાલમાં જ સામે આવેલા એક રિસર્ચ બાદ યંગ એન્ટરટરપ્રેન્યોર ડેરી પ્રોડક્ટ સ્ટાર્ટઅપને પોતાની વિશલિસ્ટમાં ટોપ પર રાખી શકો છો.

રિસર્ચ અનુસાર નોર્થ અને વેસ્ટમાં રહેનાર ઈન્ડિયન દૂધ અને તેનાથી બનેલા પ્રોડક્ટનો ઉપયોગ સૌથિો વધારે કરે છે.તેમનામાં ડેરી પ્રોડક્ટને પચાવવાની ક્ષમતા સૌથી વધારે હોય છે.તેનું કારણ છે ‘૧૩૯૧૦ ટી’એ ક જીન મ્યૂટેશન.

સપ્લાઈ ચેનનો ભાગ બનો

દેશમાં જે ડેરી પ્રોડક્ટ સ્ટાર્ટઅપ ચાલી રહ્યા છે તેમના કસ્ટમર બેઝ ધીમા છે.તેનું પ્રમુખ કારણ તેમની ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ છે.તમે એવા સ્ટાર્ટઅપ માટે એક ખૂબ સારી ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમની શરૂઆત કરી શકો છો.તમારે કોઈ વાહન ખરીદવાની આવશ્કયકતા નથી.ભાડા પર વાહન લઈને,જીપીએસ ડિવાઈસનો પ્રયોગ કરી તમે સારી ટ્રાન્સપોર્ટ સિસ્ટમ ડેવલપ કરી શકો છો.

ભાગીદારીમાં કરો શરૂઆત

ડેરી પ્રોડક્ટથી જોડાયેલા સ્ટાર્ટઅપમાં રોકાણ વધારે હોય છે.એટલે સૌથી સારો ઉપાય છે કે તમે આ સેક્ટરમાં વ્યાપારની શરૂઆત પાર્ટનરશીપમાં કરો.એ ગ્રીકલ્ચરથી જોડાયેલા આ સેક્ટરમાં સરકારી તેમજ ખાનગી બેંક લોન પણ ઉપલબ્ધ કરાવે છે.

આ સેક્ટરનો ગ્રોથ બીજા સ્ટાર્ટઅપની અપેક્ષાકૃત ધીમું છે એટલે વધારે વ્યાજવાળી લોન તમારા નફાને ઓછો કરી શકે છે.

હાઈટેક ડેરીફાર્મ

ડેરી પ્રોડક્ટનાં ફિલ્ડનાં વર્કિંગ કલ્ચરને સમજવા માટે તમે કમર્શિયલ ડેરી ફાર્મિંગનાં કોર્સથી શરૂઆત કરી શકો છો.સેંટ્રલ ગર્વમેન્ટ અને ઘણી સ્ટેટ ગર્વમેન્ટની યુનિવર્સિટી આ પ્રકારનાં ટુંકા અને લાંબા ટર્મ કોર્સેજ કરાવે છે.

જ્યાં ઓટોમેટેડ હાઈટેક ડેરી ફાર્મની શરુઆત કરવાથી માંડીને તેને મેનેજ કરવાનું પણ શિખવવામાં આવે છે.મતલબ છે કે ડેરી ફાર્મ ખોલવા માટે સરકારી લોનની સુવિધા પણ મળે છે.

આવા પ્રોડક્ટની માંગ છે સર્વાધિક

જે પ્રોડક્ટની સપ્લાઈ ચેન ડાયરેક્ટ છે અમે હોમ ડિલેવરી છે તેને વધારે પસંદ કરવામાં આવી રહ્યા છે.તે સિવાય વિતેલા બે વર્ષોમાં નોર્થ ઈન્ડિયામાં ટિયર ૧ અને ટિયર ૨ સિટિઝમાં ભેંસની સાથે ગાયમાં દૂધથી બનતા પ્રોડક્ટની માંગ પણ ૧૬-૧૭ ટકા સુધી વધી છે.

એટલે ફક્ત ગાયનાં દૂધ વાળા પ્રોડક્ટનું સ્ટાર્ટઅપ પણ સારો વિકલ્પ છે.રાજસ્થાન,હરિયાણા,ઉત્તરપ્રદેશ,મધ્યપ્રદેશ,ઉત્તરાખંડમાં ૧૦૦ થી વધારે તેવા કાઉ ફાર્મ છે,જ્યાંથી તમને ગાયનું દૂધ સરળતાથી મળી શકે છે.અહી તમે પોતાના સ્ટાર્ટઅપની શરૂઆત સરળતાથી કરી શકો છો.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ