વર્કિંગ કપલ્સ, લગ્નજીવનને ઓછો સમય આપીને પણ રહી શકો છો ખુશહાલ, તમારા માટે જ છે, આ ટીપ્સ…

પતિ–પત્ની બંને નોકરી કરતાં હોય ત્યારે લગ્નજીવનમાં ક્યારેક તણાવ થઈ શકે છે. આ વાતો તમને દાંપત્ય જીવનમાં ખુશ રહેવા જરૂર મદદ કરશે.. વર્કિંગ કપલ્સ, લગ્નજીવનને ઓછો સમય આપીને પણ રહી શકો છો ખુશહાલ, તમારા માટે જ છે, આ ટીપ્સ…


આપણે આધુનિક જીવન જીવતા થયાં છીએ ત્યારે આપણી જીવનશૈલી પણ બદલાતા સમય અને વિચારસરણી સાથે, પુરુષ અને સ્ત્રી બંનેની ભૂમિકા બદલાઈ ગઈ છે. આજના સમયમાં સ્ત્રીઓ તેમની કારકિર્દી વિશે ચિંતિત છે અને તેમની નોકરી વ્યવસાયમાં તેઓ ખૂબ જ વ્યસ્ત રહેતી હોય છે. આપણે ત્યાં હાલના સમયમાં વ્યવસાયિક રીતે સાથે કામ કરતા ઘણા યુગલો છે. જો કે, બંનેના કાર્યને કારણે તેમના વ્યાવસાયિક જીવન તેમજ વ્યક્તિગત જીવનમાં મોટાભાગના ઘરપરિવારમાં એક યા બીજી રીતે અસર પડે છે. આજે અમે તમને જણાવીશું કે જો તમે બંને દંપતી કામ કરતા હોવ તો તમારા જીવનને કેવી રીતે સુઆયોજિત કરવું જેથી તમે એકબીજાને ભલે થોડો સમય પણ આપીને ખુશહાલ દાંપત્ય જીવન માણી શકો.

ઘરના કામોને પતિ – પત્ની વહેંચીને ન કરો… સાથે પણ કરી શકાય…


દંપતીને અંગ્રેજીમાં લાઈફ પાર્ટનર કહેવાય છે. ઘરના કામોને આ કામ સ્ત્રીઓ જ કરે અને પેલું કામ પુરુષોથી ન કરાય તેવા હિસાબોમાં ન પડીને જે સમયે જે વ્યક્તિને અનુકૂળ હોય તેમણે પતાવી લેવું જોઈએ. જે ફ્રિ હોય તે કામ પૂરું કરી લે એવો અભિગમ હશે તો કામ ઝડપથી પતી જશે અને ફાજલ સમયમાં બંને એકબીજા સાથે બેસીને સમય વિતાવી શકશે. અથવા તો કેટલાંક ઘરકામ એવાં પણ હોય કે પતિ – પત્ની એકસાથે પણ કરી શકે. એકબીજાની મદદ કરવાથી ઘણી સમસ્યાઓ ઓછી થઈ જશે અને ઘરનું તણાવયુક્ત વાતાવરણ હળવું થશે.

વિકએન્ડનો સરસ પ્લાન કરો…


જ્યાંરે દંપતી પોતપોતાની નોકરી વ્યવસાયમાં આખું અઠવાડિયું વ્યસ્ત હોય તો વિકએન્ડમાં પણ તેમણે પોતાનું કામ કરીને સમય વ્યતિત ન કરવો જોઈએ. આ સમયે તેમણે પૂરતો આરામ કરી લેવો જોઈએ અથવા તો મનગમતી પ્રવૃત્તિઓ એક સાથે કરવા બેસવું જોઈએ. વિકએન્ડ કે રજાઓ દરમિયાન, ફિલ્મ્સ જોવા જવું, લંચ કે ડિનર બહાર કરવા જવું કે નાની કોઈ ટ્રીપ પણ પ્લાન કરી શકાય. જેથી તેમને સાથે રહીને મનોરંજન કરવાનો મોકો મળે.

દંપતીએ બાળકોની જવાબદારી સરખે ભાગે વહેંચી લેવી


વર્કિંગ કપલ જો પેરેન્ટ્સ હોય તો તેમની જવાબદારીઓ વધી જાય છે. દંપતીએ બાળકોની હાજરીમાં તણાવયુક્ત ચર્ચાઓ કરવી ટાળવી જોઈએ. બાળકોના અભ્યાસની જવાબદારી સરખે ભાગે વહેંચીને હોમવર્ક કરાવવું કે તેમની સાથે રમવું જોઈએ. ઓફિસથી ઘરે આવ્યા બાદ પતિ – પત્નીએ બાળકોને પણ સમય ફાળવવો પણ એટલો જ જરૂરી રહે છે.

પર્સનલ અને પ્રોફેશન લાઈફ અલગ રાખો


ઘણીવાર લોકો પોતાનું ઓફિસનું કામ કે તેનું ટેન્શન ઘરમાં પણ લઈને બેસતા હોય છે. સતત આવતા ફોન કોલ્સ પણ પરિવારના લોકોને ખલેલ પહોંચાડી શકે છે. એવી ટેવ પાડો કે ઘરે આવ્યા બાદ બીન જરૂરી લેપટોપ કે મોબાઈલ ફોન લઈને બેસવાને બદલે પરિવાર સાથે સમય વિતાવો. જો બંને વ્યક્તિને પોતાનું કામ અગત્યનું હોય તો તેઓ તેને ચર્ચા કરીને મદદરૂપ પણ થઈ શકે છે. જેથી તેમના વ્યવસાયનું ટેન્શન ઘરે આવીને હળવું થાય.

દિવસને અંતે ખરાબ મૂડ સાથે ન સૂવું


રાતે સૂવા પહેલાં પ્રેમભરી વાતો કરીને કે પછી રોમાંટિક સોંગ્સ સાંભળીને કે કોમેડી ફિલ્મ જોતે સૂવું. જો બંને માથી કોઈ એકને પણ નારાજગી કે કોઈ વિરોઘ થયો હોય. એકબીજાનું કંઈ ખોટું લાગ્યું હોય તો તેને વાતો કરીને સમસ્યાનું નિરાકરણ કરી લેવું જોઈએ. ભારે હૈયે, વાતો કર્યા વગર સૂઈ જવાથી માનસિક તાણ વધે છે. ક્યારેક એકબીજાની માફી માગી લેવાથી પણ પ્રેમ વધે છે. ઓફિસના વાતાવરણથી કંટાળીને ઘરે આવે ત્યારે વર્કિંગ કપલ્સને આખા દિવસનો થાક લાગતો હોય છે. ત્યારે આવી નાની મોટી બાબતોમાં એકબીજાને સહાયક બનીને સમજણ પૂર્વકનું વર્તન કરવાથી તે થાક ઉતરી જતો હોય છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ