70 વર્ષે કોરોનાના કારણે અલગ થયેલ વૃદ્ધ દંપતી મહિનાઓ પછી પ્રેમથી એકબીજાને ભેટી પડયા, અને કરવા લાગ્યા કિસ, ભાવુક વિડીયો જોઇ લો તમે પણ

70 વર્ષે કોરોનાના કારણે અલગ થયેલ વૃદ્ધ દંપતી, મહિનાઓ પછી પ્રેમથી એકબીજાને ભેટી પડયા

લગ્ન જીવનમાં ઝગડા અને ડાયવોર્સના કિસ્સાઓ આજકાલ વધતા જઈ રહ્યા છે, એવામાં સચો પ્રેમ અને પ્રેમના પ્રસંગો ખુબ જ ઓછા જોવા મળે છે. વર્તમાન સમય દરમિયાન કોરોનાના કારણે આખી દુનિયા એક અજાણ્યા ડરમાં જીવી રહી છે ત્યારે આમે આપને એક એવી જોડી વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જે વાંચીને તમને થશે કે વાહ, કાશ આવો જ પ્રેમ અમારા જીવનમાં અમને પણ મળે…

image source

લોકડાઉનના કારણે જ્યારે અનેક પરિવારોમાં પ્રેમ અને તકરારના કિસ્સાઓ સામે આવી રહ્યા છે.પણ, શું તમે ક્યારેય વિચાર્યું છે કે 70 વર્ષ સુધી એકબીજાની સાથે રહ્યા બાદ જો કોઈ પતિપત્નીને અમુક મહિના માટે અલગ રહેવું પડે તો કેવો અનુભવ થાય? આ બાબત જીન અને વોલ્ટરથી વધુ કોણ સમજી શકે.

તો આજે વાત કરીએ આ પ્રેમીઓની. જીન અને વોલ્ટર બંને અમેરિકાના રહેવાસી છે. બંનેના લગ્નને 70 વર્ષ વીતી ચુક્યા છે. બંને આજસુધી ક્યારેય એકબીજાથી અલગ રહ્યા નથી. પણ, આ કોરોનાના કારણે તેમને 70 વર્ષમાં પ્રથમ વખત જ કેટલાક મહિના માટે અલગ થવું પડયું હતું.

મળતી માહિતી મુજબ, આ યુગલની દીકરીઓએ જણાવ્યું કે, તેમના માતા-પિતા એક સ્વસ્થ જીવન જીવી રહ્યા હતા. જો કે પાછલા વર્ષે માતા જીન પડી ગઈ અને તેમનું પેલ્વિસ ફ્રેક્ચર થઈ ગયું. એમને હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા જ્યાં એમનામાં મનોભ્રમના લક્ષણો પણ જોવા મળ્યા. જો કે હોસ્પીટલમાં દાખલ થયેલ જીનને વોલ્ટર રોજ મળવા જતો હતો. માટે હોસ્પિટલ જતા હતા.

તેમની દીકરી વેન્ડીએ એમ પણ જણાવ્યું કે, પિતા વોલ્ટર મોટાભાગનો સમય ત્યાં જ પસાર કરતા હતા. ઘણીવાર તેઓ સવારથી સાંજ સુધી ત્યાં જ રહેતા. જો કે ત્યારબાદ કોરોના વાયરસના સંક્રમણના ભય વચ્ચે લોકડાઉન થઈ ગયું. વોલ્ટરનું હોસ્પિટલ જવાનું પણ બંધ થઈ ગયું. બંને અલગ-અલગ થઈ ગયા.

આ દુઃખમાં જ વોલ્ટર ઉદાસ રહેવા લાગ્યા એક દિવસ અચાનક તેઓ પડી ગયા. એમના પડતા જ મગજમાંથી લોઈ વહેવા લાગ્યું. એમને હોસ્પિટલ દાખલ કરાયા જ્યાં પછીથી એમની સર્જરી કરવામાં આવી હતી. જો કે પરિવાર જાણતો હતો કે જ્યાં સુધી એમના માતા-પિતા મળશે નહી એમને ઠીક નહિ થાય.

image source

જેથી બંનેના મળવવા એમણે ઘણા પ્રયત્નો કર્યા અને અંતે ઘણી ચર્ચાઓ અને આગ્રહ બાદ હોસ્પિટલ વાળાએ પરમીશન આપી હતી. અહી જે કલીપ છે એ આ સમયની છે, જ્યારે તેઓ મળ્યા હતા. બંને જણા એકબીજાન ચૂમી રહ્યા છ્હે, હાથ પકડી રહ્યા છે અને ગળે મળી રહ્યા છે.

image source

વાતમાં સમયમાં આ વિડીયો ખુબ જ વાયરલ થયો છે અને દુનિયાભરના લોકોને ભાવુક પણ કરી રહ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ