બહેનની સાથે સ્ટેજ પરફોર્મ કરતી માધુરી દિક્ષિતે શેર કરી એક મસ્ત તસવીર, બન્ને દેખાવમાં છે એક જ જેવી

ફોટોમાં અભિનેત્રી પોતાની બહેન સાથે જોવા મળી રહી છે અને તેઓ એકબીજાથી એટલી બધી હળતી મળતી જોવા મળી રહી છે કે એ જણાવવું મુશ્કેલ છે કે ખરેખરમાં માધુરી દિક્ષિત કોણ છે કોણ?

image source

બોલીવુડની ડાન્સિંગ દીવા અને ધક ધક ગર્લના નિક નેમથી જાણીતી અભિનેત્રીએ પોતાના સ્કુલના દિવસોની એક જૂની ફોટો શેર કરી છે. આ ફોટો પણ એક ડાંસ પ્રતિયોગીતાની છે. ફોટોમાં અભિનેત્રી માધુરી દિક્ષિત પોતાની બહેનની સાથે જોવા મળી રહી છે અને તેઓ બંને બહેનો એકબીજા સાથે એટલા બધા મળતા જોવા મળી રહ્યા છે કે એ જણાવવું મુશ્કેલ છે કે, બંને બેનો માંથી અસલી માધુરી દિક્ષિત કોણ છે!

image source

ફોટોના કેપ્શનમાં અભિનેત્રી માધુરી દિક્ષિતએ લખ્યું છે કે, “આ મારી મનપસંદ યાદો માંથી એક છે જે મારી બહેનની સાથેની છે. અમે હંમેશા સ્કુલમાં આયોજિત થતી સ્પર્ધાઓમાં ભાગ લેતા હતા. અહિયાં પોતાનો મનપસંદ ડાંસ મોટી બહેનની સાથે એક નાનપણની જૂની યાદ શેર કરી રહ્યા છે. મને જણાવો કે, આપની પસંદગીની નાનપણની યાદ કઈ છે!”

 

View this post on Instagram

 

A post shared by Madhuri Dixit (@madhuridixitnene) on

માધુરી દિક્ષિત દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલ ફોટો પર પોતાની પ્રતિક્રિયા આપતા કેટલાક પ્રશંસકોએ તેમને ઓળખવાનો પ્રયત્ન કર્યો છે. એક સોશિયલ મીડિયા યુઝર્સે કમેન્ટ કરતા કહ્યું છે કે, ‘આપ પાછળ છો.’ તેમજ અન્ય એક સોશિયલ મીડિયા યુઝર્સ કમેન્ટ કરતા લખે છે કે, ‘આપ જમણી બાજુ ઉભા છો માધુરી મેમ.’

image source

આપને જણાવી દઈએ કે, બોલીવુડ સુપરસ્ટાર માધુરી દિક્ષિત કોરોના વાયરસ સંક્રમણની મહામારીના કારણે આ દિવસોમાં પોતાના ઘરમાં જ આઈસોલેશનમાં રહી રહ્યા છે. આવામાં માધુરી દિક્ષિતના ફેંસની સાથે એક મજેદાર વિડીયો શેર કર્યો છે. વિડીયોમાં જ્યાં માધુરી દિક્ષિત ક્લાસિકલ બીટ પર તાલ મિલાવતા જોવા મળી રહી છે તો ત્યાં જ તેમના દીકરો તબલા વગાડતા જોવા મળી રહ્યા હતા.

source : abplive

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ