મોટાભાગના લોકો અજાણ છે માર્કેટમાં મળતી હિલ્સના નામથી, અને તમે?

માર્કેટમાં ફૂટવેરની ઘણી બધી વેરાયટી મળે છે. જેમાં પ્લેનથી લઈને ડિઝાઈનર ફૂટવેર સામેલ હોય છે.

image source

ડિઝાઇનરની વાત કરીએ તો તેમાં હંમેશાથી મહિલાઓનો દબદબો હોય છે. ફૂટવેરમાં પણ આ વાત લાગુ પડે છે.

મહિલાઓના ફૂટવેરની પણ લાંબીલચક ડિઝાઈન રેન્જ આવે છે. જેમાં હિલસવાળી સેન્ડલ પણ સામેલ છે. હીલની પણ અલગ અલગ ડિઝાઇન હોય છે.

image source

જો કે હિલવાળી સેન્ડલ પહેરવાવાળી ઘણી બધી છોકરીઓને તો આ હીલ્સના નામ પણ ખબર નથી હોતી. તો ચાલો જાણીએ કેટલીક ડિઝાઈનર હીલ્સના નામ વિશે….

વેજેસ:

image source

જો આપને હિલ્સવાળી સેન્ડલ પહેરતા બીક લાગે છે તો આપના માટે આ હીલ પરફેક્ટ છે. આ પ્રકારની સેન્ડલના સોલ મોટા હોય છે અને અહી તે પાછળ સુધી જઈને હિલનું કામ કરે છે. આ પ્રકારની હિલવાળી સેન્ડલ પહેરીને ચાલવાનું પણ સરળ રહે છે.

સ્ટિલેટો:

image source

મોટાભાગની હીરોઇનોને આપણે આ પ્રકારની હીલ્સ પહેરતા જોઈએ છીએ. આને પેન્સિલ હીલ પણ કહેવામાં આવે છે. આ હીલ્સની ડિઝાઇન આગળથી ખુલ્લી હોય છે.

image source

સ્ટિલેટોની હીલ્સ લગભગ ૩ ઇંચથી શરૂ થાય છે. જો ફૂટવેરમાં આગળથી બંધ હોય તો તેને પંપ્સ કહે છે અને આગળનો ભાગ થોડો ખુલ્લો હોય અને બાકીનો બંધ તો તેને પીપટો કહે છે.

કિટેન હીલ:

image source

જે ફૂટવેરમાં થોડી ઓછી હીલ હોય એટલે કે દોઢ ઇંચ થી ત્રણ ઇંચ સુધીની જ હીલ્સ લાંબી હોય છે તો તેને કિટેન હીલ કહેવામાં આવે છે.

બ્લોક હીલ:

image source

બ્લોક હીલ પાછળથી પહોળી હોય છે. પરંતુ આગળની બાજુ સોલ પાતળો જ હોય છે. આ સેન્ડલમાં પણ બેલેન્સ સારું રહે છે. આ સેન્ડલની લંબાઈ બે થી છ ઇંચ હોઈ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ