ત્વચા માટે એલોવેરા જેલના અદ્ભુત ઉપયોગ, ત્વચાને કાંતિવાન બનાવવા માટે એલોવેરા જેલનો આ રીતે ઉપયોગ કરો

એલોવેરા જેલ એટલે કે કુંવાર પાઠું જે એક પ્રકારનો થોર છે તેના પાંદડાને જ્યારે ચીરવામાં આવે છે ત્યારે તેમાં એક પ્રકારનું પ્રવાહી ચીકણું દ્રવ્ય નીકળે છે જેને સૌંદર્ય જગતમાં એલોવેરા જેલ કહેવામાં આવે છે. જેમાં તમારા સ્વાસ્થ્યથી લઈને સૌંદર્ય સુધી અનેક ફાયદા સમાયેલા છે.

જો તમારા ઘરે જ તમે કુંવાર પાઠું વાવ્યું હોય તો તમે તાજી જ જેલનો ઉપયોગ કરી શકો છો જે તૈયાર જેલ કરતાં વધારે અસરકારક હોય છે. પણ જો તમારી પાસે તાજી એલોવેરા જેલ ન હોય તો તમે બજારમાં મળતી તૈયાર જેલ પણ વાપરી શકો છો.

આજની આ પોસ્ટમાં અમે તમારી માટે એલોવેરા જેલનો ત્વચાની સાંચવણી માટે કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ તે વિષેની માહિતી લાવ્યા છે.

રાત્રી દરમિયાન ત્વચાની સંભાળ

ભારતમાં હજુ નાઇટ ક્રીમ વાપરવાનું તેટલું બધું ચલણ નથી. પણ તમે દિવસ દરમિયાન ક્રીમનો ઉપયોગ કરતા હોવ તો એ પણ જાણી લોકે રાત્રી દરમિયાન પણ તમારે ત્વચાની સંભાળની તેટલી જ જરૂર હોય છે. માટે હવે નાઇટ ક્રીમનો ઉપયોગ શરૂ કરી દો.

નાઇટ ક્રીમમાં બે ટીંપા એલોવેરા જેલ મિક્સ કરી તેને ચહેરા પર હળવા હાથે 2-3 મિનિટ સુધી મસાજ કરી સુઈ જાઓ. તમે જ્યારે સવારે ઉઠશો તો જોશો કે તમારી ત્વચા કેટલી ચમકી રહી છે.

એન્ટી-ટેન માસ્ક

જો તમારી ત્વચા તડકો સહન ન કરી શકતી હોય અને તમે માત્ર થોડી જ મીનીટો તડકામાં રહેવા છતાં ત્વચા કાળી પડી જતી હોય તો એલોવેરા જેલ તમારી તે સમસ્યા માટે ઉત્તમ ઉપાય છે.

તેના માટે તમારે એક ચમચી લીંબુના જ્યુસ સાથે અરધી આંગળીમાં સમાય તેટલી એલોવેરા જેલ લઈ તેમાં મિક્સ કરી દેવી. અને તે મિશ્રણનું હળવા હાથે ચહેરા પર મસાજ કરવું. તેનાથી તમારી ત્વચા બ્રાઇટ તો થશે જ પણ તમારી સ્કીન વધારે ફેયર થશે.

પ્રાઇમર તરીકે એલોવેરા જેલ

જો તમે અવારનવાર મેકઅપ કરતા હોવ અને પ્રાઇમરનો ઉપયોગ કરતા હોવ. તો એલોવેરા તમારા માટે ઉત્તમ છે. એલોવેરા એક ઉત્તમ પ્રાઇમર છે. તેને ચહેરા પર લગાવવાથી તમારા રોમછીદ્રો બંધ થઈ જશે. અને તેના કારણે તમારા ચહેરા પર ફાઉન્ડેશન અને બીબી ક્રીમ ટકી રહેશે.

ફેસપેક તરીકે

બે ચમચી મુલાતાની માટી લઈ તેમાં ત્રણથી ચાર ટીપાં એલોવેરા જેલ અથવા તો અરધી ચમચી એલોવેરા જેલ મીક્સ કરી લો. હવે તેને તમારા ચહેરા પર સમાન પ્રમાણમાં લગાવી લો. આ ફેસપેકને તમારે 15-20 મીનીટ રાખવો અને તેને નોર્મલ પાણી વડે ધોઈ લેવું. આમ કરવાથી તમારા ચહેરાની ત્વચા તદ્દ્ન સ્મૂધ થઈ જશે અને તમારા ચહેરા પર કાંતિ આવી જશે.

ચહેરા માટેનો સ્પ્રે

તેના માટે તમારે એક ખાલી સ્પ્રેની બોટલ લેવાની છે તેમાં ગુલાબ જળ લેવું અને તેમાં અરધી ચમચી એલોવેરા જેલ મિક્સ કરવી. બોટલને બરાબર હલાવી લેવી જેથી કરીને ગુલાબ જળ અને એલોવેરા જેલ બરાબર મિક્સ થઈ જાય.

આ મિશ્રણને તમે અવારનવાર ચહેરા પર સ્પ્રે કરીને વાપરી શકો છો. આમ કરવાથી તમારા ચહેરાને મોઇશ્ચર મળશે અને ચહેરો તાજો લાગશે તેમજ ચહેરાનો રંગ પણ આછો થશે.

ખીલ પર એલોવેરા જેલનો ઉપયોગ

જો તમને તાજો જ ખીલ થયો હોય તો તે સમયે તમારે એલોવેરા જેલને તેના પર ખુબ જ નરમ હાથે ઘસવી જોઈએ. ઘસ્યા બાદ તેને આખી રાત તેમજ રહેવા દો. થોડાક સમયમાં તમારા ચહેરા પરનો ખીલ દૂર થઈ જશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ